AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

સોમવાર, 29 જૂન, 2015

વાયરલેસ ઈલેક્ટ્રિસિટી (ભાગ-૧)

Share & Comment
આ બધુ જોઈને આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેલા બધા ખૂબ જ અચંબિત થઈ ગયા.એડિસને ’એસી કરંટ સિસ્ટમ’ના દુષ્પરિણામ
દેખાડવા માટે જનાવરોને શોક આપીને માર્યાહતા. પરંતુ અહીં ડો. ટેસલાએ પોતાના શરીર માંથી એટલો પ્રચંડ દબાણ વાળો વીજપ્રવાહ પસાર કરીને બતાડ્યો હતો અને એનું એના શરીર ઉપર જરા સરખુ પણ પરિણામ આવ્યુ નહીં. આ જોઈને ઉપસ્થિત લોકો અચંબિત થઈગયા જેમાં અમુક માન્યવર શાસ્ત્રજ્ઞનો પણ સમાવેશ થતો હતો. પણ આ પત્રકાર પરિષદમાં કરેલો પ્રયોગ એટલા પૂરતો જ મર્યાદિત ન હતો.

ડો. નિકોલ ટેસલાએ માંડેલી ’અલ્ટરનેટિંગ કરંટ’ની સંકલ્પના ક્રાંતિકારી સાબીત થઈ. પરંતુ તેને માન્યતા મેળવી આપવા માટે ટેસલાએ ખૂબ મોટો સંઘર્ષ કરવો પડ્યો. કારણકે એ સમયમાં જેને સૌથી મોટો વૈજ્ઞાનિક માનવામાં આવતો, એ થોમસ આલ્વા એડિસન ’અલ્ટરનેટિંગ કરંટ’ એટલેકે ’એસી’નો સૌથી મોટો વિરોધક હતો. એણે ખૂબ જ નીચલી કક્ષાએ જઈને ’એસી સિસ્ટમ’ દ્વારા થતા વીજ પૂરવઠાનો વિરોધ કર્યો હતો. પ્રાણીઓ અને મૃત્યુદંદની સજા પામેલા અપરાધીઓને વીજળીના ઝટકા આપીને ’એસી સિસ્ટમ’ ખૂબ જ જોખમી છે, એવો અપપ્રચાર કર્યો હતો. જેમાં કંઈજ તથ્ય નહતુ. પરંતુ આ બધુ જોઈને દયાળુ પ્રકૃતિના ડો. ટેસલા ખૂબ દુ:ખી થયા.

Wireless Electricity (Part – 1)

માનવી જીવન અધિક સુખમય બનાવવા માટે સતત સંઘર્ષ કરી રહેલા આ સંશોધકે પોતાની ’એસી સિસ્ટમ’ વીશે થઈ રહેલા અપપ્રચારનો જવાબ આપવાનું નક્કી કર્યુ.  એડિસનના અપપ્રચારનો એની જ ભાષામાં જવાબ આપવાનો પર્યાય ટેસલાની સામે હતો. પરંતુ એણે એમ કર્યુ નહીં. ઉલટાનું વિધાયક માર્ગે એમણે ’એસી સિસ્ટમ’ કેવી બીનજોખમી છે, સહેલી છે, એ દુનિયાને બતાડીને સિદ્ધ કર્યુ. એ માટે ડો.ટેસલાએ જોર્જ વેસ્ટિંગહાઉસની મદદ લઈને ’પ્રેસ કોન્ફરન્સ’નું આયોજન કર્યુ. એ માટે પ્રમુખ શાસ્ત્રજ્ઞ અને ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.

પોતાની પ્રયોગશાળામાં જ ટેસલાએ ’એસી કરંટ’ દ્વારા લગભગ એક લાખ વ્હોલ્ટ જેટલી વીજનિર્મિતી કરનારા જનરેટર્સ બેસાડ્યા હતા. જો યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં આવે તો ’એસી કરંટ સિસ્ટમ’ નો વીજપુરવઠો માનવો માટે જરપણ જોખમી નથી, એ ટેસલા આ જાહેર પ્રયોગ દ્વારા સાબિત કરવા માગતા હતા. એ માટે તેઓ પોતે જ લગભગ એક લાખ વ્હોલ્ટ જેટલી વીજનિર્મિતી કરી શકનારા જનરેટરની સાવ નજીક જ ખુરશી નાખીને બેઠા હતા. એસી કરંટ જોખમી નથી, એ ડો. ટેસલા બીજા કોઈ માર્ગ વડે પણ સિદ્ધ કરી શક્યા હોત. પણ પોતાના જીવના જોખમે ડો. ટેસલા પોતે જ એ જગ્યાએ બેઠા.

પોતાના સંશોધન ઉપરનો આ વિશ્વાસ ડો. ટેસલાના અદભૂત વ્યક્તિત્વ વીશે ઘણુબધુ કહી જાય છે. ઉપરાંત વ્યક્તિગત સ્વાર્થ માટે નહી પરંતુ માનવજાતીના ભલા માટે આટલુ મોટુ જોખમ ખેડવા તૈયાર થયેલા ટેસલાની મહાનતાનું ઉ.દા. પણ આપણને આ પ્રયોગ ઉપરથી મળે છે.  એક લાખ વ્હોલ્ટની વીજ નિર્મિતી કરનારા જનરેટરની બાજુમાં બેસનારા ટેસલાનો સૌને અચંબિત કરી નાખનારો આ પ્રયોગ ખૂબ જ સફળ નિવડ્યો. કારણકે ટેસલાના શરીર ઉપર આટલા મોટા કરંટની કોઈ જ અસર થઈ નહતી.

આ બધુ જોઈને આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેલા બધા ખૂબ જ અચંબિત થઈ ગયા.એડિસને ’એસી કરંટ સિસ્ટમ’ના દુષ્પરિણામ દેખાડવા માટે જનાવરોને શોક આપીને માર્યાહતા. પરંતુ અહીં ડો. ટેસલાએ પોતાના શરીર માંથી એટલો પ્રચંડ દબાણ વાળો વીજપ્રવાહ પસાર કરીને બતાડ્યો હતો અને એનું એના શરીર ઉપર જરા સરખુ પણ પરિણામ આવ્યુ નહીં. આ જોઈને ઉપસ્થિત લોકો અચંબિત થઈગયા જેમાં અમુક માન્યવર શાસ્ત્રજ્ઞનો પણ સમાવેશ થતો હતો. પણ આ પત્રકાર પરિષદમાં કરેલો પ્રયોગ એટલા પૂરતો જ મર્યાદિત ન હતો.

અહિં જ પહેલીવાર ડો. ટેસલાએ ’વાયરલેસ ઈલેક્ટ્રિસિટી’ એટલે કે વાયરના માધ્યમ વગર વીજળીનો પુરવઠો કરવાનો પ્રયોગ બતાવ્યો. એ માટે બે ’ફ્લ્યુરોસંટ બલ્બ’ અને ટ્યુબ પોતાના હાથમાં પકડીને પેટાવી બતાવી. આ એમણે કેવીરીતે કર્યુ એ જાણવા માટે આપણે ડો. ટેસલાની ન્યુયોર્કમાં આવેલી પ્રયોગશાળામાં એમણે કરેલા સંશોધનની માહિતી લેવી પડશે.

એમની ન્યુયોર્કમાં આવેલી આ લેબમાં બહુસ્તરીય સંશોધન અને ઉત્પાદન માટે અનેક વસ્તુઓ નિર્માણ કરવામાં આવી હતી. અહીં જુદા જુદા સેક્શન અને માળા તેમજ જુદીજુદી ગેલેરીઓ હતી. આ ઉપરથી ડો. ટેસલા કેટલા ઉંડાણપૂર્વકનું અને સૂક્ષ્મ સંશોધન કરી રહ્યા હતા, એ વાતનો અંદાજ આપણને મળે છે. ટેસલાએ સંશોધન માટે વિકસાવેલા અનેક ટ્રાન્સફોમર્સ અને જનરેટર્સ આ પ્રયોગશાળાના ગ્રાઉન્ડફ્લોર ઉપર મુકવામાં આવ્યા હતા. તો ટેસલાની ખાનગી લેબ સૌથી ઉપરના માળ ઉપર હતી. આ પ્રચંડ મોટી લેબ ટેસલાએ જોર્જ વેસ્ટિંગહાઉસ પાસેથી મળેલા પૈસામાંથી ઉભી કરી હતી. એ માટે ટેસલાએ પોતે અથાગ પરિશ્રમ કરેલા હતા.

આ જગ્યાએ પ્રયોગ કરતી વખતે અમુક જુદાજુદા નિરીક્ષણ સામે આવતા અને ટેસલા સ્વસ્થ બેસી રહેવાને બદલે એના ઉપર અલગ અલગ પ્રકારે સંશોધનો કર્યા કરતા. આ સંશોધનોમાંથી જ એમણે અનેક નવીનવી શોધો કરી અને તેની પેટંટ્સ સંપાદન કરી. ’એસી સિસ્ટમ’ એમણે આવી રીતે જ તૈયાર કરી અને તેમાં વધુ ને વધુ સુધારા કરતા ગયા. આમ કરતા કરતા એમણે ’એસી જનરેટર્સ’ ની ફ્રિકવન્સી વધારી અને તેને ૩૦,૦૦૦ હર્ટસ સુધી લઈ જઈને તેના પરિક્ષણો કર્યા. એમાંથી ’હાય ફ્રિકવન્સી અલ્ટરનેટિંગ કરંટ’નો જન્મ થયો. આખા વિશ્વને વીજળીનો પુરવઠો પૂરો પાડવા માટે એમણે આ જ પ્રણાલીનો વિચાર કર્યો હતો. આ જ પ્રણાલી વાપરીને એમણે વિવિધ પ્રકારના જનરેટર્સ તૈયાર કર્યા હતા. એ બધાની પેટંટ હજીપણ ટેસલાના નામ ઉપર છે.

આ ’એસી કરંટ’ જોકે ’હાય ફ્રિકવન્સી’નો હતો છતાં તેના માનવ શરિર ઉપર કોઈ વિઘાતક પરિણામ થતા નહતા.

આકસ્મિકરીતે જો આ ચાલૂ પ્રવાહને માનવીસ્પર્શ થઈ ગયો તોપણ એ કરંટ માનવી ત્વચાની બહારથી કોઈપણ જાતની ઈજા કર્યા વગર નીકળી જતો. વૈજ્ઞાનિક પરિભાષામાં આને ’સ્કિન ઈફેક્ટ’ કહેવાય છે. આ સ્કિન ઈફેક્ટને કારણે જ ટેસલાની ’એસી સિસ્ટમ’ માનવો માટે બિલકુલ જોખમી નથી એ વાત તેઓ સિદ્ધ કરી શક્યા. એક પ્રયોગ દરમ્યાન તો ટેસલાએ બધાની સામે વીજળીનો પુરવઠો કરનારા ને ’ઈલેક્ટ્રોડ્સ’ બન્ને હાથમાં પકડીને દેખાડ્યા. ટેસલાના હાથને સાદો ધક્કો પણ લાગ્યો નહતો. ’અલ્ટરનેટિંગ કરંટ’ વિકસીત કરતી વખતે ટેસલાએ માનવી સુરક્ષાને સૌથી વધુ પ્રાધાન્ય આપ્યુ હતુ. આથી જ તેઓ પૂર્ણપણે સુરક્ષિત અને બધી જ વૈજ્ઞાનિક કસોટીઓ પૂર્ણ કરનારી નિર્દોષ ’એસી સિસ્ટમ’ વિકસીત કરી શક્યા.

Wireless Electricity (Part – 1)
આવો જ એક પ્રયોગ કરતી વખતે, એમણે ખૂબ જ અલગ પ્રકારનો વૈજ્ઞાનિક ચમત્કાર અનુભવ્યો. આ પ્રયોગમાં એમણે ધાતુનો એક પાતળો તાર લીધો અને તેમાંથી ઉચ્ચ દબાણવાળો ’એસી કરંટ’ પસાર કર્યો અને તરત જ સર્કિટ બંધ કરી નાખ્યુ. જેને કારણે પેલો વાયર બળીને ખાખ થઈ ગયો. આ થઈ ગયા પછી એમણે ફરી ’વ્હોલ્ટેજ’ વધાર્યો અને આ કરતી વખતે એમને પોતાના શરિરમાં અનેક અદ્ર્શ્ય સોયો ભોંકાતી હોય એવો અનુભવ આવ્યો. આ કદાચ પેલા બળેલા વાયરના ટુકડા હોઈ શકે છે એમ એમને એ વખતે લાગ્યુ. પરંતુ દરેક બાબતને વૈજ્ઞાનિક કસોટી પર તપાસીને જોનારા ટેસલાએ પોતાની તપાસણી કરી જોઈ. પરંતુ પોતાના શરિર ઉપર એમને પેલા વાયરના ટૂકડા મળ્યા નહી કે એમના શરિરને પણ કોઈપણ પ્રકારની ઈજા થઈ નહતી.

આ પ્રભાવને રોકી શકાય છે કે નહી એ તપાસવા માટે એમણે ફરીથી આ પ્રયોગ કર્યો અને આ વખતે એમણે કાચની એક લાદી પોતાની અને સર્કિટની વચ્ચે મૂકી. પોતે એનાથી દસ ફૂટ દૂર ઉભા રહીને નિરિક્ષણ કરવા લાગ્યા. પરંતુ પ્રયોગનું પહેલા જેવુ જ પરિણામ આવ્યુ. એ પછી આ પ્રયોગ એમણે વિવિધ પ્રકારે કરીને જોયો પણ એના પરિણામો બદલાયા નહીં. આ આખા પ્રયોગને એમણે ’ઈંપલ્સ’ એવુ શિર્ષક આપ્યુ. અને અહિં જ ટેસલાની ’વાયરલેસ ઈલેક્ટ્રિસિટી’ની સંકલ્પનાનો ઉદય થયો.

સર્કિટ એકદમ બંધ કરવાથી આ ’ઈંપલ્સ’ ઉત્પન્ન થયા અને આ ’ઈંપલ્સ’ એ વાયરલેસ અર્થાત વાયરના માધ્યમ વગર પ્રવાસ કર્યો. આ બધામાંથી એક મહત્વની બાબતનો ઉદય થયો. એ એટલે ડો.ટેસલાના આ પછીના બધા સંશોધન અને શોધ આ જ ’ઈંપલ્સેસ’ ’ફ્રિકવન્સી’ ’રેઝોનન્સ’ (અનુનાદ) આ બધા ઉપર આધારિત રહ્યા. જેની માહિતી આપણે આગળ લેવાના છીએ.
                                                                (ક્રમશ:)

http://www.aniruddhafriend-samirsinh.com/wireless-electricity-part-1/
Tags:

Written by

ગુજરાતી બાંધવામાટે ખાસ સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂ નો માહિતી નો બ્લોગ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com