AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

શનિવાર, 27 જૂન, 2015

આવિષ્કારની દુનિયામાં

Share & Comment
The Stepping Stones of Dr. Nikola Tesla
 ડો. નિકોલ ટેસલા અને થોમસ અલ્વા એડિસન વચ્ચેના ’વોર ઓફ કરંટ્સ’ વીશે આપણે માહિતી મેળવી. જગતે જેને અત્યારસુધી અસામાન્ય સંશોધક તરીકેની ઉપાધી બહાલ કરીને તેનું પ્રચંડ બહુમાન કર્યુ એ એડિસને ટેસલાની વિરુધમાં કેટલા નિમ્ન સ્તરના કાર્યો કર્યા. સ્વાર્થાંધ અને વેરની ભાવનાથી ભરેલા એડિસને ટેસલાને ભલે ગમે તેટલો ત્રાસ આપ્યો, એમની વિરુધમાં કપટકારસ્તાનો કર્યા, તો પણ ટેસલાનો સંયમ કદી છૂટ્યો નહીં. શાંતીથી પોતાનું કામ ચાલૂ રાખનારા આ અદ્વિતિય સંશોધક અહંકારી નહતા. એમને પરમેશ્વર ઉપર અડગ શ્રદ્ધા હતી. એટલે જ ટેસલા શાંતીથી પોતાનું સંશોધન કાર્ય આગળ ધપાવતા રહ્યા. એટલુ જ નહીં પરંતુ પોતાના સંશોધન ઉપર થતા આક્ષેપોનો એમણે વિધાયક માર્ગે જવાબ આપ્યો.

એડિસનની કંપનીમાંથી રાજીનામુ આપ્યા બાદ ટેસલાએ ન્યુ જર્સીમાં ’ટેસલા ઈલેક્ટ્રિક લાઈટ એન્ડ મેન્યુફેક્ચરિંગ’ નામની કંપની શરુ કરી. આ કંપની દ્વારા ટેસલાએ ’આર્ક લાઈટ’ એટલેકે  રસ્તા ઉપરના દિવા તૈયાર કર્યા. એની ડિઝાઈન અને કાર્યક્ષમતા અતિશય ઉચ્ચ દરજ્જાના હતા. એ સમયમાં ન્યૂયોર્કના રસ્તા આ દિવાઓથી ઉજળવા લાગ્યા. ટેસલાની કંપનીએ સારો એવો નફો રળ્યો. પરંતુ તેનો ટેસલાને વધુ લાભ જરાય મળ્યો નહીં. એમની આ કંપનીમાં મૂડીરોકાણ કરનારા રોકણકારોએ આ નફામાંથી ખૂબ મોટો ભાગ કાઢી લીધો. ટેસલાએ ’ડાયનેમો ઈલેક્ટ્રિક મશીન’ની પેટંટ પણ મેળવી હતી.

’ટેસલા ઈલેક્ટ્રિક લાઈટ એન્ડ મેન્યુફેક્ચરિંગ’ દ્વારા ’અલ્ટરનેટિંગ કરંટ’ વીજપુરવઠા ઉપર આધારિત મશીનોના ઉત્પાદનની ટેસલાની યોજના હતી. પરંતુ રોકાણકારોને એમની આ યોજનામાં રસ નહતો. રોકાણકારોએ ટેસલાને એમની પોતાની જ કંપનીમાંથી બહાર કાઢ્યા અને  કંપનીના ખૂબ જ ઓછા શેર હાથમાં આવેલા ટેસલાને પોતે જ સ્થાપન કરેલી કંપની છોડવાની વેળા આવી. એક સાચા સંશોધકને લોભીવૃત્તીના બલી બનવુ પડ્યુ. પરંતુ ટેસલા નિરાશ થયા નહીં.

આ ઉમદા વ્યક્તિત્વના સ્વામી એવા સંશોધકના હાથમાં કાણી કોડી પણ બચી નહતી. એમને રસ્તા ઉપર ખોદકામ કરીને પોતાનો ઉદર નિર્વાહ કરવાનો વખત આવ્યો. સંશોધન સર્વોચ્ચ સ્તરનું કામ અને ખોદકામ હીન સ્તરનું કામ છે એવો કોઈ ભેદભાવ ટેસલાના મનમાં નહતો. શ્રમનો મહિમા એ સમજતા હતા. એથી જ આ કામ પણ એમણે પોતાની પૂરી નિષ્ઠાથી કર્યુ. એમના પરમેશ્વર ઉપરના દ્રઢ વિશ્વાસને કારણે જ આવા કપરા સમયનો પણ તેઓ ધીરજપૂર્વક સામનો કરતા રહ્યા. એ પરમેશ્વરે પણ ટેસલાની કદી જ ઉપેક્ષા કરી નહીં. ટેસલાના જીવનમાં ઘડેલી અનેક અતર્ક્ય ઘટનાઓ આ વાતની સાક્ષી પૂરે છે.

૧૮૮૭ ના એપ્રિલ મહિનામાં ટેસલાએ ’ ટેસલા ઈલેક્ટ્રિક કંપની’ નામની નવી કંપની શરુ કરી. એમની આ કંપનીને ’ન્યૂયોર્ક’ના વકિલ ’ચાલ્સ પીક’ અને ’વેસ્ટર્ન યુનિયન’ ના ડાયરેક્ટર ’અલ્ફ્રેડ બ્રાઉન’ નું આર્થિક પીઠબળ પ્રાપ્ત થયુ હતુ. ’અલ્ટરનેટિંગ કરંટ સિસ્ટમ’ ની મદદ વડે ઉત્તમ દર્જાના ઉત્પાદનો તૈયાર કરવા આ પોતાનું ધ્યેય ટેસલાને આ કંપનીદ્વારા સાધ્ય કરવુ હતુ. એ માટે એમણે ન્યૂયોર્કના મેનહટનમાં પ્રયોગશાળા શરુ કરી. એક જ વરસમાં એમણે ’બ્રશલેસ અલ્ટરનેટિંગ કરંટ ઈંડક્શન મોટર’ તૈયાર કરી અને તેની પેટંટ પણ મેળવી. આ મશીન ’રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ’ આ તત્વ પર આધારિત હતુ.

૧૮૮૮ની સાલમાં ટેસલાના મિત્ર અને ’ઈલેક્ટ્રિક વલ્ડ મેક્ઝિન’ના સંપાદક થોમસ માર્ટિને ટેસલાને ’અલ્ટરનેટિંગ કરંટ સિસ્ટમ’ પ્રદર્શિત કરવાની તક પ્રાપ્ત કરાવી આપી. ’અમેરિકન ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈલેક્ટ્રિક ઈંજિનિઅર્સ’ (એઆયઈઈ) સામે ટેસલાને ’એસી કરંટ’ પ્રદર્શિત કરવાની મળેલી આ તક જબરદસ્ત પરિણામકારક સાબિત થઈ. ’એઆયઈઈ’ આ સંસ્થા આજના સમયમાં ’આયઈઈઈ’ અથવા ’આય ટ્રિપલ ઈ’ તરીકે ઓળખાય છે. આ સંસ્થા જગતભરના ઈલેક્ટ્રિકલ ઉત્પાદનોનો દરજ્જો નક્કી કરે છે. એ સમયમાં પણ આ સંસ્થાનું ખૂબ મોટુ નામ હતુ.

ટેસલાનો પ્રયોગ જોવા માટે આ ક્ષેત્રમાંની દિગ્ગજ વ્યક્તિઓ તો આવી હતી જ સાથે સાથે સંશોધક, ઈંજિનિઅર્સ, ઉદ્યોગપતીઓ અને મિડિયાના પ્રતિનિધીઓ પણ મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા. આ બધા સામે ટેસલાએ ’એસી કરંટ સિસ્ટમ’ ના પ્રદર્શનો કર્યા અને તે કેટલી વ્યવહારુ છે એ બતાવી આપ્યુ. ’એસી કરંટ સિસ્ટમ’ એડિસને બનાવેલી ’ડીસી સિસ્ટમ’ કરતા અનેકગણી ઉપયોગી અને વ્યવહારુ છે એ એમણે સ્પષ્ટ કર્યુ. ’એસી સિસ્ટમ’ને કારણે વીજળીનો અપવ્યય થતો નથી. ઉપરાંત લાંબા અંતર સુધી વીજળીનો પૂરવઠો કરવાનું આ પદ્ધતીને લીધે સહજ શક્ય બને છે. આ વાત એમણે પ્રમાણ આપીને સિદ્ધ કરી. એમના આ પ્રદર્શનથી ત્યાં હાજર લોકો અચંબિત થઈ ગયા.

ટેસલાની ’એસી સિસ્ટમ’ ને લીધે ફક્ત ઘરજ નહીં પરંતુ કારખાના અને વાહનવ્યવહાર માટે પણ વીજપુરવઠો પૂરો પાડવાનું સહજ શક્ય હતુ. આ બધુ જોઈને હાજર લોકો ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. ત્યાં હાજર લોકોમાં ’જોર્જ વેસ્ટિંગહાઉસ’ નામના દૂરદ્રષ્ટી ધરાવતા એક ખૂબ મોટા ઉદ્યોગપતી પણ હાજર હતા. એમણે ટેસલાને મળવાનું નક્કી કર્યુ અને એમને ’ડિનર’ માટે આમંત્રિત કર્યા. આ મુલાકાતમાં વેસ્ટિંગહાઉસે ટેસલા સામે  એક અતિશય આકર્ષક પ્રસ્તાવ મૂક્યો. ટેસલાની પેટંટ ખરીદવા માટે એમણે દસ લાખ ડોલર્સ આપવાની તૈયારી બતાવી. એટલુ જ નહીં પરંતુ ટેસલાનું તંત્રજ્ઞાન વાપરીને તૈયાર થનારા દરેક ’હોર્સપાવર ઈલેક્ટ્રિસિટી’ માટે એક ડોલર આપવાનું પણ કબૂલ કર્યુ.
The Stepping Stones of Dr. Nikola Tesla

આ વ્યવહાર માત્ર પૈસા આપવા પૂરતો જ મર્યાદિત નહતો. તો ટેસલાએ પોતાનુ સંશોધન શેના માટે અને કેવી રીતે વાપરવુ એ માટેનો સંપૂર્ણ અધિકાર પણ વેસ્ટિંગહાઉસે એમને આપેલો હતો. આ કરાર ઉપર સહીસીક્કા થઈ ગયા બાદ, વેસ્ટિંગહાઉસે ટેસલાને પોતાની પીટસબર્ગમાં આવેલી પ્રયોગશાળામાં કંસલ્ટંટ તરીકે નિમણૂક કર્યા. અહીં જ ટેસલાએ ઈલેક્ટ્રિક કાર માટે ’એસી’ સિસ્ટમ તૈયાર કરી. આજે ’ઈલેક્ટ્રિક કાર’ નો ઉપયોગ વિશ્વના ઘણા દેશોમાં થાય છે. પરંતુ તેનું તંત્રજ્ઞાન હજીસુધી અપેક્ષિત પ્રગતી કરી શક્યુ નથી એ એક વાસ્તવિકતા છે. અહીં ટેસલાનું મહત્વ આપણને સમજાય છે. ટેસલાએ ૧૮૮૮ની સાલમાં ’ઈલેક્ટ્રિક કાર’ માટે ’એસી કરંટ સિસ્ટમ’ તૈયાર કરી હતી.

૧૮૯૧ ની સાલમાં ટેસલાને અમેરિકાનું નાગરિકત્વ મળ્યુ. એમના જીવનની આ ખૂબ જ મોટી ઘટના હતી. આ જ વરસમાં ટેસલાએ ન્યુયોર્કમાં હજી એક પ્રયોગશાળા સ્થાપન કરી. આ અને મેનહટનની પ્રયોગશાળામાં એમણે વીજળીના બલ્બ વાયર સીવાય ચાલૂ કરી બતાડવાનો વૈજ્ઞાનિક ચમત્કાર કર્યો. હા, વાયર સીવાય વીજળીનો પુરવઠો કરવાનું તંત્રજ્ઞાન ટેસલાએ લગભગ સવાસો વરસ પહેલા જ વિકસીત કર્યુ હતુ. આ તંત્રજ્ઞાન ’ટેસલા ઈફેક્ટ’ ના નામથી ઓળખાય છે. 

અત્યારસુધી ટેસલાના સામાન્ય સંશોધનોની માહિતી આપણે મેળવી. આ સામાન્ય સંશોધનો પણ આપણને ચકિત કરી નાખનારા જ હતા. પરંતુ ટેસલાએ આગળ જતાં જે સંશોધનો કર્યા એ માનવી મર્યાદાની બહાર જનારા હોવાછતાં પૂર્ણપણે વૈજ્ઞાનિક ચોકઠામાં ગોઠવાયેલા હતા. કેમકે ટેસલાના સંશોધનનો મૂળ આધાર અધ્યાત્મ જ હતો.

                                                                ક્રમશ :

http://www.aniruddhafriend-samirsinh.com/the-stepping-stones-of-dr-nikola-tesla/
Tags:

Written by

ગુજરાતી બાંધવામાટે ખાસ સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂ નો માહિતી નો બ્લોગ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com