AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

ગુરુવાર, 18 જાન્યુઆરી, 2018

૪ સેવાઓનો ઉપહાર ...

Share & Comment

પરમ પૂજ્ય સદ્‌ગુરુ શ્રીઅનિરુધ્ધ બાપુએ ૩૦ નવેમ્બર ૨૦૧૭ના રોજ પિતૃવચનમાં "૪ સેવાઓનોના ઉપહાર” વિષે સમજાવ્યુ હતું...
દર વર્ષે, દરરોજ, પ્રતિક્ષણે પ્રત્યેક શ્રધ્ધાવાનના મનમાં, પ્રત્યેક મનુષ્યના મનમાં વિચાર આવે છે કે હું જે સ્થિતીમાં છું તેમાંથી આગળ કેવી રીતે વધી શકુ, મારો વિકાસ કેવી રીતે કરી શકુ, મને સુખ કેવી રીતે પ્રાપ્ત થશે, મારા દુ:ખનું હરણ કેવી રીતે કરી શકાય, કેવી રીતે મારા દુ:ખોનો નાશ કરી શકાય, દરેકના મનમાં આવી કંઇક ચિંતા રમતી હોય છે.

માટે પુણ્યપ્રાપ્તિ માટેના માર્ગ શોધવામા આવે છે અને પાપશમનના માર્ગ, પાપવિમોચનના માર્ગ શોધવામા આવે છે. પરંતુ ઘણા પ્રયાસ કરવા છ્તાં પણ ક્યારેક કશુંય પ્રાપ્ત થતુ નથી. પરિણામે આપણી સાથે શ્રીગુરુક્ષેત્રંમંત્ર, શ્રીસ્વસ્તિક્ષેમ સંવાદં, શ્રીશબ્દધ્યાનયોગ, ગુહ્યસૂક્તં આપણી સાથે છે. માતૃવાત્સલ્યવિંદાનં, માતૃવાત્સલ્ય ઉપનિષદ, રામરસાયણ અને શ્રીઅનિરુધ્ધગુરુક્ષેત્રં આપણી સાથે છે. પરંતુ આ સાથે અન્ય બીજું પણ કંઇ સાથે રહે છે, ઘણા બધા લોકો મને પત્ર લખે છે, દર ગુરુવારે ઘણા લોકો કહેતા રહે છે, બાપુ અમે મંત્રજાપ કરવા ઇચ્છીએ છીએ, સ્તોત્ર પઠણ કરવાઇચ્છીએ છીએ પરંતુ સંસ્કૃત ઉચ્ચારણ સરળતાથી કરી શકતા નથી. પરિણામ સ્વરુપે આ યોજનાઓ બનાવવામા આવી છે. આજે હું જે ચાર યોજનાઓ વિષે સમજાવીશ તે દરેકના હિત માટે અને અહિતકારક વસ્તુ દૂર કરવા માટેની જ છે. પહેલી યોજના છે -

૧) સ્તોત્ર પઠણ અને મંત્ર પઠણ પાઠશાળા ...
આ યોજના બે સ્થળે કાર્યરત રહેશે અને રવિવારે તેના વર્ગ રહેશે. શ્રીક્ષેત્ર જૂઇનગર અને શ્રીઅનિરુધ્ધગુરુક્ષેત્રં આ વર્ગ રહેશે. તેના ચીફ કન્વેનર રહેશે શ્રીઅજિતસિંહ પાધ્યે અને કો-કન્વેનર્સ રહેશે ડો. કેશવસિંહ નર્સિકર અને સચિનસિંહ રેગે. તેમની સાથે અન્ય બીજા  કેટલાક લોકો પણ રહેશે. આપણા સિનિયર વોલેન્ટિયર્સ નાના નાના ગ્રુપમાં તમારી સાથે બેસીને મંત્ર - સ્તોત્ર કરશે અને તમને કરેકટ પણ કરશે. જ્યાં તમારી ભૂલ થશે તેને સુધારશે પણ ખરા.

કૃપાસિંધુમાં આ માટેનું ટાઇમ ટેબલ આપવામા આવશે. એક મહિના પહેલા રવિવારે શું શીખવવામાં આવશે તેની જાણ કરવામા આવશે. સીસીસીસી દ્વ્રારા પણ દરેક કેન્દ્રને આ વિષે માહિતી આપવામા આવશે. પરિણામે આપણે હંમેશા શીખતા રહીશું. જે સ્ત્રોત્રનું આપણે પઠણ કરવા માંગતા હોઇએ તે બરાબર કેવી રીતે કરવુ જોઇએ, શું સાચુ છે અને શું ખોટુ છે એ બધુ શીખવવામા આવશે.

આપણા મહાધર્મવર્મન ડો. યોગીન્દ્રસિંહ જોશી અને ડો. વિશાખાવીરા જોશી પણ શ્રીઅજિતસિંહ પાધ્યેને સહાયતા કરશે, માર્ગદર્શન આપશે. ૨૧ જાન્યુઆરીથી આ યોજનાની શરુઆત કરવામા આવશે.

૨૧ જાન્યુઆરીએ માઘી ગણેશ ચતુર્થી છે અને તે દિવસથી આ યોજનાનો આરંભ થશે. જ્યારે આપણે બરાબર પઠણ કરીશુ ત્યારે આપણા મનને પણ સંતોષ થશે અને ભગવાન પણ સંતુષ્ટ થશે કારણ કે આપણે શીખવા માટે પ્રયાસ કર્યા છે. ભગવાનને શું જોઇએ છે તો પ્રેમ, ભક્તિ, પ્રયાસ, પુરુષાર્થ.

આ પણ એક પુરુષાર્થ જ છે. ભક્તિ પુરુષાર્થ કરવા માટે મંત્ર - સ્તોત્ર પઠણ બરાબર થાય, તેનુ ઉચ્ચારણ બરાબર થાય એ સર્વ કંઇ પ્રયાસમા જ આવે છે, પુરુષાર્થમાં જ આવે છે. તેથી આ અવસર આપણને પ્રાપ્ત થયો છે કે આપણે કેવી રીતે સારી રીતે  મંત્ર - સ્તોત્રનુ પઠણ કરી શકીએ.

બધા જ સ્તોત્ર અહીં શીખવવામા આવશે. ઘોરકષ્ટોધરણથી લઈને દેવી અપરાધક્ષમાપન સ્તોત્ર સુધી, દેવી અર્થવશીર્ષ અને ઉપનિષદની બધી પ્રાર્થનાઓ શીખવવામા આવશે. દત્તમાલામંત્ર મંત્ર પણ શીખવવામા આવશે. બધુ જ શીખવવામા આવશે અને એ પણ તમારા હાથ પકડીને, નહિં કે નીચુ નમાવીને. ગમે એટલી ભૂલો થશે તો પણ તમને કોઇ નીચુ પાડશે નહિં, કોઇ નિંદા કરશે નહિં. પ્રેમપૂર્વક બધુ શીખવવામા આવશે. આ પહેલી યોજના છે.

બીજી યોજનાના પણ વર્ગ રહેશે.

૨) પવિત્ર મુદ્રા વર્ગ ...
આપણામાંથી ઘણા લોકોએ મુદ્રા શીખી છે. જે મુદ્રાઓ આપણે હાથથી કરીએ છીએ અને તેની સાથે સ્તોત્ર પઠણ કરવાથી, ગુહ્યસૂક્તં સાંભળવાથી જે લાભ થાય છે તેનો અનુભવ ઘણા લોકોએ કર્યો છે. દરેક જગ્યાએ આ મુદ્રા શીખવવામા માટે આપણે સીડી બનાવી રહ્યા છે અને આ સીડી મરાઠી, હિંદી, અંગ્રેજીમાં રહેશે તથા ગુજરાતી, કન્નડ, તેલુગુ પણ આવશે. આ મુદ્રાઓ સાથે થોડી જાણકારી પણ આપવામા આવશે અને મુદ્રાઓ શીખવવામા પણ આવશે અને તેનુ પ્રાત્યક્ષિકનુ રેકોર્ડીંગ કરીને સીડી દ્વ્રારા કેન્દ્ર પર પણ ઉપલબ્ધ કરવામા આવશે અને દરેક વ્યક્તિ માટે આ ઉપલબ્ધ રહેશે. તેથી આપણે ઘરે બેસીને પણ મુદ્રા શીખી શકીશુ અને બહાર જવાની આવશ્યકતા રહેશે નહિં તથા આપણે સીડી ખરીદવી નહિં હોય તો કેન્દ્ર પર જઈને પણ શીખી શકાશે. કેન્દ્ર આ માટે યોજના તૈયાર કરશે કે ક્યા દિવસે સીડી મૂકવામા આવશે અને કોઇ જાણકાર વ્યક્તિ ત્યાં પ્રત્યક્ષ રુપે બતાવશે. આ મુદ્રાઓથી શું થાય છે? આ વિષે મેં પહેલા પણ સમજાવ્યું હતુ કે મુદ્રાના કારણે આપણા શરીરની નાડીઓ એટલે ઉર્જા સ્તોત્ર અને આપણા સપ્તચક્ર છે, તેમના કનેક્શન છે તે ઉચ્ચ સ્તરે પહોંચે છે અને શાંત થાય છે. શાંત થવાના કારણે તેમા રહેલ ઉર્જાનો પ્રભાવ ઉચિત ગતિએ ચાલે છે. પરિણામે આપણા માનસિક અને શારીરિક આરોગ્યને સહાયતા મળે છે. મુદ્રાના વર્ગ પણ એ જ દિવસ્થી શરુ થશે. આ માટેની સીડી પણ રહેશે અને ગાઈડ કરનાર વોલેન્ટિયર પણ રહેશે. આ બંને વર્ગ અર્થાત મંત્ર સ્તોત્ર પઠણ અને મુદ્રાના વર્ગ માટે કોઇપણ શુલ્ક રહેશે નહિં. તેનુ મૂલ્ય રહેશે માત્ર ભક્તિ, પ્રેમ.

૪ સેવા-ઉપહાર-Gift-4-Yojanas-Aniruddha-Bapu
૪ સેવાઓનો ઉપહાર (The Gift of 4 Yojanas)
૩) રામનામના કાગળમાંથી સમિધા ...
આ બહુ અલગ વસ્તુ છે. આપણે રામનવમીના દિવસે અને ધનતેરસના દિવસે તથા વિશેષ ઉત્સવનાં દિવસે યજ્ઞ કરીએ છીએ. આ માટે ઉપયોગમા આવતા સમિધા વૃક્ષમાંથી જંગલમાંથી આવે છે અને આ માટે ઝાડ કાપવા પડે છે. રામનામ બુકના કાગળ પણ ઝાડમાંથી જ તૈયાર કરવામા આવે છે. આજે ઝાડ એટલા બધા કાપવામા આવે છે કે ભારતમા અને સમગ્ર જગતમા ગ્લોબલ વોર્મિંગ થાય છે. આપણે મુંબઈમાં જોઇએ છીએ કે કેવી રીતે વરસાદ આવે છે, કોઇવાર વધારે વરસાદ આવે છે તો કોઇવાર આવતો જ નથી. દિવસ દરમ્યાન ગરમી તો પડે છે અને ગ્લોબલ વોર્મિંગ થાય છે, તાપમાન વધે છે, તેના માટે માત્ર આ એક ઉપાય છે, વૃક્ષ બચાવી શકાય છે. તેથી મેં નિર્ણય કર્યો છે કે હવે પછી યજ્ઞમાં સમિધા રામનામના કાગળમાંથી બનાવવામા આવશે. આ માટેની સીડી પણ તૈયાર કરવામા આવશે. કેન્દ્ર પર અથવા શ્રીહરિગુરુગ્રામમાં તમને કાગળ મળશે, કાગળનો પલ્પ કેવી રીતે બનાવી શકાય એ પણ શીખવવામા આવશે. તમે ઘરે બેસીને આ સેવા કરી શકો છો.

તમે જે સમિધા બનાવશો તેની પવિત્ર યજ્ઞમાં આહુતિ આપવામા આવશે.દત્ત ભગવાન માટે, ચંડિકામાતા માટે, હનુમાનજી માટે, શ્રીરામ માટે. સમીધા બનાવીને સૂકાઇ ગયા બાદ કેન્દ્ર પર અથવા શ્રીહરિગુરુગ્રામમા જમા કરવાના રહેશે. આ સમગ્ર યોજના વ્યવસ્થિત રુપે બતાવવામા આવશે. આનાથી શું લાભ થશે? રામનામ સમાન પવિત્ર કાગળથી સમિધા બનશે તે સૌથી વધારે પવિત્ર રહેશે. આ ઉપરાંત વૃક્ષ કાપવામાંથી બચી જઈશું. તેથી પૂણ્ય પ્રાપ્તિ થશે અને શ્રમ કરીને બનાવેલ સમિધાની આહુતિ આપવાથી પૂણ્ય મળશે. કાગળ કેન્દ્ર પરથી મળશે અને સીડી પણ કેન્દ્ર તથા શ્રીહરિગુરુગ્રામમા બતાવવામા આવશે. વારંવાર બતાવવામા આવશે તેથી વારંવાર શીખી શકીશું. ૨૧ જાન્યુઆરી બાદ થનારા યજ્ઞમાં આ જ સમિધાનો ઉપયોગ કરવામા આવશે. રામનવમી અને ધનતેરસના દિવસે કેટલા બધા સમિધાનો ઉપયોગ થાય છે એ તમે જાણો છો. રામનામ કાગળમાંથી તૈયાર થયેલ સમિધા અધિક પવિત્રતા પ્રદાન કરનાર જ છે, પૂણ્ય પ્રદાન કરનાર છે.

૪) શ્રીવનદુર્ગા યોજના ...
આપણે ઘરે ફળ ખાઈએ છીએ, જેમ કે ચીકુ તેના બીયા મોટા હોય છે અને જલ્દી ખરાબ થતા નથી. સીતાફળના બીયા પણ ખરાબ થતા નથી. આપણે જે ફળ ખાઈએ છીએ જેના બીયા મોટા હોય અને જલ્દી ખરાબ થતા ના હોય એ બધા એકત્ર કરીને કેન્દ્ર પર જમા કરી શકાશે. શ્રીહરિગુરુગ્રામમા પણ જમા કરી શકાશે. ત્યારબાદ જેઓ છોડ ઉગાડવા ઇચ્છતા હોય એ લોકો બહાર જાય અથવા પિકનિક પર જાય ત્યારે રસ્તામા કોઇ ખુલ્લી જગ્યા દેખાય ત્યા આ બીયા રોપી શકે છે. આપણે શું કરવાનુ છે? જમીનની અંદર ઢાંકીને ઉપર થોડુ પાણી નાખવાનુ છે. ધારોકે સો બીયા માંથી પચાસ પણ ઉગે તો આપણા માટે સારુ છે. જ્યાં જઈએ ત્યા આપણે આ કાર્ય કરી શકીએ છીએ. બીયા રોપતા સમયે આપણે ૐ નમશ્ર્ચન્ડિકાયૈ અથવા ૐ શ્રીવનદુર્ગાર્યૈ નમ: બોલવાનુ છે.

શ્રીશ્ર્વાસમ દરમ્યાન આપણે માતાજીના ૨૪ રુપના દર્શન કર્યા હતા તેમાથી એક રુપ અવતાર વનદુર્ગા હતાં. વનદુર્ગા માતાજીનો શક્તિશાળી અવતાર છે. આપણે કહીએ છીએ - નમો દેવ્યૈ મહાદેવ્યૈ શિવાયૈ સતતં નમ:... નમ: પ્રકૃત્યૈ ભદ્રાયૈ નિયત: પ્રણત: સ્મ તામ...પ્રકૃત્યૈ ભદ્રાય ભદ્રા પ્રકૃતિ અર્થાત કલ્યાણ કરનારી પ્રકૃતિ, આ પણ માતાનું જ રુપ છે. મારી માતાનુ જ એક રુપ છે. મા જગદંબાનુ એક રુપ છે વનદુર્ગા. આવી રીતે આપણે બીયા રોપતા રહીશુ તો ક્યારેક ને ક્યારેક તો વૃક્ષ ઉગશે. ઉપાસના સ્વરુપે આ કરવાનુ છે. આપણે બહાર જઈશુ અથવા કોઇ જંગલ જેવી જગ્યા હોય, હવે તો શહેરની બહાર જ જઈએ છીએ, આ સમયે દશ બીયા પણ રોપીશુ અને થોડુ પાણી નાખીશુ તો કમ સે કમ બે ઝાડ તો ઉગશે ને. આનાથી વનદુર્ગા સંતુષ્ટ થશે, પ્રસન્ન થશે. તેથી હુ ઈચ્છુ છુ કે વનદુર્ગા પ્રસન્ન થાય. જો તમે ઘરે ફળ ખાઇને બહાર જઈને જાતે બીયા રોપી દેશો તો પણ કોઇ વાંધો નથી. આ પણ ઉપાસના જ છે. બીયા રોપતા સમયે બંને મંત્ર અથવા બે માંથી એક મંત્ર જપ કરીશુ તો પણ ચાલશે, એક જ માતાના બંને મંત્ર છે. આ વનદુર્ગા યોજનાના કારણે આપણે નિસર્ગને અને તેની શક્તિને આપણા માટે હિતકારક બનાવી શકીએ છીએ. અનુકુળ બનાવી શકીએ છીએ. નિસર્ગમા રહેલી જીવનીય શક્તિ આપણી અંદર જોરથી આવી શકે છે. જીવનીય શક્તિથી આપણી બુદ્ધિ તેજ થાય છે. આપણી ઇન્દ્રિય સશક્ત બને છે અને આયુ વધે છે. આ યોજના અને અન્ય બીજી યોજના કાર્ય પણ ૨૧ જાન્યુઆરીથી શરુ થશે. તમે વિચારશો કે વનદુર્ગા અને ગણેશજીનો શું સંબંધ છે? આ મૂલાર્ક ગણેશ ગુરુક્ષેત્રંમાં ક્યાંથી આવ્યા છે? આ માંદાર વૃક્ષના મૂળમાંથી આવ્યા છે. માંદાર વૃક્ષ ૨૫ વર્ષથી વધારે ઉમ્મરનું હોય છે, પાણીની જગ્યાની પાસે હોય છે, પૂર્વ દિશામા સ્થિત છે આવા વૃક્ષના મૂળમાંથી જ એક માંદાર ગણેશ એક મૂલાર્ક ગણેશ તૈયાર થાય છે. તેથી આરાધના કરવી પડે છે. આવી રીતે આરાધના કરીને આપણે મૂલાર્ક ગણેશની સ્થાપના કરી છે. આ પણ પ્રકૃતિના પુત્ર જ છે. મા વનદુર્ગાના પુત્ર કહેવાય છે. વનદુર્ગા યોજનામાં આપણે દુર્ગા માતા સાથે તેમના પુત્ર ગણપતિની પણ આરાધના કરીશું. તેનુ પણ ફળ આપણને મળશે.

આ ચારેય યોજના વિશે વાત કરી છે, તે આપણા હિત માટેની છે. મારા શ્રદ્ધાવાન બાળકો વિકાસ કરવા ઇચ્છતા હોય પૂણ્ય પ્રાપ્ત કરવા માંગતા હોય, અહિતકારક વસ્તુ ત્યાગ કરવા માંગતા હોય તેમના માટે આ ચારેય યોજનાઓ બહુ જ સહાયકારી અને બળ પ્રદાન કરનાર છે. મને પૂર્ણ વિશ્ર્વાસ છે કે આજદિન સુધી જેટલી પણ યોજનાઓ મેં તમારી સમક્ષ રજૂ કરી છે તેમા સહભાગી થયા છો. આ ચાર યોજનામા પણ મારા બધા બાળકો સાથ આપશે. ૨૧ જાન્યુઆરી બાદ આ ચારેય યોજનાઓ શરુ થનારી છે. હમણા પાઠશાળાના વર્ગમા ફિક્સ નંબર હશે ૩૦ અથવા ૪૦ અથવા ૧૦૦, ત્યારબાદ વધારે લોકો માટે બીજા વર્ગ પણ રહેશે. એવુ નથી કે એક કલાક થઈ ગયો અને નહિં આવી શક્યા તો પરત જઈએ. ટાઇમ તો ફીક્સ  હશે, આ સમય દરમ્યાન ૪૦ લોકોની બેસવાની વ્યવસ્થા હશે અને પાંચ લોકો વધારે ઉભા હશે તો અંદર લેવામા આવશે પરંતુ અડધા કલાક બાદ આવશો તો અંદર લેવામા આવશે નહિં. ટાઇમ લિમિટ તો રાખવી પડશે. નહિં તો દિવસ દરમ્યાન ચાલુ રહેશે.

આપણે બધા સંસ્થાના અન્ય બીજા કામ ડિસીપ્લીનમા કરતા રહીએ છીએ એવી રીતે આ વર્ગ પણ ચાલશે. મુદ્રાની સીડી પણ મળશે. સમિધા પણ તમે લોકો બનાવશો અને યજ્ઞમાં અર્પણ પણ કરવામા આવશે. આ સમિધાનો ઉપયોગ હું સ્વયં કરવાનો છું. સમિધા બનાવવાની પધ્ધતિની સીડી પણ બતાવવામા આવશે. આ ચારેય યોજના તમારા મનમા બેસી ગઈ છે બુદ્ધિમા બેસી ગઈ છે. જો તમને એવુ લાગતુ હોય કે અમારા બાપુ અમારા માટે ઉપહાર લઈને આવ્યા છે તો અવશ્ય તેને અપનાવો. જે અપનાવવા ઇચ્છે છે તેની સાથે હું ઉભો રહીશ, તેમને સહાય કરવા માટે. જે નથી ઇચ્છતા તેમના માટે હું પ્રયાસ કરીશ કે તેમના મનમા આ ઇચ્છા પ્રગટ થાય અને આ યોજનાનો લાભ લે. જે કોઇ આ યોજનામા સહભાગી થશે તેમને મારા ઘણા ઘણા આર્શીવાદ. 

આ ચાર યોજના વિષે આપણા સદ્‌ગુરુ શ્રીઅનિરુધ્ધ બાપુએ પિતૃવચનમા સમજાવ્યુ છે એ તમે આ વિડીઓમાં નિહાળી શકો છો. 
Tags:

Written by

ગુજરાતી બાંધવામાટે ખાસ સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂ નો માહિતી નો બ્લોગ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

ઈમેલ થી ફૉલો કરો

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com