AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

રવિવાર, 25 ફેબ્રુઆરી, 2018

વર્લ્ડ કોલંબિયન એક્સ્પો

Share & Comment
આજકલ ફૂટબોલ વર્લ્ડ્કપની ધૂમધામ ચાલુ છે. તૈયારી પણ ચાલે છે. દુનિયાની સૌથી ઇવેન્ટ સ્વરુપે બ્રાઝિલમાં ચાલતી ફૂટબોલ વર્લ્ડકપનો ઉલ્લેખ કરવામા આવે છે. આજે આવી પ્રકારની ઇવેન્ટ આયોજીત કરવી અને યશસ્વી કરી બતાવવી એ તંત્રજ્ઞાન વ્યવસ્થાપનોંના વિકાસના કારણે બિલકુલ સરળ વિષય બની ગયો છે. પરંતુ ૧૮૯૩માં આવી સ્થિતી નહોતી. તેથી અમેરિકાના શિકાગોમાં આયોજીત વર્લ્ડ કોલંબિયન એક્સ્પોનું અપાર મહત્વ રહ્યું હતું. ૧૨૦ વર્ષો પછી આ એક્સ્પોનું મહત્વ સ્થિર રહેશે એ વાતની સાક્ષી પૂરાવતો ઇતિહાસ છે. ડો. ટેસલા કાર્યરત રહેનાર વેસ્ટિંગહાઉસ ઇલેકટ્રિક કંપનીને વિધુતભાર સંવાહન કરવાનો પ્રોજેક્ટ મળે નહિં એ માટે થોમસ એલ્વા એડિસનના જનરલ ઇલેક્ટ્રિકે ઘણા પ્રયાસ કર્યા હતાં. તેની પાછ્ળ આ એક્સ્પોને મળનાર વલય અને પ્રતિષ્ઠા હતી.

અમેરિકાની શોધ કરનાર ખ્રિસ્તોફર કોલંબસે અમેરિકામાં પગ મૂક્યાને ૪૦૦ વર્ષ પૂર્ણ થયા એ ખુશીમાં આ અતિભવ્ય પ્રદર્શન આયોજીત કરવામા આવ્યુ હતું. અહીં એક્સ્પો હતું. તેના મધ્યભાગમાં એક વિશાળ તળાવ બનાવવામા આવ્યુ હતું. કોલંબસની યાત્રાના પ્રતિક સ્વરુપે આ તળાવનુ નિર્માણ કરવામા આવ્યુ હતું.

વર્લ્ડ કોલંબિયન એક્સ્પો
૧ મે ૧૮૯૩ના દિવસે આ વર્લ્ડ કોલંબિયન એક્સ્પોઝિશનનો આરંભ થયો અને ૩૦ ઓક્ટોબરના દિવસે તેનુ સમાપન કરવામા આવ્યું હતું. છ મહિના સુધી કાર્યરત આ એક્સ્પોમાં દુનિયાભરના કુલ ૪૬ દેશ સહભાગી થયા હતાં. આશરે ત્રણ કરોડ નાગરિકોએ આ સમારોહનો આનંદ લીધો હતો. આટલા મોટા પાયા પર આયોજીત કરેલ એક્સ્પો માટે ૬૩૦ એકર જમીન પર એ સમયે ૨૦૦ તાત્કાલિક ઇમારતો બનાવવામા આવી હતી. તેમા ખેતી, ખાનકામ, કળા, યંત્ર, ઇલેક્ટ્રિકસીટી તથા યાતાયાત વગેરેનું પ્રદર્શન કરવામા આવ્યુ હતું.

પરિણામ સ્વરુપે તેને સાંસ્કૃતિક મહત્વ પ્રાપ્ત થયુ હતું. વિવિધ દેશોની સંસ્કૃતિની ઝ્લક દર્શાવતા અનેક દાલન અહીં હતાં. પરંતુ યુરોપિય દેશોથી ૩૫ લડાકૂ જહાજ અને દશ હજાર સૈનિકથી અધિક નૌદલ અધિકારી અને નૌસૈનિક પોતપોતાના દેશોનું સામર્થ્ય પ્રદર્શિત કરતા હતાં. અહીં આશરે ૩૫ લાખ ચોરસફૂટ જગ્યા પ્રાત્યાક્ષિક માટે રાખવામા આવી હતી. તેમા સૌથી મોટુ પ્રદર્શન હતુ ઇલેક્ટ્રિસીટીનું ડો. નિકોલ ટેસલા તથા વેસ્ટિંગ હાઉસ ઇલેક્ટ્રિસીટી કંપની આ એક્સ્પો માટે જોરદાર તૈયારી કરતા હતાં. અલ્ટરનેટિંગ કરન્ટનું પ્રદર્શન દુનિયા સમક્ષ રજૂ કરવા માટે ડો. ટેસલા પાસે આ એક મોટો અવસર એક્સ્પો સ્વરુપે સામેથી આવ્યો હતો. આ માટે ડો. ટેસલાએ ૧૨૦૦ કિમી.નો પ્રવાસ કરીને શિકાગો પહોંચીને આ પ્રદર્શનની તૈયારી શરુ કરી હતી.

પરંતુ આ તકનો સ્વીકાર કરવુ એ સરળ પણ નહોતું. માત્ર અલ્ટરનેટિંગ કરન્ટ અર્થાત એવી સિસ્ટમનો ઉપયોગ કરીને સંપૂર્ણ એક્સ્પોને વિધુતભાર સંવાહન કરવા માટે ડો. ટેસલાએ દિનરાત પરિશ્રમ કરવો પડ્યો હતો.

આ સમયે નૈસર્ગિક સ્થિતી પણ પૂર્વતૈયારી કરવા માટે અનુકુળ નહોતી. કડાકેદાર ઠંડીના કારણે આ પૂર્વતૈયારી થોડા સપ્તાહ માટે સ્થગિત કરવી પડી હતી. આમ છ્તાં આ બધી અડચણની ચિંતા કર્યા વગર ડો. ટેસલાએ સતત પોલિફેજ એસી સિસ્ટમને દુનિયા સામે લાવવા માટે સંઘર્ષ કરતા હતાં. માત્ર નૈસર્ગિક આપત્તિ જ નહીં પરંતુ જનરલ ઇલેક્ટ્રિક કંપનીએ પણ ડો. ટેસલાને કાર્યરત ના રહેનાર વેસ્ટિંગ હાઉસ કંપનીના પેટન્ટના નિયમ ઉલ્લઘંન કરવાના આરોપસર કોર્ટમાં લઈ ગયા હતાં.

જનરલ ઇલેક્ટ્રિક પાસે પેટન્ટયુક્ત ઇલેક્ટ્રિક બલ્બનો ઉપયોગ કરવા માટે તેણે વેસ્ટિંગ હાઉસને અટકાવ્યા હતાં. તેથી આ એક્સ્પો માટે ત્રણ મહિના બાકી હતા ત્યારે વેસ્ટિંગ હાઉસ કંપનીને કોર્ટમાં લઈ ગયા હતાં .પરંતુ  વેસ્ટિંગ હાઉસની કંપનીએ અને ડો. ટેસલાએ અન્ય વિકલ્પ શોધી કાઢ્યો હતો.  તેમણે આ એક્સ્પો માટે માત્ર ત્રણ મહિનામાં જ બે લાખ બલ્બ તૈયાર કર્યા હતાં.

આ એક અનોખી જીત જ હતી. ૧૮૯૩માં અમેરિકામા ઉપયોગમાં આવતા બલ્બની સરખામણીમાં આ બે લાખ બલ્બની સંખ્યા ૨૫% વધારે હતી. આજે પણ અલ્પ સમયમાં બે લાખ બલ્બ તૈયાર કરવાનું કાર્ય કઠિણ જ છે. ૧૮૯૩માં ઉધોગનો વિકાસ થયો નહોતો ત્યારે વેસ્ટિંગ હાઉસ કંપનીએ અને ડો. ટેસલાએ પરિશ્રમ કરીને આ અસંભવ કાર્ય સંભવ કર્યુ હતું.

ડો ટેસલાએ માત્ર અલ્ટરનેટિંગ કરન્ટનો ઉપયોગ કરીને બે લાખ બલ્બથી સંપૂર્ણ વર્લ્ડ કોલંબિયન એકસ્પો પ્રકાશિત કર્યુ હતું. આ ઉપરાંત તેમણે આ એક્સ્પોમાં સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફર્મર, એસી કરન્ટ જનરેટર, દૂર સુધી વિધુતભાર સંવાહન કરતી ટ્રાન્સમિશન લાઈન અને ક્ષમતાયુક્ત ઇંડકશન મોટર, રેલગાડી ચલાવવાની ક્ષમતાયુક્ત મોટર અને આવી રીતે ડાયરેક્ટ કરન્ટને અલ્ટરનેટિંગમાં પરાવર્તીત કરનાર કન્વર્ટર પણ પ્રદર્શિત કર્યુ હતું. આ ઉપરાંત તેમણે પોતાના અન્ય આવિષ્કારો પણ આ પ્રદર્શનના માધ્યમથી દુનિયા સામે પ્રસ્તુત કર્યા હતાં.

આ પ્રદર્શન માટે ડો. ટેસલાએ કેટલાક વિભિન્ન પ્રયોગ કર્યા હતાં. વિશિષ્ટ પ્રકારના ગેસથી ભરેલ ટ્યૂબને પ્રકાશમાન કરી બતાવી હતી. જેમાં વિશિષ્ટ ફ્રિક્વેન્સી કરન્ટ પાસ કરીને વિભિન્ન રંગોમાં પ્રકાશિત કરી હતી અને તેની આયુ પણ અધિક હતી. ફલ્યુરોસન્ટ ટ્યૂબનો ઉપયોગ આ પહેલા પણ અન્ય કોઇએ કર્યો હતો. પરંતુ તેમાં વિભિન્ન પ્રકારના  ફ્રિક્વેન્સી કરન્ટ પાસ કરીને તેનો પ્રભાવ અને ક્ષમતા વધારવાનો શ્રેય ડો. ટેસલાને જ જાય છે.

આજે ટ્યુબલાઈટ, સીએફએલ, નિઓન, સોડિયમ વ્હેપર લેમ્પ આ બધાના સંશોધનનો પાયો સો વર્ષો પહેલાં ડો. ટેસલાએ જ નાંખ્યો હતો. આવુ અનેક સંશોધકોનું માનવુ છે.

                                                                         હરિ ૐ
Tags:

Written by

ગુજરાતી બાંધવામાટે ખાસ સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂ નો માહિતી નો બ્લોગ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

ઈમેલ થી ફૉલો કરો

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com