AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

મંગળવાર, 3 એપ્રિલ, 2018

વલ્ડ કોલંબિયન એક્સ્પો - આગળનો ભાગ

Share & Comment
    ‘વલ્ડ કોલંબિયન એક્સ્પો’ માં લૉર્ડ કેલ્વીન પણ સહભાગી થયા હતા. ‘ઈંટરનેશનલ નાયગરા કમીશન’ ના અધ્યક્ષ તરીકે તેઓ કાર્યભાર સંભાળી રહ્યાં હતા. આ ‘નાયગરા કમીશન’ પર નાયગરાના વિશ્વ વિખ્યાત જળપ્રપાતમાંથી જળવિદ્યુત ઉત્પન્ન કરવાની જવાદારી સોંપવામાં આવી હતી. ટેસલાના પ્રદર્શનને જોઈને લૉર્ડ કેલ્વીન આભા બની ગયા હતા. પહેલા ‘એસી કરંટ સિસ્ટમ’ નો વિરોધ કરનારા લૉર્ડ કેલ્વીન આ પ્રદર્શનને જોઈને ‘એસી કરંટ સિસ્ટમ’ ના પૂરેપૂરા સમર્થક બની ગયા હતા. એટલુ જ નહીં પરંતુ લૉર્ડ કેલ્વીને નાયગરા પર જળવિદ્યુત બનાવાનો પ્રોજેક્ટ ડૉ. ટેસલાની વેસ્ટીંગ હાઉસ ઈલેક્ટ્રીકલ્સ કંપનીને જ આપ્યો.

    મે ૧૮૯૩ના દિવસે ‘વલ્ડ કોલંબિયન એક્સ્પોજીશન’ ની ધમાકેદાર શરુઆત થઈ. પહેલા જ દિવસે આ ‘એક્સ્પો’ ની એક લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી. આ ભવ્ય પ્રદર્શનમાં ઠેર ઠેર ઉભા કરવામાં આવેલા વિવિધ કક્ષોમાં લોકોએ પ્રવેશ કર્યો. ‘એક્સ્પો’ નો પહેલો દિવસ હોવાથી લોકો ખૂબ જ ઉત્સાહી હતા. પરંતુ આ એક્સ્પોની આસપાસનું વાતાવરણ રાત પડતા જ્યારે વિવિધ રોશનીઓથી ઝગમગી ઉઠ્યુ ત્યારે આ એક્સ્પોમાં ભાગ લેનારાઓ ખૂબ જ વિસ્મય પામી ગયા. એ ધ્યાનમાં લેવા જેવું છે કે ૧૮૯૩ના એ સમયમાં લોકો માટે રાત્રે રોશનીનો આટલો બધો ઝગમગાટ જોવાનો એ પહેલો જ અવસર હતો. આથી લોકોને કેટલી બધી નવાઈ લાગી હશે એની માત્ર કલ્પના જ કરવી રહી.

આ જ કારણે આ ‘એક્સ્પો’ ની ‘ઈલેક્ટ્રીસિટી બિલ્ડીંગનો એરીયા’ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો હતો.
ડૉ. ટેસલાએ ‘હાય ફ્રીક્વન્સી’ તેમજ ‘હાય વ્હોલ્ટેજ’ નો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની ગેસવાળી ટ્યૂબો તૈયાર કરી હતી. એના વિશે આપણે પાછલા લેખોમાં વાંચી ચૂક્યા છીએ. આ ટ્યૂબોનો ઉપયોગ એમણે એક્સ્પોમાં વિવિધ પ્રકારની ‘લાઈટીંગ’ કરવા માટે કર્યો હતો. આજે આપણે જે ‘ટ્યૂબલાઈટ્સ’ અને ‘નિઑન સાઈન્સ’ વાપરીએ છીએ એની શરુઆત ડૉ. ટેસલા દ્વારા તૈયાર કરેલી આ લાઈટ્સમાંથી જ થઈ છે. એટલેકે ડૉ. નિકોલ ટેસલા ‘ફ્લોરિસંટ લાઈટીંગ’ ના જનક જ કહેવાય છે. ઔધોગિક ક્ષેત્રોમાં આવા પ્રકારની લાઈટ્સની ખોજ થઈ એના ૪૦ વરસ પૂર્વે જ ડૉ. ટેસલા પોતાની પ્રયોગશાળામાં આ લાઈટ્સનો ઉપયોગ કરતા હતા.

    ‘ફ્લોરિસંટ લાઈટ્સ’નું પ્રદર્શન ડૉ. ટેસલા દ્વ્રારા એક્સ્પોમાં દેખાડવામાં આવેલા અમુક પ્રયોગોમાંથી એક હતુ. ‘એગ ઑફ કોલંબસ’. જેને લીધે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ પ્રયોગ વિશે જાણતા પહેલા એની પાર્શ્વભૂમિ વિશે જાણી લેવુ વધુ યોગ્ય ગણાશે. કોલંબસે ૧૫૯૩માં અમેરિકાની શોધ કરી. એના પછી એક ચર્ચાસત્રમાં કોઈએ મુદ્દો ઉઠાવ્યો કે અમેરિકાની શોધ એ કોઈ બહુ મહાન કાર્ય નથી. ત્યાં હાજર ઘણા લોકો એની સાથે સહમત થયા. એ સાંભળીને કોલંબસ પરેશાન થઈ ગયા. એમણે ત્યાં હાજર લોકોને ચેલેન્જ કરી. એમણે પોતાના હાથમાં એક ઈંડુ લીધુ અને ત્યાં હાજર લોકોને કહ્યું કે આને કોઈપણ આધાર વગર ઉભુ કરી બતાવો. કોઈ એમા સફળ થયુ નહીં છેવટે બધાએ હાર સ્વીકારી લીધી. ત્યારે કોલંબસે એ ઈંડાને હલકુ પછાડ્યુ અને એ પીચકાઈને એમની હથેળીમાં ઉભુ રહી ગયુ.

 
આ ખૂબ જ આસાન હતુ, પરંતુ એની કેવી રીતે કરવું જોઈએ એ જાણી લીધા પછી સ્વાભાવિક છે કે અમેરિકાની ખોજ આસાન બની ગઈ. આ વાત મને અમેરિકાની ખોજ કરી લીધા પછી જ ખબર પડી. એની પહેલા એ મારી માટે ખૂબ મોટી ચેલેન્જ જ હતી. એમ એમણે એ ચર્ચાસત્રમાં સ્પષ્ટ કર્યુ. કોલંબસ દ્વ્રારા થયેલી અમેરિકાની ખોજને ૪૦૦ વરસ પૂરા થયા હતા. આથી એમની સ્મૃતિમાં જ આ ‘વલ્ડ કોલંબિયન એક્સ્પોજીશન’ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રદર્શનમાં જ ડૉ. ટેસલાએ કોલંબસે આપેલી પેલી ચેલેન્જનો સ્વીકાર કર્યો. એક તાંબાનું ઈંડુ બનાવીને ડૉ. ટેસલાએ એ ઈંડાને કોઈ આધાર વગર ઉભુ કરી બતાવ્યુ. વિજળી અને ચુંબકિય તત્વોનો ઉપયોગ કરીને ડૉ. ટેસલાએ પેલા ઈંડાને ઉભુ કરવાની કમાલ દેખાડી. લાકડાની એક ગોળાકાર થાળીમાં એમણે પેલા તાંબાના ઈંડાને મૂકી દીધુ. એ લાકડાની થાળી જે ટેબલ પર મૂકવામાં આવી હતી એ ટેબલની નીચે ડૉ. ટેસલાએ ‘રોટેટિંગ મૅગ્નેટિક ફિલ્ડ મોટર’ બેસાડી હતી. આ મોટરને ‘અલ્ટરનેટિંગ કરંટ જનરેટર મોટર’ કહેવાય છે. એને કારણે એ જગ્યા પર ચક્રાકાર ચુંબકિય ક્ષેત્ર તૈયાર થઈ ગયુ હતુ. એ ચુંબકિય ક્ષેત્રના પ્રભાવને કારણે જ તાંબાનું એ ઈંડુ ભમરાની જેમ ગોળ-ગોળ ફરી રહ્યું હતુ. આ ચુંબકિય ક્ષેત્રની ફ્રિક્વન્સી વધારવાથી ઈંડાની ફરવાની સ્પિડ પણ વધી ગઈ. એક મર્યાદિત સમય બાદ આ ઈંડાની સ્પિડ એટલી બધી વધી ગઈ કે એ સ્થિર દેખાઈ રહ્યું હતુ. એ જ એની વિશેષતા હતી.

   
આ પ્રયોગના માધ્યમથી ડૉ. ટેસલાએ અલ્ટરનેટિંગ કરંટ તથા મેગ્નેટિઝમની ક્ષમતાને લોકો સામે પ્રત્યક્ષ કરી. ડૉ. ટેસલાનું ઉંડુ અધ્યયન કર્યા પછી મેળવેલુ જ્ઞાન અને એમની પ્રયોગશીલતાને કારણે જ તેઓ આ પ્રયોગ સફળતાપૂર્વક કરી શક્યા. ‘વલ્ડ કોલંબિયન એક્સ્પોજીશન’ ને જબરી સફળતા પ્રાપ્ત થઈ. છ મહિના સુધી આ એક્સ્પો ચાલ્યો હતો. એ સમય દરમ્યાન લગભગ બે કરોડ ૮૦ લાખ લોકોએ આ એક્સ્પોનો લાભ લીધો. ૧૮૯૩ના એ સમયમાં આ એક અભૂતપૂર્વ ઘટના કહી શકાય. આ એક્સ્પોમાં બીજી બે વાતોએ પણ લોકોનું ધ્યાન કેન્દ્રીત કર્યુ હતુ. ‘ગ્રેટ હૉલ ઑફ ઈલેક્ટ્રિસીટી’ જ્યાં ડૉ. ટેસલાની ‘એસી પાવર સિસ્ટમ’ નું પ્રદર્શન કરવામાં આવતુ. તેમજ ‘હૉલ ઑફ મિશનરી’ પર ખૂબ જ મોટા કદના એસી જનરેટર્સ લગાડવામાં આવ્યા હતા. આખા એક્સ્પોને જે વિજળી મળી રહી હતી એ અહીંથી જ પૂરી પાડવામાં આવતી હતી.

    વૈજ્ઞાનિક દ્રષ્ટીકોણથી જોઈએ તો અત્યંત ઉચ્ચ સ્તરના કહી શકાય એવા આ પ્રયોગોની વ્યાપકતા જોઈને બધા દંગ રહી ગયા હતા. પરંતુ આ પ્રયોગોને સમજવા જરા પણ મુશ્કેલ ન હતા. કેમકે ડૉ. ટેસલાએ દર્શકો માટે એને ખૂબ જ સહેલા કરીને બતાવ્યા હતા. આ બધાને કારણે આ પ્રદર્શન જોવા આવનારા પર એનું ખૂબ સારુ પરિણામ આવ્યુ. આ પ્રદર્શન જોવા આવનારાઓનું કહેવું હતુ કે અમે બધા એક ખૂબ મોટી ઐતિહાસિક ઘટનાના સાક્ષીદાર છીએ. અહીંથી એક ખૂબ મોટી વૈજ્ઞાનિક ક્રાંતીની શરુઆત થઈ છે. એ વાતનો અહેસાસ પણ ત્યાં ઉપસ્થિત લોકોને થઈ રહ્યો હતો. આ પ્રદર્શનને કારણે ઉદ્યોગપતિ, તંત્રજ્ઞો તેમજ સર્વ સામન્ય જનતાના મનમાંથી ‘એસી કરંટ સિસ્ટમ’ માટે જે ડર હતો એ નીકળી ગયો.    

    ‘વલ્ડ કોલંબિયન એક્સ્પો’ માં લૉર્ડ કેલ્વીન પણ સહભાગી થયા હતા. ‘ઈંટરનેશનલ નાયગરા કમીશન’ ના અધ્યક્ષ તરીકે તેઓ કાર્યભાર સંભાળી રહ્યાં હતા. આ ‘નાયગરા કમીશન’ પર નાયગરાના વિશ્વ વિખ્યાત જળપ્રપાતમાંથી જળવિદ્યુત ઉત્પન્ન કરવાની જવાદારી સોંપવામાં આવી હતી. ટેસલાના પ્રદર્શનને જોઈને લૉર્ડ કેલ્વીન આભા બની ગયા હતા. પહેલા ‘એસી કરંટ સિસ્ટમ’ નો વિરોધ કરનારા લૉર્ડ કેલ્વીન આ પ્રદર્શનને જોઈને ‘એસી કરંટ સિસ્ટમ’ ના પૂરેપૂરા સમર્થક બની ગયા હતા. એટલુ જ નહીં પરંતુ લૉર્ડ કેલ્વીને નાયગરા પર જળવિદ્યુત બનાવાનો પ્રોજેક્ટ ડૉ. ટેસલાની વેસ્ટીંગ હાઉસ ઈલેક્ટ્રીકલ્સ કંપનીને જ આપ્યો. આ અત્યાર સુધીનો ડૉ. ટેસલાને મળનારો બીજો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હતો.

    માત્ર પ્રદર્શન પૂરતા જ મર્યાદિત રહેલા ડૉ. ટેસલાના સંશોધનોનો હવે વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થવાનો હતો. આ પ્રોજેક્ટ બાદ ‘એસી કરંટ સિસ્ટમ’ આખી દુનિયામાં પ્રસ્થાપિત થવાનું હતુ. જેને કારણે ‘વૉર ઑફ કરંટ’ નો ડૉ. ટેસલાના ‘એસી કરંટ સિસ્ટમ’ ને કારણે અંત આવવાનો હતો. નાયગરા પર જળવિદ્યુત બનાવવાનું સ્વપ્ન ડૉ. ટેસલાએ ખૂબ પહેલાથી જ જોઈ લીધુ હતુ અને એ સ્વપ્ન સાકાર કરવાનો સુવર્ણ અવસર એમને લૉર્ડ કેલ્વીને આપ્યો. આ પ્રોજેક્ટના રુપમાં. પરંતુ અમુક એવા પણ લોકો હતા એ એમની આ પ્રગતિથી ખુશ ન હતા.
Tags:

Written by

ગુજરાતી બાંધવામાટે ખાસ સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂ નો માહિતી નો બ્લોગ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

ઈમેલ થી ફૉલો કરો

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com