AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

ગુરુવાર, 31 મે, 2018

પૃથ્વીને જ હલાવી દીધી...

Share & Comment
યાંત્રિક જ્ઞાન વિનાશકારી દેખાય શકે છે અને તેની ડિઝાઇન પણ એવી હોઇ શકે છે, પરંતુ હકીકતમાં એવુ હોતુ નથી. તેની સંકલ્પના તૈયાર કરીને એ અનુસાર કામ કરતા સમયે ડો. ટેસલાના મનમાં વિધાયક અને માનવીય હિતનો જ વિચાર હતો. આ યાંત્રિક જ્ઞાનનો ઉપયોગ મરુસ્થલ અને વેરાન જમીન પર કરીને માટીની ક્ષમતા વધારીને તેને ઉપજાઉ અને નિર્મિતક્ષમ બનાવી શકાય એ  જ મુખ્યત્વે ઉદ્દેશ્ય હતો. ડો. ટેસલાના પ્રત્યેક સંશોધન સામાન્ય માનવો માટે હિત ઉપયોગી સાબિત થાય એ વાત ધ્યાનમાં રાખીને કરવામા આવતા હતાં.

અને તેમણે પૃથ્વીને જ હલાવી દીધી હતી.જો તમારે દુનિયાની અનાકલનીય વાતોની શોધ કરવી હોય તો આ માટે ઉર્જા લહેરે અને કંપનના માધ્યમથી વિચાર કરવાની આવશ્યકતારહે છે અને ડો. ટેસલાએ આવુ જ કર્યુ હતું. આ પહેલાના લેખમા આપણે જોયુ કે દુનિયાની બધી વાતોમા માત્ર અને માત્ર લહેરોની જ રમત હતી. નૈસર્ગિક વસ્તુ જેમા વૃક્ષ જમીન પાણી અને માનવ સુધીના બધા ઘટક ઉર્જા લહેરે અને કંપનથી જ બનેલ છે. આ દુનિયાના દરેક પદાર્થ અણુમાંથી બનેલ છે અને આ અણુ પ્રતિ ક્ષણે કંપિત થતા રહે છે. આ કણના કંપન જ વાયબ્રેશન ફ્રિક્વેન્સી કહેવાય છે.

ડો. ટેસલાએ વ્યક્ત કરેલ વાતોથી સ્પષ્ટ થાય છે કે તેમની બધી શોધો ઉર્જા કંપન અને લહેરો પર આધારિત છે. આજે આપણે ડો. ટેસલાએ ડિઝાઇન કરેલ અનોખા યંત્ર વિષે માહિતી મેળવીશું. આ યંત્રથી માત્ર એ સમયના જ વૈજ્ઞાનિકો સંશોધકો અને નાગરિકો અચરજ નહોતા પામ્યા પરંતુ આજના આધુનિક યુગમા પણ બધાને નવાઈ લાગે છે.

આ યંત્ર છે ટેસલા ઓસિલેટર નામથી પ્રસિદ્ધ થનાર કોરોના ડિસ્ચાર્જ ઓઝોન જનરેટર. આ વિષેની જાણકારી આપણને પરીકથા પણ લાગી શકે એમ છે પરંતુ હકીકતમા એ પરીકથા ના રહેતા ૧૦૦% સત્ય છે.
ડો. ટેસલા કંપનના સામર્થ્યથી પ્રભાવિત હતાં અને ઇલેક્ટ્રિકલ અને યાંત્રિકી સ્તરે પ્રયોગ કરતા હતાં. ૧૯૧૨માં ફેબ્રુઆરીમાં વર્લ્ડ ટુ ડેમાં ડો. ટેસલાની નિકોલ ટેસલા ડ્રીમર નામક મુલાકાત પ્રસિદ્ધ થઈ હતી અને તેમાં ડો. ટેસલાએ પૃથ્વીના જ અનુકંપનોનો ઉપયોગ કરીને તેને બીજા કંપનો સાથે જોડીને પૃથ્વીનુ વિભાજન કરી શકાય છે એવો દાવો કર્યો હતો. 

તેમણે એવુ પણ કહ્યુ હતુ કે હું આવનાર કેટલાક સપ્તાહમાં પૃથ્વીના કવચમાં એવા પ્રકારના કંપન નિર્માણ કરીશ કે જેના કારણે મોટા પાયા પર ઉથલ પાથલ મચી જશે,નદીઓ પણ તેની સીમા તોડીની વહેવા લાગશે અને ઇમારતો ઢળી પડશે.ડો. ટેસલાનું આવુ વક્તવ્ય કોઇનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માટે નહોતું પરંતુ તેમને પોતાના સંશોધસ્ન પ્રત્યે પૂર્ણ વિશ્ર્વાસ હતો. 

ડો. ટેસલાએ પોતાની મૈનહટવાળી પ્રયોગશાળામા મિકેનિકલ વાયબ્રેટર્સબનાવીને તેનુ પરિક્ષણ પણ કર્યુ હતું. આ સમયે એક પ્રયોગમા ડો. ટેસલાએ કોમ્પ્રેસ્ડ એરનો ઉપયોગ કરનારી શક્તિશાળી વાયબ્રેટર એક થાંભલા સાથે બાંધી. ત્યારબાદ તેઓ પોતાના બીજા કામમાં મગ્ન થઈ ગયા. કામની વ્યસ્તતાના કારણે તેઓ આ વાયબ્રેટરને ભૂલી ગયા હતાં. ત્યારબાદ જે કંઇ થયુ એ હચમચાવે એવુ થયું. તેમની પ્રયોગશાળાની બહારનો રસ્તો અચાનક હલવા લાગ્યો, બારીઓ ખખડવા લાગી, વજનદારયંત્ર તૂટીને પડી ગયુ, રસ્તા પર તિરાડો પડી ગઈ. પ્રયોગશાળાના ઓક્સિલેટર્સને ઇમારતોની નીચે રહેતી જમીનના થરોમા અને માટીના થરોની નીચે યોગ્ય કંપન લહેરોના કારણે પૃથ્વીને ઝટકા લાગવાની પ્રક્રિયા શરુ થઈ હતી.

ડો. ટેસલાએ આવી રીતે અન્ય બીજી પ્રયોગશાળામા બેટરીથી ચાલતી એલાર્મ ઘડિયાળના આકારના વાયબ્રેટર, ઇમારતનુ બાંધકામ ચાલતુ હતુ ત્યા મૂકી દીધુ હતું. તેની લહેરને યોગ્ય પ્રમાણમા નિશ્ર્ચિત્ત કરીને તેમા કંપન છોડવાનુ શરુ કર્યું. આ સાથે ત્યાંની જમીન હલવા લાગી હતી. ત્યારબાદ ડો. ટેસલાએ આ સમયે દુનિયાની સૌથી ઉંચી ઇમારત સ્વરુપે પ્રસિદ્ધ રહેનાર એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પણ આવા પ્રકારના ઉપકરણની સહાયતાથી હલાવી શકાય છે એવો દાવો વિશ્ર્વાસ સાથે કર્યો હતો. ડો. ટેસલાના ઇલેક્ટ્રિકલ વાયબ્રેટરસથી વાયુમા રહેતુ લચીલાપણાનો સુંદરતાથી ઉપયોગ કર્યો. ટેસલા કોઇલ્સમાં પણ ઇલેક્ટ્રિકલ માધ્યમમા રહેતા લચીલાપણાનો યશસ્વી ઉપયોગ કરવામા આવ્યો હતો.
આ પ્રયોગથી ડો. ટેસલાના ઓસિલેટર્સને ટેસલાસ અર્થક્વેક મશીન એવુ ઉપનામ આપવામા આવ્યુ હતું. 

૧૯૩૫માં ૧૧ જૂલાઈના દિવસે ન્યૂર્યોક અમેરિકનમા એક  લેખ પ્રકાશિત થયો હતો. તેનુ શીર્ષક હતુ ટેસલાસ કંટ્રોલ્ડ અર્થક્વેક. તેમાં ટેસલાએ ધ આર્ટ ઓફ ટેલિઝિઓડાયનેમિક્સ નામથી પૃથ્વીમાં યંત્રની સહાયતાથી કંપન છોડવા વિષે કરવામા આવેલ પ્રયોગની જાણકારી આપવામા આવી હતી. વિવિધ સંશોધકોએ આ ટેલિઝિઓડાયનેમિક્સ અર્થાત એક પ્રકારના નિયંત્રિત ભૂકંપ કરાવાનો પ્રકાર હોવાનો દાવો કર્યો. પોતાના લેખમાં ડો. ટેસલાએ કહ્યું કે જમીનની અંદરથી નિયંત્રિત કંપન જ્યારે પ્રવાહ કરે છે ત્યારે નીકળતી ઉર્જા બિલકુલ બેકાર હોતી નથી. તેથી દૂરના અંતરે યાંત્રિકી પરિણામ ઘટિત કરાવીને તેનાથી અભૂતપૂર્વ સકારાત્મક પરિણામ મેળવી શકાય છે.

આ શોધનો ઉપયોગ યુદ્ધ સમયે વિનાશકારી પરિણામ ઘટિત કરવા માટે પણ કરવામા આવે છે, આ વાતની જાણકારી ડો. ટેસલાને સારી રીતે ખબર હતી. તેથી તેમણે યાંત્રિક જ્ઞાનના પરિણામ પ્રત્યે તીવ્ર ચિંતા વ્યક્ત કરી હતી. કારણ કે એકવાર પૃથ્વીમા કંપન થવાનુ શરુ થાય ત્યારબાદ  આ યાંત્રિક જ્ઞાન પર કાબૂ મેળવવો મુશ્કેલ બની જાય છે અને પરિણામ સ્વરુપે પૃથ્વીને ઝ્ટકા લાગતા લાગતા તેના ટુકડા ટુક્ડા પણ થઈ શકે છે.

આ યાંત્રિક જ્ઞાન દેખાવમા જો વિનાશકારી દેખાતુ હોય અને તેની ડિઝાઇન પણ એવી જ દેખાતી હોય તો પણ પ્રત્યક્ષમાં આવુ નહોતું. તેની સંકલ્પના તૈયાર કરીને તે કામ કરતા સમયે ડો.ટેસલાએ વિધ્વંસ નહિં પરંતુ વિધાયક અને માનવીય હિતનો જ વિચાર કર્યો હતો. આ યાંત્રિકજ્ઞાનનો ઉપયોગ મરુસ્થળ અને વેરાન જમીન પર કરીને માટીની ક્ષમતા વધારીને તેને ઉપજાઉ અને નિર્મીતીક્ષમ બનાવવા માટેનો જ મુખ્ય હેતુ હતો.

ડો.ટેસલાના પ્રત્યેક કાર્ય સામાન્ય માનવના હિત માટેના જ હતાં. ડો. ટેસલાના સુપરબ્રેનથી બહાર આવેલ આવુ એક શોધ કાર્ય આપણને આશ્ર્ચર્યચક્તિ કરશે. ડો. ટેસલાએ વીજળીનો ઉપયોગ ખાતર સ્વરુપે કરવાની સંકલ્પના પ્રસ્તુત કરી હતી. ખેડૂત સારો પાક મેળવવા માટે અધિકતમ ખર્ચ ખાતર માટે કરે છે. આ વાત તેઓ બરાબર જાણતા હતાં. તેથી તેમણે ઇલેક્ટ્રિકલ ફર્ટિલાજરમશીન વિકસિત કરી હતી.

આ માટેના તેમના વિચાર બિલકુલ સ્પષ્ટ હતાં. ખાતરમા રહેનારુ ઘટક જે જમીનને નિર્મીતિક્ષમ બનાવે એ હતુ નાઇટ્રોજન. આ નાઇટ્રોજન વાતાવરણમા લગભગ ૮૦% હોય છે. વાતાવરણમાંથી મફતમા નાઇટ્રોજન મળતુ હોય તો પછી ખેડૂત શા માટે આ માટે ખર્ચ કરે? ખેડૂતને વાતાવરણમાથી નાઇટ્રોજન અલગ કરીને જમીન પર એકત્રિત કરવાની પદ્ધતિ આવડવી જોઇએ અને આ માટે તેમણે પોતાનુ સંશોધન કાર્ય શરુ કર્યુ હતું. 

ડો. ટેસલાએ એક ફર્ટિલાયઝર મશીન વિકસિત કર્યુ હતું. આ મશીનમાં એક બાજુ માત્ર માટી નાખવાથી બીજી બાજુથી બહાર આવતી હતી. આ માટીને અનુપજાઉ જમીન પર ફેલાવવાથી ઉત્તમ પ્રકારનો પાક તૈયાર થાય એમ હતો. આવો વિશ્ર્વાસ તેમણે બંધાવ્યો હતો. આ ઇલેક્ટ્રિકલ ફર્ટિલાયઝર મશીનના નમૂનામા ઢાંકણુ કાઢી શકાય એવુ એક કોપર સિલીન્ડર અને તેની લંબાઇના વાયરની સ્પાયરલ કોઇલ તથા સિલીન્ડરની નીચે બે વાયર જે ખાસ પ્રકારના ડાયનેમોથી જોડાયેલા હતા તેનો સમાવેશ હતો. વિશિષ્ટ રાસાયણિક પ્રક્રિયાના આધારે બનાવેલ સૂકી માટીને આ સિલીન્ડરમાં મૂકવામા આવી હતી.

તેમા અતિશય ઉચ્ચ લહેરોનો કરન્ટ પસાર કરવામા આવ્યો હતો. આ માટીના કારણે ઓક્સિક્જન અને હાયડ્રોજન બહાર નીકળીને તેમા માત્ર નાઇટ્રોજન રહી ગયો. આ માટીને શેકવામા આવી હતી. આમ ખાતર ખરીદવાના બદલે વ્યાજબી કિંમતમાં ઘરે જ પ્રભાવકારી ખાતર બનાવવુ સરળ બની ગયુ હતું.

આ બને શોધોના કારણે એવુ સિદ્ધ થયુ કે ડો. ટેસલાના સુપર બ્રેનથી સ્ફુરતી સંકલ્પનાઓ અને સંશોધન માનવજાતિ માટે કલ્યાણકારી જ હતી. સામાન્યજનોને વિજ્ઞાન અને યાંત્રિક જ્ઞાનનો લાભ મળે એ માટે તેઓ દિનરાત ભાગદોડ કરતા રહેતા હતાં. ખેડૂતોને મોંઘા ખાતર માટે પૈસા ખર્ચ ના કરવા પડે એ માટે તેમણે તૈયાર કરેલ આ બંને વિસ્મયકારક યંત્ર ડો. ટેસલાના વ્યાપક માનવતાવાદી દષ્ટિકોણને અધિક વધારે સુસ્પષ્ટ કરનાર છે.

હરિ ૐ

Tags:

Written by

ગુજરાતી બાંધવામાટે ખાસ સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂ નો માહિતી નો બ્લોગ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

ઈમેલ થી ફૉલો કરો

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com