AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

સોમવાર, 20 જુલાઈ, 2015

અનેક શોધોનાં પિતા

Share & Comment
આપણને ખબર છે કે મોટા લોકોનાં મન હંમેશા મોકળા અને મહાન હોય છે અને તેઓ પોતાની આંખો અને કાન પણ હંમેશા ખુલ્લા રાખે છે, જેથી તેમને વિશ્ર્વમાં ઘટનારી સર્વ જાણકારીઓ મળતી રહે. ડો. નિકોલા ટેસ્લા પણ આવા જ સ્વભાવનાં હતાં અને તેઓ બધી ઘટનાઓને ખુલ્લા મનથી નિહાળતા હતાં અને મનમાં કોઇપન પ્રકારની શંકા રાખતા નહોતાં. આવી રીતે તેમની દરેક શોધનાં અનેક પાંસા રહેતા હતાં. તેઓ કોઇપણ વસ્તુને અનેક પદ્ધતિથી પ્રયોગમાં ઉપયોગ કરતા હતાં અને આ વાત તેમની દરેક શોધમાં દેખાતી હતી. તેમની વિભિન્ન પ્રકારની વિચારધારાનાં કારણે તેમનાં સમયનાં "જુગાડ” માસ્ટર બની ગયા હતાં કે જે આજનાં યુગમાં દુનિયાનાં સૌથી મોટા માસ્ટર કહેવાય છે કારણ કે તેઓ અધિક નિર્માણ કરવા ઇચ્છે છે.

તેમનાં મનમાં એવી શંકા હતી કે દરેક પ્રકારનાં કુદરતી સાધન હંમેશા ઉપલબ્ધ રહી શકતા નથી. મેડિસીન સ્ક્વેયર પ્રદર્શનમાં કેટલાંક લોકો જ જાણતા હતાં કે ડો. નિકોલા ટેસ્લાએ હકીકતમાં બે હોડી (બોટ) બનાવી છે. તેમાંથી એકને દૂરથી રિમોટ દ્વ્રારા ચલાવી શકાતી હતી અને બીજી હોડીમાં અંદર એન્ટિના લગાવ્યું હતું, જેનાથી હોડીને પાણીની અંદર રિમોટ દ્વ્રારા ચલાવી શકાતી હતી. આ પ્રયોગ દર્શાવે છે કે આજથી ઘણા વર્ષો પહેલાં સબમરીનની શોધ થઈ હતી. તેનો શ્રેય ડો. ટેસ્લાને જ જાય છે. પરંતુ અચરજની વાત એ છે કે ડો. ટેસ્લાની પ્રયોગ કરવાની રીત અનેક બાજુએ ઇશારો કરે છે. આ બધી વાતો તેમણે પત્ર દ્વ્રારા લખીને પ્રો. મીસનરને મોકલાવી હતી કે જેઓ પુરડિયુ વિશ્ર્વ વિદ્યાલયમાં કાર્ય કરતા હતાં.

Father of Many Inventions
આ પત્રમાં ડો. ટેસ્લાએ લખ્યું છે કે તેઓ દરેક નવી શોધને ખુલ્લા મનથી નિહાળે છે અને જેને રિમોટથી ચલાવી શકાય છે તેમાં એવી શક્ત્તિ હોવી જોઇએ કે તે પોતાની તાકાત અને વિચારથી આપોઆપ પોતાનું કાર્ય કરી શકે. અહીં ડો. ટેસ્લા કહેવા માંગે છે કે આપોઆપ ચાલતુ રોબોટ બનાવી શકે કે જેને સોંપેલું કાર્ય તે પોતાની ક્ષમતાથી કરી શકે. આવા પ્રકારનાં કાર્ય કરનારા યંત્રની પાસે પોતાની બુદ્ધિ હશે અને તે અન્યની મદદ વગર પોતાનું કામ સ્વયં કરી શકશે. આજે લગભગ ૧૧૬ વર્ષો પછી આપણને આ વાત સમજાય છે કે આ બધુ સંભવ છે. આ લિખિત પત્ર દ્વ્રારા ડો. ટેસ્લાએ આ માનવ રોબોટની વાત કહી હતી કે જે આજે વાસ્ત્વિકતામાં પરિવર્તિત થઈ છે. હવે તેને કેટલાંય કારખાનાઓમાં કાર્યરત જોઇ શકાય છે. આ વધુ એક ઉદાહરણ છે કે જેનાં દ્વ્રારા આપણે ડો. ટેસ્લાની દૂરદર્શિતાનો અનુભવ કરી શકીએ છીએ.

પહેલાં લખાયેલાં લેખો દ્વ્રારા આપણને સમજાય છે કે ડો. ટેસ્લાએ કેવી રીતે ટૈલીઓટોમેશનમાં લોજીક ગેટેજનો પ્રયોગ કર્યો છે. તેમણે કેટલીક પેટન્ટમાં બુનિયાદી નિયમોનો ઉપયોગ કર્યો હતો, જેવી રીતે કે "લોજીકલ એન્ડ સરકિટ એલીમેન્ટ”.. પરંતુ અફ્સોસની વાત એ છે કે પચાસ વર્ષો પછી ફિસીક્સનું નોબલ પ્રાઇસ અન્ય બીજા કોઇને આપવામાં આવ્યું હતું અને સામાન્ય પ્રજાને અંધારામાં રાખવામાં આવી કે આ આવિષ્કારનાં ખરેખર હકદાર ડો. ટેસ્લા હતાં, કે જેમણે સૌથી પહેલાં લોજીક ગેટેજનું આવિષ્કાર કર્યું હતું. આજે આપણને સમજાય છે કે લોજીક ગેટેજથી જ આજનાં કમ્પ્યુટર બન્યાં છે અને તેનાથી જ આપણે રેડિયો પર ગીતોની મજા માણી શકીએ છીએ અને વિભિન્ન પ્રકારનાં રોબોટ પણ બનાવી શકાય છે. અહીં આપણને સમજાય છે કે ડો. ટેસ્લા જ આજની સાયન્સ - ટેક્નોલેજીનાં નિર્માતા હતાં અને તેથી જ આજનાં યુગમાં કેટલીય ઇન્ડ્સ્ટ્રીસ કાર્યરત છે અને તે માનવજાતિની સેવામાં સંકળાયેલ છે.

Father of Many Inventions

આ સમયે ડો. ટેસ્લાએ અનેક આવિષ્કાર તૈયાર કર્યા કે જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ આવિષ્કાર હતું - શેડોગ્રાફ્સ ! તેમની લેબોરેટરીમાં કેટલીક ફોટોગ્રાફિક પ્લેટો ખરાબ થઈ ગઈ હતી, કે જ્યારે તેઓ હાઈ ફીકવન્સી ઇલેક્ટ્રોનિક કરન્ટનો પ્રયોગ કરી રહ્યાં હતાં. ત્યારબાદ તેમણે આ વાતનું કારણ શોધવા માટે પણ ઘણાં પ્રયોગો કર્યા હતાં. તેમણે શોધ્યું કે શેડોગ્રાફ્સની અસરથી તેમની ઘણી ફોટોગ્રાફિક પ્લેટ્સ ખરાબ થઈ ગઈ હતી.

આવી રીતે અનેક પ્રયોગો દ્વ્રારા તેમણે પોતે તૈયાર કરેલી વેક્યુમ ટ્યુબનું આવિષ્કાર કર્યું. તેમણે એક કોઇલ પણ બનાવી હતી કે જેને ટેસ્લા કોઇલ નામ આપવામાં આવ્યું હતું. તેઓ સ્વયં વેક્યુમ ટ્યુબમાં પ્રયોગ કરતા હતાં. ત્યારબાદ તેમણે જાણ્યું કે કિરણો હકીકતમાં બહુ બારીક કણમાંથી પેદા થાય છે કે જે માનવીય શરીરમાંથી આરપાર પસાર થઈ શકે છે, પરંતુ હાડકામાંથી પસાર થતી નથી અને તેનું પ્રતિબિંબ ફોટોગ્રાફિક પ્લેટ પર બનાવી શકાય છે. ત્યારબાદ તેમણે પોતાનાં નવનવીન આવિષ્કારોનું નિર્માણ કર્યું હતું. જ્યારે તેઓ તેમનાં મિત્રનું શેડોગ્રાફ દ્વ્રારા ચિત્ર બનાવવા માટે પ્રયાસ કરતા હતાં અને તેમાં તેમણે તૈયાર કરેલી વેક્યુમ ટ્યુબનો પ્રયોગ કરતા હતા ત્યારે તેમણે અચાનક જોયું કે તેમનાં પ્રતિબિંબની સાથે એક પેચનું (કેમેરાનાં લેન્સને આગળ પાછ્ળ કરનાર) પણ પ્રતિબિંબ આવી ગયુ છે કે જે એ જ કેમેરામાં ફોટોગ્રાફિક પ્લેટ પાસે હતું. આવી રીતે કરવામાં આવતા પ્રયોગો દરમ્યાન તેઓ એક માનવ શરીરનું  શેડોગ્રાફ પ્રતિબિંબ લેવા માટે સફળ થઈ ગયા હતાં. ત્યારબાદ થોડા વર્ષો પછી ભૌતિક વિજ્ઞાનનાં જાણકારોએ આ કણોનું ફોટો નામ રાખ્યું અને આ કિરણનું એક્સ રે નામ રાખ્યું હતું.

ડો. ટેસ્લાનાં આ આવિષ્કાર વિષે સામાન્ય પ્રજાને જાણ થઈ નહોતી કારણ કે તેમની ન્યૂયોર્ક સ્થિત પ્રયોગશાળામાં ૧૩ માર્ચ ૧૮૯૫નાં દિવસે અચાનક આગ લાગી હતી અને આ આગમાં બધા આવિષ્કારો કરેલાં યંત્રો અને તેનાં રેકોર્ડસ બળીને ભષ્મ થઈ ગયા હતાં. ત્યારબાદ નવેમ્બર ૧૮૯૫માં એક અન્ય બીજા વૈજ્ઞાનિક વિલિયમ કૌનરાડ રોઇંટગનએ  પોતાનાં લેખમાં એક્સ રેનાં આવિષ્કાર વિષે જાણકારી આપી અને તેને નોબલ પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું. ડો. ટેસ્લાની પ્રયોગશાળામાં આગ લાગી હોવા છતાં તેમણે રોઇંટગનને તેમનાં આ આવિષ્કાર માટે કીર્તિમાન કરીને યશ આપ્યો અને તેને પોતાની ફોટોગ્રાફિક પ્લેટો પર આવેલાં પ્રરિબિંબો પણ મોકલ્યાં હતાં. આ માટે રોઇંટગને તેમનો આભાર માન્યો હતો.

અહીં આપણને સમજાય છે કે ડો. ટેસ્લા ક્યારેય પોતાની લોકપ્રિયતા ઇચ્છતા નહોતાં. પરંતુ આ આવિષ્કારોથી સામાન્ય પ્રજાનું ભલુ થાય એવી જ તેમની ઇચ્છા હતી. આ બધુ એવી જ વ્યક્તિ કરી શકે છે કે જેને પરમ પરમેશ્ર્વર પ્રત્યે પૂર્ણ વિશ્ર્વાસ હોય છે. ત્યારબાદ પણ ડો. ટેસ્લાએ પોતાનાં આવિષ્કારોને પોતાની નવી પ્રયોગશાળામાં કાયમ રાખ્યાં હતાં અને અહીં એક્સ રે થી થનારા લાભ નુકશાન વિષે પણ સમજાવ્યું હતું. હવે આ પછીનાં લેખમાં આપણે આ વિષે વધારે અભ્યાસ કરીશું.
Tags:

Written by

ગુજરાતી બાંધવામાટે ખાસ સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂ નો માહિતી નો બ્લોગ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com