AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

શુક્રવાર, 26 જૂન, 2015

વોર ઓફ કરંટ્સ

Share & Comment
પહેલી જ મુલાકાતમાં થોમસ અલ્વા એડિસનને નિકોલ ટેસલાની ક્ષમતાનો અંદાજ આવી ગયો. ટેસલાની ’અલ્ટરનેટિંગ સિસ્ટમ’ અર્થાત ’એસી’ને માન્યતા મળી જશે તો પોતાના ઔદ્યોગિક સામ્રાજ્યને ફટકો પડશે એવા વિચારોથી એડિસન બેબાકળા થઈ ગયા. આ કારણથી જ એમણે ટેસલાની ’એસી’ સિસ્ટમની મજાક ઉડાવી અને એમના સંશોધનને હસવામાં ઉડાવી દીધુ હોવા છતાં ટેસલાની ક્ષમતાનો ફાયદો પોતાની કંપની માટે કરવાની યોજના એમણે ઘડી કાઢી. આ માટે એમણે પોતાના સહાયક તરીકે ટેસલાને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા. એ માટે ટેસલાને જે વેતન મળવાનું હતુ એ ખૂબ જ ઓછુ હતુ. એડિસન અને એમની કંપનીનું નામ ભલે ગમે એટલુ મોટુ હોય પણ એમની કંપનીની કંજૂસાઈ જગપ્રખ્યાત હતી. કારણકે એમના કર્મચારીઓને ખૂબ જ ઓછુ વેતન મળતુ હતુ.

War of Currents

૧૮૮૪ની સાલમાં ટેસલાને એડિસનની કંપનીમાં નોકરી મળી. એક સામાન્ય ’ઈલેક્ટ્રિકલ ઈંજિનિયર’ તરીકે ટેસલાએ કામ સ્વીકાર્યુ તો ખરુ પણ ટુંક સમયમાં જ એડિસનની કંપનીને જે જટિલ અને ગૂંચવણભરી તાંત્રિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો એ સુલઝાવવાનું કામ ટેસલાને સોંપવામાં આવ્યુ. એડિસનની કંપનીના ’ડાયરેક્ટ કરંટ’ એટલે ’ડીસી’ નો ટેસલા વિરોધ કરતા હતા. પરંતુ એની પાછળ વૈજ્ઞાનિક કારણ હતુ. જોકે એડિસન ’ડીસી’ વિદ્યુતપ્રવાહના પ્રચારક તો હતા પરંતુ એમણે આ ડીસી પદ્ધતી તૈયાર કરી નહતી. લોકોને આ બાબતે ગેરસમજ હતી. પરંતુ ’ડીસી’નો ખરો સંશોધક હતો પહેલી ઈલેક્ટ્રિક મોટર તૈયાર કરનારો ’માયકલ ફેરેડે’.

ફેરેડેએ શોધેલી આ પદ્ધતીનો સૌથી વધુ ઉપયોગ એડિસને કર્યો અને ગ્રાહકો સુધી વીજપુરવઠો પહોંચાડ્યો. પરંતુ એમણે વાપરવાની શરુઆત કરવાની ખૂબ પહેલાથી ’ડીસી’ પદ્ધતીથી વીજપુરવઠો કરવામાં આવતો હતો. ’ડાયરેક્ટ કરંટ’ એવુ નામ ન આપતા આ જ પદ્ધતી વડે  ફેરેડે વિદ્યુતપ્રવાહ વાપરતો હતો. જે સમયે ટેસલા એડિસનની કંપનીમાં કામ કરતા હતા તે સમયે એડિસને દુનિયાને ’બલ્બ’ દેખાડ્યો હતો. બલ્બ માટે ’ડીસી’ પદ્ધતી વડે વીજપુરવઠો કરવામાં આવતો હતો. એડિસનના સંશોધનમાં ઘણી મોટી મોટી ખામીઓ હતી. એમાની ઘણીબધી ખામીઓ ટેસલાએ દૂર કરી. દાખલા તરીકે એડિસને તૈયાર કરેલા ’ડાયરેક્ટ કરંટ જનરેટર્સ’ એક મોટુ ઉદા. છે.

War of Currents
આ ’ડાયરેક્ટ કરંટ જનરેટર્સ’ ની ડિઝાઈન બદલીને દેખાડવાનું કામ એડિસને ટેસલાને સોંપ્યુ. જો ટેસલા આ કામ કરી બતાડશે તો એડિસન તેને પચાસ હજાર ડોલર્સ જેટલી રકમ આપશે એમ નક્કી થયુ હતુ. માત્ર બે જ મહિનાની અંદર અથાગ પરિશ્રમ કરીને ટેસલાએ ’ડાયરેક્ટ કરંટ જનરેટર્સ’ની ડિઝાઈન બદલીને દેખાડી. ટેસલાએ તૈયાર કરેલી ડિઝાઈન એડિસને તૈયાર કરેલી ડિઝાઈન કરતા અનેકગણી ઉત્કૃષ્ટ હતી. ત્યાંસુધી કે એના વપરાશથી કંપનીના અમુક લાખ ડોલર્સ બચવાના હતા. આજના સમયમાં આ રકમનો હિસાબ લગાડવા બેસીએ તો અબજો ડોલર્સ જેટલી જવા થાય. એડિસન જેનો પ્રચાર કરી રહ્યો હતો એ ’ડીસી’ સિસ્ટમમાંના દોષ દૂર કરીને તેનો વધુ પ્રભાવી રીતે વપરાશ કરવાનું શ્રેય બીજા કોઈ નહીં પરંતુ ટેસલાને ફાળે જાય છે.

આગળ જણાવ્યા પ્રમાણે ટેસલા ’ડીસી’ સિસ્ટમનો વિરોધ કરી રહ્યા હતા એની પાછળ વૈજ્ઞાનિક કારણો હતા. એમણે ’ડીસી’ સિસ્ટમનો અભ્યાસ કર્યો હતો. આ પદ્ધતિની સારી બાજુઓ પણ એમણે તપાસી હતી. પરંતુ ’એસી’ પદ્ધતિ આના કરતા વધુ ઉપયોગી, વ્યવહારુ અને નૈસર્ગિક હોવાનો એમનો દ્રઢ મત હતો.

’ડાયરેક્ટ કરંટ જનરેટર્સ’ ની ડિઝાઈન બદલીને એડિસને આપેલી ચેલેંજ પૂરી કર્યા બાદ ટેસલાએ એડિસનને પોતાને આપેલા વચનની યાદ અપાવડાવી. ખરુ જોતા તો એડિસને ટેસલાની મુક્તકંઠે પ્રસંશા કરીને, એમની શ્રેષ્ઠતા માન્ય કરીને ૫૦ હજાર ડોલર્સ ટેસલાને આપવા જોઈતા હતા. પરંતુ એડિસને એમ કર્યુ નહીં. ઉલટાનું આ વખતે પણ એમણે ટેસલાની મજાક ઉડાવી. ’તમને સર્બિયન માણસોને અમેરિકન મજાક સમજાતી નથી.’ એવુ વાક્બાણ એમણે છોડ્યુ. ૫૦ હજાર ડોલર્સ દેવાની ના પાડીને એમણે ટેસલાને મળતા પગારમાં મામુલી વધારો કરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો. એડિસનની કંપનીના એક લાખ ડોલર્સ બચાવી આપનારા ટેસલાના પગારમાં મામુલી વધારો કરી આપવાનો પ્રસ્તાવ મુકનારા એડિસનનું વ્યક્તિત્વ કેટલુ ક્ષુદ્ર અને નિમ્ન કક્ષાનું હતુ એ આ ઘટનાથી સિદ્ધ થાય છે. પરંતુ ટેસલાએ પોતાના આત્મસન્માનને ઠેંસ પહોંચાડનારા આટલા મોટા વિશ્વાસઘાત પછી આ નોકરી છોડવાનો નિર્ણય કર્યો.

એમણે આ નોકરી છોડ્યા પછી ડો. નિકોલ ટેસલા અને થોમસ આલ્વા એડિસનની વચ્ચે યુદ્ધની શરુઆત થઈ. એડિસને આ યુદ્ધને પોકાર્યુ અને અતિશય નિમ્ન સ્તરે જઈને એડિસને ટેસલા ઉપર હુમલાઓ કર્યા. ટેસલાની ’એસી’ સિસ્ટમ ખૂબ જ ફાલ્તુ કક્ષાની છે એમ કહીને જો આ પદ્ધતિ વાપરશો તો જીવનું જોખમ વહોરી લેશો એવો અપપ્રચાર એડિસને શરુ કર્યો. ટેસલાને નીચા દેખાડવા માટે એઓ કોઈપણ સ્તરે જવા તૈયાર હતા. એમની વચ્ચેનો આ સંઘર્ષ ’વોર ઓફ કરંટ્સ’ આ નામે ઓળખાય છે.

એડિસનની કંપનીમાંથી નોકરીને તીલાંજલી આપ્યા બાદ ટેસલાએ પોતાની ’ટેસલા ઈલેક્ટ્રિક લાઈટ એંડ મેન્યુફેક્ચરિંગ’ નામની કંપની શરુ કરી. આ કંપની બંધ કર્યા બાદ એમણે ’ટેસલા ઈલેક્ટ્રિક કંપની’ શરુ કરી. આ બન્ને કંપની વીશે આપણે આગળ જાણવાના જ છીએ. પરંતુ આગળ જતાં ટેસલાએ જોર્જ વેસ્ટીંગહાઉસની ’વેસ્ટિંગહાઉસ ઈલેક્ટ્રિક એંડ મેન્યુફેક્ચરિંગ’ કંપનીમાં કામ શરુ કર્યુ. આ કંપની એ સમયમાં વીજક્ષેત્રની અગ્રગણ્ય કંપની મનાતી હતી. આ કંપનીનો ’ડીસી’ સિસ્ટમમાંથી ’એસી’ સિસ્ટમ તરફ પ્રવાસ ટેસલાના નેતૃત્વ હેઠળ શરુ થયો.
War of Currents

આ ઘટનાથી અસ્વસ્થ થયેલા એડિસને ’એસી’ સિસ્ટમના વિરોધમાં પ્રચારમોહિમને વેગ આપ્યો. લોકો ’એસી’ સિસ્ટમથી ગભરાઈને એ વાપરવાનું બંધ જ કરી દે એવી પરિસ્થિતી એડિસન ઉભી કરવા માગતો હતો. એ માટે એણે ખૂબ જ હીન કક્ષાના કહી શકાય એવા કારસ્તાનો કર્યા. ’એસી’ સિસ્ટમના વપરાશથી અપઘાતો થાય છે એવી ખોટી બાતમી એડિસને ફેલાવી. પોતાનું રાજકિય વજન વાપરીને એડિસને ’એસી’ સિસ્ટમના વિરોધમાં અમેરિકામાં મોહિમ શરુ કરી અને કાયદો પસાર કરીને એસી સિસ્ટમનો વપરાશ બંધ કરાવવાનો પ્રયત્ન એડિસને કરી જોયો.

આટલુ ઓછુ હોય એમ ’એસી’ વીજપ્રવાહ અતિશય ધોકાદાયક છે એ સિદ્ધ કરવા માટે એડિસને પ્રાણીઓને વીજળીના ઝટકા આપીને મારી નાખ્યા અને જનતાની સામે પ્રદર્શનમાં મૂક્યા. બિલાડી, કુતરા, ગાય, ઘોડા વગેરે પ્રાણીઓનો એડિસને આ હીન કૃત્ય માટે બલી આપ્યો. એટલુ જ નહીં પરંતુ એડિસને ’એસી’ પ્રવાહના ઝટકાથી હાથી જેવુ મહાકાય પ્રાણી પણ મરી જાય છે એ બતાવવા માટે ૪ જાન્યુઆરી ૧૯૦૩ના દિવસે હાથીને પણ વીજળીના કરંટ આપ્યા અને તેનો બલી ચડાવ્યો. આ ઘટનાની ફિલ્મ પણ ઉતારવામાં આવી અને ’ઈલેક્ટ્રોકટિંગ એન એલિફંટ’ નામનું પિકચર તૈયાર કર્યુ. હાથી જેવુ પ્રાણી પણ જે ’એસી’ સિસ્ટમથી મરી શકે છે એ સિસ્ટમ તમારા બાળકો માટે કેટલી ધોકાદાયક ઠરશે એવું જનતાના મનમાં ઠસાવવા માટેના એડિસનના આ બધા હીન પ્રયત્નો ચાલૂ હતા. જનતાના કાળજામાં ભય ઉત્પન્ન કરીને ’એસી’ સિસ્ટમના એડિસને કરેલા આવા  અપપ્રચારમાં તેને થોડેઘણે અંશે યશ પણ મળ્યો.   
War of Currents

’એસી’ સિસ્ટમનો અપપ્રચાર કરીને સામાન્ય જનતામાં દહેશત નિર્માણ કરવા માટે એડિસને બે ઈંજિનિયર્સની નિમણૂક પણ કરી હતી. એમાંનો એક હતો ’હેરોલ્ડ બ્રાઉન’. એણે જ ગુનેગારોને દેહાંત દંડ આપવા માટે ઉપયોગમાં લેવાતી ’ઈલેક્ટ્રિકલ ચેર’ની શોધ કરી હતી. પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારીઓએ કરેલી શોધોનું શ્રેય પણ એડિસન પોતાના નામે ચડાવતા હતા. આ ઈલેક્ટ્રિકલ ચેર અમેરિકાના ન્યુયોર્ક રાજ્યના ગુનેગારોને મૃત્યુદંડની શિક્ષા કરવા માટે ઉપયોગમાં લેવાવાની હતી. આ ચેરનું શ્રેય પણ એડિસને પોતાના નામે ચડાવ્યુ. આ ’ઈલેક્ટ્રિકલ ચેર’ માટે ’એસી’ સિસ્ટમનો ઉપયોગ કરવા માટે એડિસને બ્રાઉનને સૂચના આપી. કારણકે આમ કરવાથી એસી સિસ્ટમની વધુ બદનામી થવાની હતી.

દેહાંત દંડની સજા પામેલા ’વિલ્યમ કેમલર’ નામના અપરાધીને આ ’ઈલેક્ટ્રિકલ ચેર’ દ્વારા સજા મળવાની હતી. એડિસને અત્યાર સુધી કરેલા પ્રચાર અનુસાર જોઈએ તો કેમરલનો જીવ આ ’એસી’ સિસ્ટમને કારણે એક જ ઝટકામાં નીકળી જવો જોઈતો હતો. પરંતુ એમ બન્યુ નહીં. પહેલા શોક બાદ કેમરેલનું શરીર બળી ગયુ પરંતુ એ મર્યો નહીં. એ માટે તેને અનેકવાર આ ઈલેક્ટ્રિકલ ચેર દ્વારા શોક આપવા પડ્યા. એ પછી તેનું મૃત્યુ થયુ. આ આખી ઘટના પ્રસાર માધ્યમોનાં પ્રતિનિધી સામે આવી. કારણકે ’એસી’ સિસ્ટમની બદનામી કરવા માટે આ માધ્યમનાં પ્રતિનિધીને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ આવી અમાનુષ અને અમાનવીય પદ્ધતિ વડે દેહાંત દંડની શિક્ષા કરવા કરતા ફાંસી આપવી સારી એવી આકરી ટીકા પ્રસાર માધ્યમોએ અને પત્રકારોએ કરી.

આમ સાવ હીન સ્તરે જઈને કરેલા અપપ્રચાર પછી પણ એડિસન જીતી શક્યો નહીં, એ આપણે ધ્યાનમાં રાખવુ જરુરી છે. આજે પણ આખા વિશ્વમાં વિદ્યુતપ્રવાહ માટે ટેસલાની ’અલ્ટર્નેટિંગ કરંટ સિસ્ટમ’ જ ઉપયોગમાં લેવાય છે. વીજળી માનવજીવનનું આવશ્યક અંગ બની ગઈ છે. તેના સીવાયના જીવનની આપણે આજે કલ્પના પણ કરી શકતા નથી. આ વીજળી આપણા સુધી અધિક સુરક્ષિત રીતે, વ્યવહારુ પદ્ધતિથી પહોંચાડવામાં આવે છે એ ટેસલાની ’એસી’ સિસ્ટમ દ્વારા જ. છેવટે ’વોર ઓફ કરંટ્સ’ માં વિજય તો ડો. નિકોલ ટેસલાનો જ થયો.

                                                                    ક્રમશ :

http://www.aniruddhafriend-samirsinh.com/war-of-currents-dr-nikola-tesla/
Tags:

Written by

ગુજરાતી બાંધવામાટે ખાસ સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂ નો માહિતી નો બ્લોગ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com