AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

શુક્રવાર, 21 ડિસેમ્બર, 2018

હ્યુમનોઇડ રોબોટિક્સ

Share & Comment

જબરજસ્ત યાંત્રિક જ્ઞાનનો લાભ અમેરિકાના સંરક્ષણદળોને ઉપલબ્ધ કરાવતો પ્રસ્તાવ ડો.ટેસલાએ જ પ્રસ્તુત કર્યો હતો. આ યાંત્રિક જ્ઞાન પર આધારિત વાયરલેસ ઇલેક્ટ્રિકસીટીથી ચાલતી યુદ્ધ નૌકાનો પ્રસ્તાવ ડો. ટેસલાએ અમેરિકન નૌદલ સમક્ષ રજૂ કર્યો હતો પરંતુ અમેરિકન નૌદલે આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો.

દુનિયામાં એકસમાન કોઇ હોતુ નથી. પ્રત્યેક મનુષ્ય પાસે સ્વયંની કોઇક ને કોઇક વિશેષતા હોય છે. આ વિશેષતા જ પ્રત્યેક મનુષ્યની સ્વતંત્ર ઓળખ છે. આ વિશેષતા, પ્રતિભા કોઇ ઝૂંટવી શકતુ નથી. સંપત્તિ, માન, મર્યાદા અથવા અન્ય લૌકિક વાત કોઇ ઝૂંટવી શકે છે પરંતુ પરમેશ્ર્વર દ્વ્રારા પ્રાપ્ત સ્વતંત્ર વિશેષતા અને પ્રતિભા આપણી પાસેથી કોઇ ચોરી શકે એમ નથી. આ વૈશિષ્ટય અને ક્ષમતાનો સંપૂર્ણપણે ઉપયોગ કરીને કોઇપણ ક્ષેત્રમા સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરનાર વ્યક્તિ અર્થાત ડો. ટેસલા.
આપણને પ્રેરણા આપનારા પરમેશ્ર્વર માટે, આપણા લોકો માટે અને વિજ્ઞાનની પ્રગતિ માટે ડો. ટેસલા કોઇપણ પરિસ્થિતીનો સામનો કરવા માટે અથવા કોઇપણ પ્રકારનો ત્યાગ કરવા માટે ક્યારેય ખચકાતા નહોતાં. તેમણે પોતાના જીવનની પ્રત્યેક ક્ષણ આ ઉદાત ધ્યેયને પૂર્ણ કરવા માટે વ્યતીત કરી હતી. આજે આપણા જીવનને સુલભ બનાવવા માટે આપણી આજુબાજુના યંત્ર અને ઉપકરણના વિકાસ પાછળ ડો. ટેસલાના અવિરત પ્રયાસ જ કારણભૂત છે.

યુવાવસ્થાથી જ ડો. ટેસલા પ્રકૃતિનુ સૂક્ષ્મ નિરીક્ષણ કરતા હતાં. મનુષ્યના વિચાર, અનુભૂતિ, ઐચ્છિક ક્રિયા પર બાહ્ય વાતાવરણની વાતો તેમને પ્રભાવિત કરતી રહેતી હતી. આવુ નિરક્ષણ ડો. ટેસલાએ વર્ણિત કર્યુ છે. માત્ર એ પ્રેરણા ઓળખતુ પ્રશિક્ષણ  નહિં મળવાને કારણે આ પ્રેરણાને આપણે ઓળખી શકતા નથી.

પૃથ્વીના સમગ્ર સજીવ ’ઓટોમેટોન’ છે એવુ ડો. ટેસલા માનતા હતાં.સજીવ પોતાની બુદ્ધિનો ઉપયોગ ના કરતા હોવા છતા પણ અનેક નિત્ય ક્રિયા સહજતાથી કરતા રહે છે.આ માટે ડો. ટેસલાએ ઓટોમેટોન સંજ્ઞા આપી. આવી સહજ પ્રેરણાથી સજીવ તેમના માટે આવશ્યક મહત્વપૂર્ણ ક્રિયા કરતા રહે છે. કારણ કે આ પ્રેરણા તેમને પરમેશ્ર્વરની કૃપાથી મળતી રહે છે. એવો તેમનો વિશ્ર્વાસ હતો. પરમેશ્ર્વર પ્રદત્ત પ્રાપ્ત પ્રેરણાની ઓળખ પ્રત્યેક પ્રાણીને હોતી નથી. માત્ર કેટલાક લોકો જ આ પ્રેરણાને ઓળખી શકે છે. જે લોકો આ પ્રેરણાના ઉદગમ સ્થાનને ઓળખી શકતા નથી તેમના જીવનમા આ અનભિજ્ઞતા જ વ્યથાનુ કારણ બને છે.

અન્ન, વસ્ત્ર, ઘર અને શિક્ષણ જેવી મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ કરનાર અને સર્વેને સમાન અવસર આપે એવા સમાજની તેઓ ઇચ્છા દાખવતા હતાં. આ મૂળભૂત આવશ્યકતાની પૂર્તિ કરનાર અને એથીય આગળ વધતા ઇશ્ર્વરીય શક્તિ દ્વ્રારા પ્રેરણાની અનુભૂતિ અને જ્ઞાન પ્રાપ્ત કરાવતા અવસરની પ્રાપ્તિ કરાવતા સમાજનુ નિર્માણ ડો. ટેસલાને કરવુ હતું. આ સંકલ્પના દ્વ્રારા હ્મૂમનોઇડ રોબોટસનું આવિષ્કાર ડો. ટેસલાએ કર્યુ હતું. આ તંત્રજ્ઞાનની શાખા બનાવીને ૧૧૬ વર્ષ થઈ ગયા પરંતુ એ સમય અનુસાર આ ક્ષેત્ર આજે પણ વિસ્તૃત રુપે સફળતા પ્રાપ્ત કરી રહ્યુ છે.

મનુષ્ય અનુસાર જ બાહ્ય પ્રેરણા અનુસાર પ્રતિક્રિયા આપતુ માનવસદશ્ય રોબોટની સંકલ્પના ડો. ટેસલાએ પ્રસ્તુત કરી હતી.આદેશ આપતી યંત્રણા, નિયંત્રણ કેન્દ્ર અને સેન્સર્સ બેસાડવાનો વિચાર ડો. ટેસલાએ કર્યો હતો. તૈયાર કરેલ રોબોટસ મનુષ્યની જેમ કામ કરી શકે અને મનુષ્યની જેમ પ્રજનન શક્તિની ક્ષમતા ના હોવા છતા એક મર્યાદા સુધી મનુષ્યની જેમ નિર્ણય લેવાની ક્ષમતા આ રોબોટમાં વિકસિત કરી શકાય એમ હતું. એવુ તેમનુ માનવુ હતું. આ સંશોધન દ્વ્રારા મનુષ્યને મૂળભૂત આવશ્યકતા પૂરી કરવી સરળ બની જશે અને તેથી મનુષ્ય સ્વયંને મળનારી પરમેશ્ર્વરી પ્રેરણા વિષે વિચાર કરવા માટે વધારે શ્રમ અને સમયનો ઉપયોગ કરી શકશે એવી તેમની ધારણા હતી.


ડો. ટેસલાએ તૈયાર કરેલ પહેલા રોબોટનું પ્રાત્યક્ષિક તેમણે વર્ષ ૧૮૯૮માં ન્યૂયોર્કમાં મેડિસન સ્ક્વેયર ગાર્ડનના તળાવમાં રજૂ કર્યુ હતું. એન્ટિના ફીટ કરેલ એક નૌકા ડો. ટેસલાએ તૈયાર કરી હતી અને પોતાના હાથમા એક વાયરલેસ રિમોટ લઈને તેમણે કિનારા પર ઉભા રહીને એક નૌકા ચલાવીને બતાવી હતી. જે યુગમા વીજળી જેવી વસ્તુ દુર્લભ હતી એ યુગમા ડો. ટેસલાએ વાયરલેસ યાંત્રિક જ્ઞાનનુ યશસ્વી સ્વરુપે પ્રદર્શન કર્યુ હતું. આથી વિશેષ રિમોટથી મશીન ચાલુ કરીને બતાવ્યુ હતું. આ વાત આપણે ધ્યાનમા રાખવી જોઇએ.

ડો. ટેસલાએ તૈયાર કરેલ નૌકા છ ફૂટની હતી. તેમાં તેમણે લોજીક ગેટસ બેસાડ્યા હતાં. તેથી આ નૌકાનું નિયંત્રણ ટેસલાના હાથમા રહેતા એકમેવ રિમોટ દ્વ્રારા જ થઈ શકે એમ હતું. અન્ય બીજુ કોઇ ઉપકરણ અથવા રિમોટ આ નૌકાને કંટ્રોલમાં રાખી શકે એમ નહોતું. અર્થાત આ નૌકા હેંકિંગપ્રૂફ હતી. અહીં આપણને ડો. ટેસલાના યાંત્રિક જ્ઞાનની પરિપૂર્ણતા સમજાય છે. આ પ્રદર્શનને જોવા માટે ઉપસ્થિત લોકોએ આ પહેલા આવા પ્રયોગ જોયા નહોતાં. તેમને કંઇ સમજાતુ નહોતું. તેથી કેટલાક લોકો આ પ્રયોગ વિષે અલગ અલગ તર્ક વિતર્ક પ્રસ્તુત કરતા હતાં.

કેટલાક લોકોને આ જાદૂ જેવુ કંઇક લાગતુ હતું. કેટલાક લોકોને આ વાતને ટેલીપેથી કહેતા હતાં. કેટલાક લોકો આ છ ફૂટની નૌકામાં વાંદરુ બેઠુ છે અને તે જ નૌકા ચલાવે છે એવો દાવો કરવા લાગ્યા હતાં. આ બધી પ્રતિક્રિયા જોઇને આપણને સમજાય છે કે ટેસલાએ એ યુગમાં પણ કેટલા બધા વિકસિત તંત્રજ્ઞાનને જગત સમક્ષ પ્રસ્તુત કરતા હતાં.

આ જબરજસ્ત યાંત્રિક જ્ઞાન દ્વ્રારા અમેરિકાના સંરક્ષણ દળને મળનારા ફાયદાનો પ્રસ્તાવ ડો. ટેસલાએ પ્રસ્તુત કર્યો હતો. આ તંત્રજ્ઞાનના આધારે વાયરલેસ ઇલેકટ્રિસિટી પર ચાલતી યુદ્ધનૌકાનો પ્રસ્તાવ ટેસલાએ અમેરિકાના નૌદળ સમક્ષ રજૂ કર્યો પરંતુ તેમણે આ પ્રસ્તાવ નામંજૂર કર્યો હતો. કારણ કે નિવડ સમિતિના અધ્યક્ષનુ નામ ખબર પડતા આ વાત સમજાશે. થોમસ અલ્વા એડિસન જ આ સમિતીના અધ્યક્ષ હતાં અર્થાત વોર ઓફ કરન્ટમાં પરાભૂત થયેલ એડિસનને ડો. ટેસલાનુ નુકશાન થાય એવુ ઇચ્છતા હતાં અને તેમને આ માટે અવસર મળ્યો હતો.

પોતાના યુગથી લગભગ સો વર્ષ આગળ ચાલનારા યાંત્રિક જ્ઞાનને સ્વીકારવાની દુનિયાની તૈયારી નહોતી એવુ ટેસલાની કેટલીક શોધ જોઇને અને તેની પ્રતિક્રિયા જોઇને આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ. ડો. ટેસલાના આ પ્રયોગના ૪૨ વર્ષ પછી જર્મન ફોજે બીજા વિશ્ર્વયુદ્ધમાં પહેલા ’રેડિયો કંટ્રોલ બોમ્બ’નો ઉપયોગ કર્યો હતો, આ વાત ધ્યાનમા રાખવી જોઇએ.

આજે મનુષ્યના જીવનમા આસપાસના પ્રત્યેક ક્ષેત્રમાં મશીનો અને રોબોટનો પ્રવેશ થયો છે. સો વર્ષ પહેલાં જ ડો. ટેસલાએ વિકસિત કરેલ તંત્રજ્ઞાન અને તેનો ઉપયોગ પાછળનો તેનો વિચાર કેટલો ઉચિત હતો એ સિદ્ધ કરવાઅ માટે આપણે અન્ય બીજા ઉદાહરણની આવશ્યકતા નથી. ડર્ટી, ડેંજરન્સ અને ડિફિકલ્ટ અર્થાત ગંદકી, જોખમ અને મુશ્કેલ કાર્ય માટે આજે મનુષ્યની જગ્યાએ રોબોટનો ઉપયોગ કરવામા આવે છે. પોતાના ઉત્પાદનને ગ્રાહક સુધી પહોંચાડવા માટે વિશ્ર્વની અગ્રણ્ય કંપનીઓ આજે ડ્રોન્સ અને માનવરહિત આવાગમનના સાધનનો ઉપયોગ કરે છે. પરંતુ અતિપ્રગત યાંત્રિક જ્ઞાનનો ઉપયોગ કરનર કંપનીઓને આહીંથી આગળ વધીને કાર્ય કરવા માટે સફળતા મળી નથી.પરંતુ ૧૧૬ વર્ષ પહેલાં જ ડો. ટેસલાએ આ સફળતા પોતાના જ સંશોધનમાં પ્રાપ્ત કરી હતી.
ક્રમશ: ...
Tags:

Written by

ગુજરાતી બાંધવામાટે ખાસ સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂ નો માહિતી નો બ્લોગ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com