AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

શુક્રવાર, 26 જૂન, 2015

જીવનવિકાસની શરુઆત

Share & Comment
આ વિદ્યાર્થી મનમાં ને મનમાં ગણિત ઉકેલીને કેવી રીતે જવાબ આપી શકે છે, એ બીચારા શિક્ષકો સમજી શકતા નહતા. આ વિદ્યાર્થી નક્કી આપણને ફસાવી રહ્યો છે, એમ તેઓ સમજ્યા. છેવટે નિકોલ ટેસલાએ એમની આ શંકા દૂર કરી. પોતે વિચાર કરીને ગણિતના ઉકેલ લાવે છે એ એમણે શિક્ષકોને બતાવી આપ્યુ. આ જોઈને શિક્ષકો નવાઈ પામી ગયા. જે ગ્રેજ્યુએશન માટે બીજા વિદ્યાર્થીઓને ચાર વરસ લાગતા હતા, એ અભ્યાસક્રમ ટેસલાએ માત્ર ત્રણ વરસમાં જ પૂરો કર્યો.

ડો. નિકોલ ટેસલા માટે વિજ્ઞાન અને અધ્યાત્મ એ એક જ સીક્કાની બે બાજુઓ હતી. નિસર્ગમાં બનતી પ્રત્યેક ઘટના એટલે પરમેશ્વરનો આવિષ્કાર એવી એમની ધારણા હોતી. એમની આ આધ્યાત્મિક વિચારધારા માટે એમની કૌટુંબીક પાશ્વભૂમી જવાબદાર હતી. ટેસલાનો જન્મ જ મૂળ પરમેશ્વર ઉપર અવિચલ શ્રદ્ધા ધરાવતા કેથેલિક કુટુંબમાં થયો હતો. ડો. નિકોલ ટેસલાના પિતા મિલ્યુટિન ટેસલા ખ્રીસ્તી ધર્મોપદેશક હતા અને એમના નાના પણ ધર્મોપદેશક હતા. એમના માતા ડુકા ટેસલા એક સામાન્ય ગૃહિણી હતા. તેઓ વધુ ભણેલા નહતા. પરંતુ આ માતાએ જ ટેસલાને વૈજ્ઞાનિક દ્રષ્ટીએ વિચાર કરતા શિખવ્યુ.

Dr. Nikola Tesla – Early Life
ડુકા ટેસલા રસોડામાં હંમેશા કંઈક અલગ બનાવવાનો પ્રયન્ત કરતા. દરરોજના કામમાં પણ કંઈક અલગ કરવાનો તેમજ કામ અલગ પધ્ધતીથી ઉકેલવાની એમની આદત ટેસલા ઉપર ખૂબ મોટો પ્રભાવ પાડનારી સાબીત થઈ. ઓછુ ભણીલી હોવા છતા એમની માતાએ ઈંડુ ફેંટવાનું યંત્ર - ’એગ બીટર’ તૈયાર કર્યુ હતુ. આ ઉપરથી ટેસલાને બાળપણમાં મળેલા સંસ્કારની આપણે કલ્પના કરી શકીએ છીએ. ટેસલાને એમની માતા પર ખૂબ પ્રેમ હતો. એમની પ્રયોગશીલતા ટેસલાને પ્રેરણા પૂરી પાડતી. આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક સંસ્કાર કરનારા કુટુંબમાં ટેસલાના આવિષ્કારી, તર્કશુદ્ધ અને નિર્ભયતા વગેરે સદગુણોનો વિકાસ ન થાય તો જ નવાઈ.

ટેસલાને મિલ્કા, અંજેલિના અને મારિકા નામની ત્રણ બહેનો હતી. એમના એક મોટા ભાઈ પણ હતા જેમનુ નામ ડેન હતુ. કમનસીબે ડેન ઘોડેસવારી કરતી વખતે એક અકસ્માતનો શિકાર બન્યો અને તેનું મૃત્યુ થઈ ગયુ. આગળ જતા ડો. નિકોલ ટેસલાના સંશોધનને મળેલી અપ્રતિમ સફળતાથી બળીને એમના વિરોધીઓએ ડેનના મૃત્યુ માટે ટેસલા જવાબદાર હતો એવો આરોપ પણ લગાડ્યો. જે અકસ્માતનો ડેન શિકાર બન્યો એ અકસ્માત ટેસલાએ જ જાણીજોઈને કરાવડાવ્યો છે એવો નિમ્નસ્તરનો અપપ્રચાર ટેસલાના વિરોધીઓએ કર્યો.  પરંતુ એમના ચારિત્રહનનના આવા અશ્લાધ્ય પ્રયત્નો ક્યારેય સફળ થયા નહી. આવા નીચ સ્તરે જઈને વિરોધ કરનારાની વિરુધમાં ટેસલાએ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહી.

ટેસલાનો જ્યાં જન્મ થયો હતો એ સ્મિલિયાન પ્રાંતની શાળામાં એમણે જર્મન, ગણિત અને ધર્મશાસ્ત્રનું શિક્ષણ લીધુ. ત્યારબાદ ટેસલાનું કુટુંબ ગાસ્પિકમાં સ્થાયી થયુ. એમના પિતા ત્યાંના એક ચર્ચમાં પાસ્ટર તરીકે કાર્યરત હતા. ટેસલાનું આગળનું શિક્ષણ અહીં જ થયુ. એ પછી એમના કુટુંબે ૧૮૭૦ની સાલમાં કાવ્હોલાક ઠેકાણે સ્થળાંતર કર્યુ. જ્યાં ટેસલાએ પોતાનું આગળનું શિક્ષણ લીધુ.

કોઈપણ શિક્ષકને પોતાના બુદ્ધીશાળી અને પરિશ્રમી વિદ્યાર્થી પ્રત્યે અભિમાન હોય છે. ઉપરાંત આવા વિદ્યાર્થી પાસેથી તેઓને ઘણી અપેક્ષાઓ પણ હોય છે. હોંશિયાર વિદ્યાર્થીનું હંમેશા બહુમાન થતુ જ હોય છે. પરંતુ ટેસલાની બાબતમાં આ વાત શરુઆતમાં સાચી ઠરી નહતી. ઉલટાનું એના શિક્ષકો એની તરફ શંકાની નજરથી જોતા હતા. આનું કારણ પણ ઘણુ અલગ હતુ. ટેસલા એમના શિક્ષકો તરફથી અપાતા કોમ્પ્લીકેટેડ કેલ્ક્યુલેશન વાળા ગણિતના સ્ટેપ્સને લખ્યા વગર મનમાં ને મનમાં તેનો ઉકેલ શોધી કાઢતા. એ માટે એમને વધારે સમય લાગતો નહી અને પછી મનમાં જ તૈયાર થયેલો ઉત્તર તેઓ લખી કાઢતા. જે હંમેશા અચૂક જ નીકળતો પરંતુ એમના શિક્ષકોને વિશ્વાસ બેસતો નહીં. આ વિદ્યાર્થી મનમાં ને મનમાં ગણિત ઉકેલીને કેવી રીતે જવાબ આપી શકે છે, એ બીચારા શિક્ષકો સમજી શકતા નહતા. આ વિદ્યાર્થી નક્કી આપણને ફસાવી રહ્યો છે, એમ તેઓ સમજ્યા. છેવટે નિકોલ ટેસલાએ એમની આ શંકા દૂર કરી. પોતે વિચાર કરીને ગણિતના ઉકેલ લાવે છે એ એમણે શિક્ષકોને બતાવી આપ્યુ. આ જોઈને શિક્ષકો નવાઈ પામી ગયા. જે ગ્રેજ્યુએશન માટે બીજા વિદ્યાર્થીઓને ચાર વરસ લાગતા હતા, એ અભ્યાસક્રમ ટેસલાએ માત્ર ત્રણ વરસમાં જ પૂરો કર્યો. ૧૮૯૩માં તેઓ ગ્રેજ્યુએટ થયા. એ જ વરસમાં તેઓ પોતાના જન્મસ્થળ સ્મિલિયાનમાં પાછા ફર્યા. અહીં આવ્યા બાદ એમને જીવલેણ કોલેરા થયો. પરંતુ એમાંથી પણ એ સારા થઈ ગયા.

Dr. Nikola Tesla – Early Life
૧૮૭૪ના વરસ દરમ્યાન ટેસલા નિસર્ગના સાનિધ્યમાં અને પહાડોમાં મુક્ત વિહાર કરી રહ્યા હતા. પરમેશ્વરે નિર્માણ કરેલુ જગત અને નિસર્ગનો અભ્યાસ એ જ ટેસલાના ચિંતનનો વિષય હતો. આ સમય દરમ્યાન એમણે કરેલુ નિરીક્ષણ આગળ જતાં એમના સંશોધનોને ચાલના આપનારુ સાબીત થયુ. આ અભ્યાસ એમને માનસિક અને શારીરિક દ્રષ્ટીએ પણ સક્ષમ કરનારો ઠર્યો.

૧૮૭૫ની સાલમાં એમણે ઓસ્ટ્રિયાના ગ્રાઝમાં આવેલી ’પોલિટેક્નિક કોલેજ’માં પ્રવેશ લીધો. આ કોલેજમાં એમણે સ્કોલરશિપ માટે પોતાનું નામ પણ નોંધાવ્યુ. એમની જ્ઞાન મેળવવાની ભૂખ સતત વધી રહી. આ કોલેજના એકપણ લેક્ચરો તેઓ ચૂકવતા નહીં. આ કોલેજમાં કુલ મળીને નઉ પરિક્ષાઓમાં સૌથી વધુ માર્ક્સ મેળવવાનો વિક્રમ એમના ફાળે નોંધાયો હતો. આ પરિક્ષાઓ એમને આપવી પડતી જરુરી પરિક્ષાઓ કરતા બમણી હતી એવુ કહેવાય છે. અહીં એમણે ’સર્બિયન કલ્ચર ક્લબ’ની પણ સ્થાપના કરી હતી.

આ પોલિટેક્નિક કોલેજના ડિને આ અસામાન્ય વિદ્યાર્થીને ’સ્ટાર ઓફ દ ફર્સ્ટ રેંક’ થી સન્માનીત કર્યા હતા. આ બધા સન્માન અને બહુમાન મેળવનારા ટેસલા અભ્યાસ માટે કેટલો સમય આપતા હશે એની આપણે કલ્પના કરવી રહી. મધરાતે ત્રણ વાગ્યાથી લઈને બીજા દિવસના રાતના ૧૧ વાગ્યા સુધી ટેસલા અવિરત અભ્યાસ કરતા હતા. દિવસના ૨૦ કલાક કામ કરનારા આ વિદ્યાર્થી અઠવાડિયાની મળતી એક રજા પણ ન લેતા અભ્યાસમાં મગ્ન રહેતા.

૧૮૭૮ની સાલમાં તેઓ ગ્રાઝ છોડીને પાછા ગોસ્પિકમાં આવ્યા. અહીં તેઓ અધ્યાપક બન્યા. ૧૮૮૦માં તેઓ બુડાપેસ્ટ આવ્યા. અહીં ટેલિફોન એક્સચેન્જનું બાંધકામ ચાલૂ હતુ. એમના સેંટ્રલ ટેલિગ્રાફ ઓફિસમાં ટેસલાએ ’ડ્રાફ્ટ્સમેન’ તરીકે નોકરી સ્વીકારી. આ ટેલિફોન એક્સચેન્જ તૈયાર થઈ ગયા બાદ ટેસલાને ત્યાં ચીફ ઈલેક્ટ્રિશિયન તરીકે નીમવામાં આવ્યા. આ સમય દરમ્યાન તેઓએ સેંટ્રલ સ્ટેશનની પ્રક્રિયામાં ઘણા મોટા ફેરફારો કર્યા.

......અને અહિંથી જ એમના સંશોધન કાર્યની પહેલી શરુઆત થઈ. ટેલિફોન ’રિપીટર’ અને ’એંપ્લિફાયર’ એમણે તૈયાર કર્યુ. પરંતુ જનકલ્યાણ એ જ પોતાના સંશોધનનો મૂળ હેતુ છે એમ માનનારા આ સંશોધકે પોતાના પહેલાવહેલા સંશોધનની પેટંટ લીધી નહીં.

આગળ જતાં ટેસલાએ ફ્રાન્સની રાજધાની પેરીસમાં આવેલી થોમસ અલ્વા એડિસનની કંપનીમાં નોકરી સ્વીકારી. આ કંપની દ્વારા તૈયાર કરવામાં આવતા ઈલેક્ટ્રિકલ ઉપકરણની ’ડિઝાઈન’ માં સુધારણા કરવાનું કામ ઈંજીનિયર તરીકે નિકોલ ટેસલા કરતા હતા. અહીં એમના સિનિયરો એમનું કામ જોઈને મોઢામાં આંગળા નાખી ગયા. એમના સિનિયરોમાંથી એક ચાલ્સ બેચલર હતા જે ટેસલાના કામથી એટલા પ્રભાવીત થયા કે એમણે ટેસલાની સિફારીસ કરતો એક પત્ર લખીને એમને એ પત્ર સાથે એડિસનને મળવા માટે અમેરિકા મોકલી આપ્યા. આ પત્રમાં બેચલરે એડિસનને ટેસલાની ઓળખાણ ખૂબ થોડા શબ્દોમાં કરાવી.

’હું બે મહાન વ્યક્તિઓને ઓળખુ છુ. એમાંના તમે એક છો. અને બીજી મહાન વ્યક્તિ એટલે આ યુવાન’. એ શબ્દો આ પ્રમાણે હતા. ટેસલા પોતે પણ એડિસનને મળવા માટે ખૂબ આતુર હતા, તેઓ અડિસનને પોતાના આદર્શ માનતા હતા. ખિસ્સામાં ચાર સેંટ્સ અને બેચલરે આપેલો પત્ર લઈને ટેસલા અમેરિકા પહોંચ્યા. એ સમયના સૌથી મોટા યંત્રજ્ઞ ગણાતા એડિસન માટે ટેસલા ખૂબ આદર ધરાવતા હતા માટે એમને મળવા માટે તેઓ ઉત્સુક હોય એ સ્વાભાવિક છે. પરંતુ આગળ જતાં એડિસન ટેસલા માટે આદર્શ રહ્યા નહી. એ બાબત વીશે આપણે આગળ જાણવાના જ છીએ. પરંતુ યુવાન વયે અમેરિકાની ધરતી પર પગ મૂકનારા નિકોલ ટેસલા આવનારા છ દશક સુધી આ દેશમાં રહીને જ અભૂતપૂર્વ કામગીરી કરવાના હતા. એમનું દરેક સંશોધન અને અચંબીત કરી નાખનારુ પ્રદર્શન આવનારા સમયમાં અમેરિકાને વિસ્મિત કરી નાખનારુ હતુ.

                                                                    ક્રમશ :

http://www.aniruddhafriend-samirsinh.com/dr-nikola-tesla-early-life/
Tags:

Written by

ગુજરાતી બાંધવામાટે ખાસ સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂ નો માહિતી નો બ્લોગ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com