AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

ગુરુવાર, 25 જૂન, 2015

ડો. નિકોલ ટેસલા

Share & Comment
આ શીલવાન સંશોધકે પોતાના ઉપર આવેલા સંકટોથી વિચલીત થયા વગર ધૈર્યથી તેનો સામનો કર્યો. પોતાનું સંશોધન કાર્ય વધુ જોશપૂર્વક આગળ વધારતા ગયા. સંશોધન માટે જરુરી સાધનસંપત્તીની ઉણપ, વિરોધીઓના કપટકારસ્તાન, આ બધુ ટેસલાના મક્કમ નિર્ધાર અને અટળ શ્રદ્ધા સામે ખૂબ જ વામણુ સાબીત થયુ.
   
 
Introduction to Dr. Nikola Tesla – The God of Science
   એથી જ આજે પણ ટેસલાના સંશોધનો આપણા જીવનનો એક ભાગ બનેલા છે. માનવીનું જીવન અધિક સુલભ, સુરક્ષિત, સમૃદ્ધ અને ઐશ્વર્યશાળી બનાવવુ એ જ એમના સંશોધનો પાછળની મૂળ પ્રેરણા હતી. જેનું ક્યારેય નામ પણ સાંભળ્યુ ન હોય એવા અનેક મહાત્માઓ માનવજાત ઉપર અનેક પ્રકારે ઉપકાર કરતા હોય છે. માણસનું ભવિષ્ય ઘડતા હોય છે. ડો. નિકોલ ટેસલા માનવજાત ઉપર અગણિત ઉપકાર કરનારી અનેક મહાન વિભૂતીઓમાંના એક. એમના વીશે જાણવુ એટલે સાચી વૈજ્ઞાનિક દ્રષ્ટીથી જગતને જોતા શીખવુ, માનવી સદગુણોની હિમાલય જેટલી ભવ્યતા અનુભવવી.

ભવ્યતાનું પરમોચ્ચ દ્રશ્ય સ્વરુપ એટલે હિમાલય. આપણામાંથી અનેક જણે હિમાલયને પ્રત્યક્ષ જોયો નહીં હોય. પરંતુ તેની ઉંચાઈ અને ભવ્યતાથી આપણે જરુર વાકેફ છીએ. પરંતુ આ નગાધિરાજ હિમાલય વીશે કોઈ જ જાણકારી ન હોય એવો કોઈ આપણને ભટકાઈ ગયો તો આપણને જબરો આઘાત લાગ્યા વગર રહેશે નહીં. એટલે જ માનવી કતૃત્વના હિમાલય સમાન ડો. નિકોલ ટેસલા વીશે આજ સુધી આપણને કંઈજ ખબર નહતી. આ વાતનું આશ્ચર્ય અને ખંત અનેક જણાએ વ્યક્ત કર્યા. અનિરુદ્ધ બાપુએ પોતાના પ્રવચનમાં નિકોલ ટેસલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે એના જેવો મોટો શાસ્ત્રજ્ઞ થયો નથી અને ભવિષ્યમાં પણ થશે નહીં. પરંતુ આજ સુધી આપણે આ સર્વશ્રેષ્ઠ સંશોધક વીશે કંઈ જાણતા નહતા એ તેનું નહીં આપણુ દુર્દેવ છે એમ એમણે પોતાના પ્રવચનમાં કહ્યું હતુ.

 નિકોલ ટેસલા વીશે જાણકારી મેળવવી એ ખરા અર્થમાં હિમાલયનાં દર્શન કરવા સમાન છે. આપણે આ મહાન શાસ્ત્રજ્ઞનું નામ સાંભળ્યુ નહીં હોય. પરંતુ એમણે કરેલુ સંશોધન આજના માનવીજીવનનું અવિભાજ્ય અંગ બની ગયુ છે. માનવીજીવનની સ્થિતીગતી આ અસામાન્ય સંશોધકે બદલી નાંખી,  એના અનેક ઉ.દા. આપી શકાય છે. આજની તારીખમાં એમના નામ ઉપર ૭૦૦ પેટંટ બોલે છે. આ એક વિશ્વવિક્રમ છે જેનાથી આપણે અજાણ છીએ. ’અલ્ટરનેટીવ્હ કરંટ’ , ’પીસ રે’, હ્યુમનોઈડ રોબોટ, ટેલિવ્હિજન, રિમોટ કંટ્રોલ, એક્સ-રે, વાયરલેસ પાવર ટ્રાન્સમિશન, ઈંડક્શન મોટર, રેડિઓ, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રિન્સિપલ, વાયરલેસ કમ્યુનિકેશન, ટેલિફોન રિપિટર, ટેસલા કોઈલ ટ્રાન્સફોર્મર, ટેલેપોર્ટેશન, સ્પેસટાઈમ બેંડિંગ, ટાઈમ ટ્રેવ્હલ એટલે સમયમાંથી પ્રવાસ કરવો આ બધા ઉપર ટેસલાએ સંશોધન કર્યુ છે. એમના સંશોધનને કારણે થયેલી પ્રગતીનો લાભ આપણે આપણા રોજીંદા જીવનમાં ઉઠાવી રહ્યા છીએ.

આનો અર્થ ટેસલાનો જન્મ અર્વાચીનકાળમાં થયો હશે એમ માની લઈએ તો એ ખોટુ છે. જે સમયગાળામાં ટેસલાએ આ સંશોધનો કર્યા હતા એ સમયમાં વિજ્ઞાનની સહાયથી આ બધુ શક્ય થઈ શકે છે એ કોઈને માનવામાં આવેત નહીં અને આવી કલ્પના સુદ્ધા કરનારને ગાંડામાં ખપાવવમાં આવ્યા હોત. એટલે જ ન ભૂતો ન ભવિષ્યતી મનાતા આ સંશોધક વીશે જે જાણે છે, તેઓ એને ’વિજ્ઞાનના દેવ’ કહે છે. આ અતિશયોક્તી નથી. ટેસલાનું સંશોધન માનવીજીવનના દરેક પહેલુને સ્પર્શ કરનારુ અને સર્વવ્યાપી છે. એમને આપવામાં આવેલી આ ઉપાધીને તેઓ પૂરેપૂરા પાત્ર છે એમ આ ’માનવી કર્તૃત્વના હિમાલયનું’ દર્શન કરી ચૂકેલા દરેક જણ પૂરા આત્મવિશ્વાસથી કહી શકશે.

    ૧૦ જુલાઈ, ૧૮૫૬ના દિવસે આ મહાન સંશોધકનો જન્મ ઓસ્ટ્રિયન સામ્રાજ્ય એટલે કે આજનું ક્રોએશિયામાં થયો. જે સમયે તેઓનો જન્મ થયો એ મધ્યરાત્રીનો સમય હતો અને વીજળીના કડાકા ભડાકા શરુ હતા. આ માહિતી એમનો જન્મ કરાવનારી દાઈએ આપી હતી. દિકરાના લક્ષણ પારણામાં એવી આપણે ત્યાં કહેવત છે. જે નિકોલ ટેસલાની બાબતમાં ખરી ઉતરી છે. તેઓના જન્મનું સ્વાગત આકાશમાં ચમકનારી વીજળીએ કર્યુ હતુ એ બાબત પેલી અનુભવી દાઈની નજરમાંથી ચૂકી નહીં. તેણીએ આ બાળક કોઈ મહાન કાર્યનો સર્જક બનશે એવી ભવિષ્યવાણી ઉચ્ચારી હતી. તેની આ વાણી ટેસલાએ પોતાના જીવનમાં શબ્દેશબ્દ ખરી કરી બતાવી.  

    ઓસ્ટ્રિયાની પોલિટેક્નિક સ્લૂકમાં ટેસલાએ શિક્ષણ પ્રાપ્ત કર્યુ. એ પછી પ્રાગના વિશ્વવિદ્યાલયમાં તેઓએ તત્વજ્ઞાનનો અભ્યાસ શરુ કર્યો. અમેરિકાની યેલ વિદ્યાપીઠ અને કોલંબિયાની વિદ્યાપીઠે તેઓને ’ઓનરરી ડોક્ટરેટ’ વડે સમ્માનિત કર્યા હતા. ટેસલા ૧૮ ભાષાઓ જાણતા હતા. એમાંથી ૧૨ ભાષાઓ ઉપર એમનું સારુ પ્રભુત્વ હતુ. આ ભાષાઓમાં, તેઓ જ્યાં જન્મ્યા હતા એ વિભાગની સર્બો-ક્રોએશિયન, લેટિન, ઈટાલિયન, ફ્રેન્ચ, જર્મન અને ઈંગ્લિશ આ ભાષાઓનો સમાવેશ થાય છે. જીવનભર તેઓએ અનેક સન્માનો મેળવ્યા. તેની યાદી કરવા બેસીએ તો ખૂબ જ લાંબી થશે પરંતુ વિજ્ઞાનના ક્ષેત્રમાં એ સમયમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવતા અમુક પુરસ્કારોનો ઉલ્લેખ કરવો રહ્યો.  

 
Introduction to Dr. Nikola Tesla – The God of Science
   સર્બિયાના રાજા કિંગ મિલાન પહેલા તરફથી ટેસલાને ૧૮૮૩ની સાલમાં ’ઓર્ડર ઓફ સેંટ સાવા’ ની ઉપાધી મળી હતી. ફ્રેન્કલિન વિદ્યાપીઠ દ્વારા આપવામાં આવતુ સર્વોચ્ચ સન્માન ’દ ઈલિયટ ક્રેસાન મેડલ’ ટેસલાને મળ્યુ હતુ. માનવી જીવન અધિક સુંદર, સગવડતાભર્યુ, કલ્યાણકારી અને આનંદમય બનાવનારાને બહાલ કરવામાં આવતો ’દ જોન સ્કોટ એવોર્ડ’ ટેસલાને મળ્યો હતો. ’દ ઓર્ડર ઓફ પ્રિન્સ ડાનિલો’ આ સન્માન મોન્ટેનેગ્રોના રાજા કિંગ નિકોલના હસ્તે ટેસલાને મળ્યુ હતુ. ઈલેક્ટ્રિકલ ઈંજિનિઅરિંગમાં જબરદસ્ત કામગીરી કરનારને અમેરિકા દ્વારા આપવામાં આવતુ ’એડિસન મેડલ’ ટેસલાને ૧૯૧૭ની સાલમાં મળ્યુ હતુ.

    જીવનભર તેઓએ અનેક સન્માનો મેળવ્યા પરંતુ તેઓના મૃત્યુ પછી પણ તેમને અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા. સંશોધકોના ’હોલ ઓફ ફેમ’ માટે તેઓને ૧૯૭૫ની સાલમાં નિવડવામાં આવ્યા હતા. અમેરિકાના પોસ્ટ વિભાગે ૧૯૮૩ની સાલમાં ટેસલાના નામના સ્ટેંપ કાઢ્યા હતા. એટલુ જ નહીં પરંતુ ઈલેક્ટ્રિકલ ઈંજિનિઅરિંગમાં ખૂબ મોટી કામગીરી બજાવનારને ટેસલાના નામથી પુરસ્કાર આપવામાં આવે છે. ’દ નિકોલ ટેસલા એવોર્ડ’ જે આ ક્ષેત્રમાં સૌથી મોટુ સન્માન અપાવનારો પુરસ્કાર માનવામાં આવે છે.

    પોતાની હયાતીમાં અનેક સન્માન અને પુરસ્કાર તેમજ અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરનારા આ અદ્વિતિય સંશોધકને પરમેશ્વર ઉપર અતૂટ શ્રદ્ધા હતી. એક શ્રદ્ધાવાન કેથલિક કુટુંબમાં તેઓનો જન્મ થયો હતો. નિસર્ગમાં બનતી પ્રત્યેક ઘટનાઓ પાછળ પરમેશ્વરનો ચમત્કાર હોય છે, એવી ટેસલાની ધારણા હતી. વિજ્ઞાન અને અધ્યાત્મ એ એકજ સિક્કાની બે બાજુઓ છે એમ ટેસલા માનતા હતા. એટલુ જ નહીં પરંતુ આ બન્ને બાજુઓ પર પરમેશ્વરનું નિયંત્રણ છે એવો એમને દ્રઢ વિશ્વાસ હતો. આવા અટલ વિશ્વાસથી ભરેલા એવા ટેસલાએ અચંબીત કરી નાખનારી શોધો કરી. એટલુ જ નહીં તો આ અસાધારણ વ્યક્તિત્વ ધરાવતા સંશોધકની સામે જીવનભર અનેક મોટા મોટા સંકટો અને આવાહનો આવ્યા. પરંતુ આ શીલવાન સંશોધકે પોતાના ઉપર આવેલા સંકટોથી વિચલીત થયા વગર ધૈર્યથી તેનો સામનો કર્યો. પોતાનું સંશોધન કાર્ય વધુ જોશપૂર્વક આગળ વધારતા ગયા. સંશોધન માટે જરુરી સાધનસંપત્તીની ઉણપ, વિરોધીઓના કપટકારસ્તાન, આ બધુ ટેસલાના મક્કમ નિર્ધાર અને અટળ શ્રદ્ધા સામે ખૂબ જ વામણુ સાબીત થયુ.
   
    એથી જ આજે પણ ટેસલાના સંશોધનો આપણા જીવનનો એક ભાગ બનેલા છે. માનવીનું જીવન અધિક સુલભ, સુરક્ષિત, સમૃદ્ધ અને ઐશ્વર્યશાળી બનાવવુ એ જ એમના સંશોધનો પાછળની મૂળ પ્રેરણા હતી. જેનું ક્યારેય નામ પણ સાંભળ્યુ ન હોય એવા અનેક મહાત્માઓ માનવજાત ઉપર અનેક પ્રકારે ઉપકાર કરતા હોય છે. માણસનું ભવિષ્ય ઘડતા હોય છે. ડો. નિકોલ ટેસલા માનવજાત ઉપર અગણિત ઉપકાર કરનારી અનેક મહાન વિભૂતીઓમાંના એક. એમના વીશે જાણવુ એટલે સાચી વૈજ્ઞાનિક દ્રષ્ટીથી જગતને જોતા શીખવુ, માનવી સદગુણોની હિમાલય જેટલી ભવ્યતા અનુભવવી.

    .......અને આ ’હિમાલયનું’ પર્યટન કરાવનારી લેખમાળા આજથી આપણે શરુ કરી રહ્યા છીએ. આ લેખમાળામાં આપણે ટેસલાનું જીવન, તેઓએ કરેલા સંશોધન વગેરેની માહિતી મેળવવાના છીએ. કારણકે આ ’હિમાલયની’ માહિતી ન હોવાનું દુર્ભાગ્ય આપણે ભૂંસી નાખવાનું છે. ભાગ્યશાળી બનવા માટે !
   
 http://www.aniruddhafriend-samirsinh.com/introduction-to-dr-nikola-tesla-the-god-of-science/
Tags:

Written by

ગુજરાતી બાંધવામાટે ખાસ સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂ નો માહિતી નો બ્લોગ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com