AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

શુક્રવાર, 26 જુલાઈ, 2013

ઘઉંનું સત્વ બનવવાની રીત (નુસખો)

Share & Comment


૨૭ જૂન ૨૦૧૩ના પ્રવચનમાં બાપુએ કહેલી ઘઉંના સત્વની વિધી અહીં આપી રહ્યા છીએ.

ઘઉં રાત્રે પાણીમાં પલાળી રાખવા. આ પાણી બીજા દિવસે કાઢી નાખવું. ઘઉંને ફરી બીજા પાણીમાં પલાળવા. ત્રીજા દિવસે આ પાણી પણ કાઢી નાખવું. ઘઉંમાં ફરી તાજુ પાણી ઉમેરવુ. ચોથા દિવસે ઘઉંમાંથી પાણી કાઢી નાંખવુ અને આ ચાર દિવસ ભીંજાયેલા ઘઉંમાં થોડુ નવુ પાણી નાખી આ ઘઉંને વાટી નાખવા. (મિક્સરમાં અથવા પથ્થર ઉપર). આવી રીતે વાટેલા ઘઉં નીચોવીને અને ગાળીને તૈયાર થયેલી લાપશી એક તપેલીમાં કાઢી લેવી અને ઉપર ઢાંકણું ઢાંકી દેવુ.

છ થી સાત કલાક પછી તપેલીનું ઢાંકણુ ખોલીને જોવુ. ઘઉંનું સત્તુ વાસણમાં નીચે જમા થયેલું હશે અને ઉપર નીતરેલું પાણી દેખાશે. આ પાણી નીતારી લેવુ. આવી રીતે તૈયાર થયેલુ ઘઉંનુ સત્વ બરણી અથવા ડબ્બામાં ભરી લેવુ.

ઉપાય - ૧ :

સ્થૂળ વ્યક્તિ માટે :
૧) ઘઉંનું સત્વ - એક વાટકી
૨) પાણી - ચાર વાટકી
૩) હિંગ - એક નાનો ચમચો
૪) મીઠું (સ્વાદ અનુસાર)
૫) જીરુ (સ્વાદ અનુસાર)
ઉપર પ્રમાણે મિશ્રણ તૈયાર કરવુ અને એક તપેલીમાં લઈને ધીમી આંચે શિજવવુ. આ મિશ્રણ સતત હલાવતા રહેવું જરૂરી છે જેથી ગઠ્ઠા ન પડી જાય.


ઉપાય - ૨ :

બારીક વ્યક્તિ માટે :
૧)ઘઉંનું સત્વ - એક વાટકી
૨)ઘી - બે ચમચા
૩)દૂધ - એક વાટકી
૪)સાકર - બે ચમચા
૫)એલચીનો પાવડર (સ્વાદ મુજબ)
એક તપેલીમાં બે ચમચા ઘી નાંખીને ગરમ કરવું. આ ઘીમાં ઘઉંનું સત્વ ઉમેરવું. એ પછી તેમાં એક વાટકી ભરીને દૂધ અને બે ચમચા સાકર નાખીને ધીમી આંચ ઉપર શીજવવું. જોઈએ એટલો એલચીનો પાવડર નાંખીને સતત હલાવતા રહેવું. ઘી ઉપર તરવા માંડે એટલે તે તૈયાર થઈ ગયુ છે એમ સમજવુ અને ગેસ બંધ કરવો.

આ તૈયાર સત્વ રોજ દિવસમાં એકવાર એક વાટકી જેટલુ ખાવુ.

(ટીપ : આ રેસિપીનો વ્હિડીયો ટૂંક સમયમાં બતાડવામાં આવશે)
Tags: ,

Written by

ગુજરાતી બાંધવામાટે ખાસ સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂ નો માહિતી નો બ્લોગ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

  • ફાલ્ગુની પાઠક નો અનુભવ

    અકસ્માત ભય જાય, ટળે અકાળ મરણ - ફાલ્ગુની પાઠક - ફાલ્ગુની પાઠક હરિ ૐ, મહારાષ્ટ્ર કેન્દ્ર સરકાર અને એમ.ટી.ડી.સી. એ કોલ્હાપુરમાં...
    READ MORE »
  • હું અનિરુધ્ધ છું

    | હરિ ૐ | હું અનિરુધ્ધ છું પોતાના પચાસમાં જન્મદિવસ નિમિત્તે પ્રકાશિત થનાર દૈનિકની વિશેષ આવૃતીમાંનો અગ્રલેખ અને તે પણ પોતાની ઉપર જ લખવાવાળો,...
    READ MORE »

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © 2025 સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com