AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

શુક્રવાર, 4 જુલાઈ, 2014

શ્રીશ્વાસમ

Share & Comment
ગુરુવાર, તા. ૦૭/૧૧/૨૦૧૩ ના દિવસે ’શ્રીશ્વાસમ’ ઉત્સવની પ્રાથમિક માહિતી મળી. જાન્યુઆરી ૨૦૧૪માં ’શ્રીશ્વાસમ’ ઉત્સવ ઉજવવામાં આવનાર છે. ’શ્રીશ્વાસમ’નું માનવજીવનમાં શું મહત્વ છે એ પણ બાપુએ પ્રવચનમાં કહ્યું. સૌપ્રથમ ’ઉત્સાહ’ વીશે માહિતી આપતા બાપુ બોલ્યા, ’માણસના પ્રત્યેક કાર્યની કે ધ્યેયની પૂર્તી માટે ઉત્સાહ ખૂબ જ મહત્વનો હોય છે. ઉત્સાહ માનવના જીવનને ગતીશીલ રાખે છે. કોઈની પાસે સંપત્તિ છે પરંતુ ઉત્સાહ નથી તો તેનો કોઈ જ ઉપયોગ નથી. તો પછી આ ઉત્સાહ લાવવો ક્યાંથી ? આજે આપણે જોઈએ છીએ કે સર્વત્ર દુર્બળતાનું સામ્રાજ્ય છે. શારિરીક નબળાઈ ૯૦% કિસ્સામાં માનસિક હોય છે. પરંતુ આપણે દરેકે પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે શું ખરેખર આપણે આટલા દુબળા અને અશક્ત છીએ ? આપણી આવી પરિસ્થિતી શાને લીધે થઈ છે ? આપણે આપણા જીવનમાં શું વિકાસ કર્યો ? આપણે પરિશ્રમપૂર્વક પોતાનામાં રહેલા સારા ગુણોને વિકસાવવા માટે કોઈ મહેનત લીધી કે નહીં ? આ થઈ એક વાત. બીજી વાત - મારા જીવનની બાલ્યાવસ્થામાં મેં મારા માટે જોયેલા સ્વપ્નોમાંથી કમસે કમ એક સ્વપ્ન પૂરુ કરવા માટે કોઈ યોજના તૈયાર કરી કે નહીં ? હવે ત્રીજી વાત - કોઈ વ્યક્તિ કે જે મારી સગી નથી, મારી મિત્ર નથી એવી કોઈ અજાણી વ્યક્તિને માત્ર માણસાઈ ખાતર મેં મદદ કરી છે કે નહીં ? જે મારી કોઈ સગી કે મિત્ર લાગતી નથી એ વ્યક્તિ માટે મેં મારા શરીરને કેટલુ કષ્ટ આપ્યું ? અને સૌથી મહત્વની વાત એ કે આ પરમેશ્વરે મારા માટે આટલુ બધુ કર્યુ છે તો એને માટે આપણે શું કર્યુ ? કોઈ કહેશે કે એ તો ભગવાન છે, એ તો આપણી માટે બધુ જ કરે છે, એ જ આપણને બધુ આપે છે, આપણે એના માટે શું કરી શકવાના ? પરંતુ આપણને ખબર હોવી જોઈએ કે ભગવાનને તમારી પાસેથી એ જ ત્રણ બાબતો જોઈએ છે જે ઉપર જણાવેલી છે. આ ચંડિકાપુત્રને તમારી પાસેથી એ જ ત્રણ વસ્તુની અપેક્ષા હોય છે.’


શ્રીશ્વાસમ બાબતે બાપુ આગળ બોલ્યા
ઉત્સાહનો સંસ્કૃત અર્થ છે - મન્યુ. મન્યુ એટલે જીવંત, રસાળ, સ્નિગ્ધ ઉત્સાહ. શરીરમાં જે પ્રાણ છે તેના કાર્યને મન અને બુદ્ધીની ઉચીત સહાય મેળવી આપી કાર્ય સંપન્ન કરનારી શક્તી એટલે ઉત્સાહ. ચંડિકાકૂળ પાસેથી અને શ્રીગુરુક્ષેત્રમ મંત્રમાંથી આ ઉત્સાહ મળે છે. ”
’માનવીનો પરમેશ્વર ઉપર જેટલો વિશ્વાસ, તેના કરતા સો ગણો તેની માટે તેનો પરમેશ્વર મોટો.’ આ વિશ્વાસ અને ઉત્સાહ પૂરો પાડનારી બાબત એટલે ’શ્રીશ્વાસમ’. માનવી સામાન્ય રીતે અનેક કારણોસર પ્રાર્થના કરતો હોય છે, પરંતુ પરમેશ્વર પ્રત્યે આપણો વિશ્વાસ વધે તે માટે  પ્રાર્થના કરવી જરુરી છે. પરમેશ્વર પ્રત્યે વિશ્વાસ વધારનારી - દ્રઢ કરનારી અને પ્રત્યેક પવિત્ર કાર્ય માટે ઉત્સાહ પૂરો પાડનારી બાબત છે ’શ્રીશ્વાસમ’!.

બાપુ આગળ બોલ્યા, ”જાન્યુઆરી ૨૦૧૪માં પ્રથમ શ્રીશ્વાસમ ઉત્સવના રુપમાં ખૂબજ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવશે. એ પછી દરેક ગુરુવારે શ્રદ્ધાવાનો શ્રીહરિગુરુગ્રામમાં શ્રીસ્વસ્તિક્ષેમ સંવાદ પછી શ્રીશ્વાસમ કરી શકશે. શ્રીશ્વાસમ ઉત્સવની તૈયારી માટે ૦૮/૧૧/૨૦૧૩થી હું પોતે ઉપાસના કરવાનો છું. ’શ્રીશ્વાસમ’ માટે હું એક વ્રત લઈ રહ્યો છું જેથી જેને જેને આ શ્રીશ્વાસમ જોઈએ છે તે દરેકને એ મળે. આ વ્રતકાળ દરમ્યાન હું દરેક ગુરુવારે અહીં આવીશ જ. શ્રીશ્વાસમ માટે મારે મારી તૈયારી કરવાની છે. હું દરેક માટે એવી ચેનલ ઓપન કરવાનો છુ કે જેને લીધે દરેક જણ પોતાની શક્તી અનુસાર, સ્થિતીનુસાર એ વાપરી શકે. આ મારી સાધના છે. ઉપાસના છે. શ્રીશ્વાસમમાં ભાગ લેવા ઈચ્છનારા પ્રત્યેકને પહેલા દિવસથી જ તેનો પૂરેપૂરો લાભ મળી શકે એ માટેની તૈયારી રુપે મારી આ ઉપાસના હશે. પ્રત્યેક શ્રદ્ધાવાન શ્રીશ્વાસમમાંથી મળનારી ઉર્જા ગ્રહણ કરી શકે એ માટે ચેનલ્સ ખૂલી કરવાના કાર્ય માટે મારી આ ઉપાસના હશે.”

એ માટે ’શ્રીશિવગંગાગૌરી-અષ્ટોત્તર-નામાવલી:’ જેટલી વખત વાંચી શકાય તેટલી વખત અત્યંત પ્રેમપૂર્વક વાંચવાની છે. એ માટે કોઈ નિયમ બનાવો નહીં. આ નામાવલી બોલી લીધા પછી મોઠી આઈ પાસે પ્રાર્થના કરવી, ’આઈ, મારી જે ચેનલ બાપુ બનાવવા માગે છે, તે માટે આ નામાવલીનો મારી માટે ઉપયોગ કરજો.’

આ શ્રીશ્વાસમ ઉત્સવ વીશેની સવિસ્તર માહિતી બાપુ પોતે શ્રીહરિગુરુગ્રામમાં ઉત્સવની પહેલા કોઈએક ગુરુવારે આપવાના છે અને આ બાબતની લોકોને આગોતરી સુચના પણ આપવામાં આવશે.

આગળ બાપુ બોલ્યા, ’આજસુધીના પ્રવચનોમાં આપણે આઈના જે સૂત્રં (અલ્ગોરિદમ્સ) જોયા, એ અલ્ગોરિદમ્સને એકત્રિત કરનારી આ ઘટના છે. આ ઉત્સવ માટે એક થીમ છે. આ થીમ એટલે આ ઉત્સવ માટે દરેકે ઘરે ચીનીમાટીમાંથી કે ક્લેમાંથી અથવા સાદીમાટીમાંથી મૂષક બનાવવાનો છે. મૂષક કેમ ? તો સ્વત: આદિમાતા શ્રદ્ધાવાનના શ્વા તરીકે સંબોધાયેલા છે. દરેકે ઉત્સવના દિવસે સવારે આવતા પહેલા એક કલાકની અંદર આ ઉંદર બનાવવાનો છે. એક કલાકમાં નાના-નાના અનેક બનાવો અથવા એક મોટો ઉંદર બનાવો. પરંતુ આ એક કલાક મહત્વનો છે. એ મૂષક દરેકે પોતાની સાથે અહીં લઈને આવવાનો છે. આ થીમ માત્ર પહેલા દિવસ માટે જ છે. પછીના ગુરુવારે શ્રીશ્વાસમ માટે મૂષક બનાવીને લાવવાનો નથી. ધારોકે ઉત્સવને દિવસે મૂષક અહીં લાવતી વખતે કદાચ તૂટી જાય તો એની જવાબદારી પણ તમારી નહીં મારી જ રહેશે.

તેમજ ઉત્સવનો ડ્રેસકોડ એવો છે કે દરેકે એ દિવસે પોતાના હાથે ધોયેલા કપડા પહેરવાના રહેશે. કમસેકમ શરીર ઉપરનું એક વસ્ત્ર તો પોતાના હાથે ધોયેલુ હોવુ જોઈએ. આવા વસ્ત્રને ધૌતવસ્ત્ર કહેવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે ઉત્સવને દિવસે પોતાને અવેલેબલ રાખજો.’

ઉત્સવની તારીખ નક્કી થાય પછી બધાને આ જ બ્લોગ ઉપરથી સુચિત કરવામાં આવશે. તેમજ શ્રીશ્વાસમ વીશે પરમપૂજ્ય બાપુ જે ગુરુવારે સવિસ્તર પ્રવચન કરવાના છે એ તારીખ આ બ્લોગ ઉપરથી પહેલાથી જ જણાવવામાં આવશે.

મને ખાતરી છે કે મારા સર્વ શ્રદ્ધાવાન મિત્ર આ ઉત્સવની આતુરતાથી રાહ જોતા હશે.

!! હરિ ૐ !!      


!! શ્રીરામ !!  


!! હું અમ્બગ્ન્ય છુ  !!
Tags: ,

Written by

ગુજરાતી બાંધવામાટે ખાસ સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂ નો માહિતી નો બ્લોગ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com