AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

રવિવાર, 20 સપ્ટેમ્બર, 2020

હનુમાનચલિસા પઠણ

Share & Comment


હરિ

સર્વ શ્રદ્ધાવાનો માટે એક ખુશખબર છે - દર વર્ષે શ્રીઅનિરુધ્ધ ગુરુક્ષેત્રમ્માં આયોજીત હનુમાનચલિસા પઠણ વર્ષે અધિક આસો માસમાં સોમવાર ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦ થી રવિવાર ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૦ સાત દિવસમાં સંપન્ન થશે. પરંતુ વર્ષે શ્રીઅનિરુધ્ધ ગુરુક્ષેત્રમ્માં પ્રત્યક્ષ પઠણ કરવુ સંભવ નથી, અસુવિદ્યાને ધ્યાનમાં રાખતાં, પાછલા કેટલાક વર્ષનાં રેકોર્ડિંગનો ઉપયોગ કરીને, અનિરુધ્ધ ટીવી,ફેસબુક પેજ, યુ ટ્યુબનાં માધ્યમ દ્વ્રારા, અને સાથે "અનિરુધ્ધ ભજન મ્યુઝિક રેડિઓનાં માધ્યમથી (ઓડિઓ સ્વરુપે) શ્રદ્ધાવાનો માટે પઠણના લાભની ઉપલબ્ધિની સુવિદ્યા પ્રદાન કરવામાં આવી છે.

પઠણમાં પ્રત્યેક શ્રદ્ધાવાન પોતપોતાના ઘરે બેસીને એક દિવસ માટે અથવા અનુકુળતા અનુસાર એકથી વધારે દિવસ માટે પણ જપક સ્વરુપે સહભાગી થઈ શકે છે. પરંતુ હંમેશાની પદ્ધતિ અનુસાર, દરરોજ પઠણમાં "A'' અને "B'' એમ બે બેચ રહેશે અને જે તે દિવસના પઠણ દરમ્યાન દરેક શ્રદ્ધાવાન જપક બે માંથી એક બેચ માટે નામ નોંધાવી શકશે.

પઠણનું ટાઇમ ટેબલ મુજબ રહેશે -


પઠણમાં સહભાગી થવા માટે શ્રદ્ધાવાન ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૦ રવિવારથી નીચે આપેલ વેબસાઈટ લિંક પર ક્લિક કરીને પોતાનું નામ નોંધાવી શકે છે.

નામ નોંધાવવા માટે વેબસાઈટ લિંક https://pathan.aniruddha-devotionsentience.com

સાથે, જો કોઇ શ્રદ્ધાવાન માટે સમગ્ર દિવસ દરમ્યાન જપક સ્વરુપે સહભાગી થવુ શક્ય ના હોય, તો પઠણનાં સાત દિવસમાં, દિવસ દરમ્યાન કોઇપણ સમયે પોતાની અનુકુળતા અનુસાર પઠણમાં સહભાગી થઈ શકે છે.

જપક માટે ખાવાનાં કોઇ નિયમ અથવા ડ્રેસ કોડનું કોઇ બંધન નથી, વાત પર દરેક શ્રદ્ધાવાન ધ્યાન આપે. પરંતુ માંસાહાર સેવન ના કરે તો શ્રેયસ્કર રહેશે.

સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધજીનાં કૃપા આર્શીવાદથી પ્રાપ્ત સુવર્ણ અવસરનો અધિકાધિક શ્રદ્ધાવાન અવશ્ય લાભ ઉઠાવે.


હરિૐ   શ્રીરામ   અંબજ્ઞ   નાથસંવિધ

- સમીરસિંહ દત્તોપાધ્યે

શુક્રવાર, ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૦.

Tags:

Written by

ગુજરાતી બાંધવામાટે ખાસ સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂ નો માહિતી નો બ્લોગ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com