AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

શુક્રવાર, 1 માર્ચ, 2013

3 જી વિશ્વ યુદ્ધ

Share & Comment
કારણકે....

ત્રીજુ સહસ્ત્રક શરુ થતાં થતાં જ એટલે કે ૧૧ સપ્ટેંબર ૨૦૦૧ના દિવસથી વિશ્વના દરેક રાષ્ટ્રો પોતપોતાની સુરક્ષાનો અને ભવિષ્યના રાજકીય ધારાધોરણોનો નવેસરથી વિચાર કરવા લાગ્યા. વિશ્વના મોટાભાગનાં પ્રમુખ રાષ્ટ્રોને દહેશતવાદી હુમલાઓની ઝળ પહોંચી ચૂકી હતી. અમેરિકા અને રશિયાએ તો આવા પ્રકારના દહેશતવાદી સંગઠનોને એકબીજાની વિરુદ્ધ પ્રોત્સાહન આપીને વાપર્યા પણ હતા. પરંતુ ૧૧ સપ્ટેંબરની ઘટના એટલા ઓછા સમયમાં અને એટલા ઓછા ખરચામાં ઘટી ગઈ કે જેને કારણે દહેશતવાદી કાર્યવાહી કરનારા સંગઠનોનું ખરુ સામર્થ્ય આ પ્રુથ્વી ઉપર પોતાની જાતને એકમાત્ર મહાસત્તા માનનારા અમેરીકાને બરોબર સમજાઈ ગયુ. છેલ્લા અનેક વરસોથી ભારત દહેશતવાદીઓનો જે ત્રાસ ભોગવી રહ્યું છે એ ભોગ અમેરિકાના કપાળ ઉપર એવી જોરદાર પણે અથડાયો છે કે એકક્ષણમાં અમેરિકાના ચહેરાને પૂરેપૂરો દઝાડી ગયો છે. અત્યાર સુધી ભારતે સાદર કરેલા દહેશતવાદીઓ વિરુદ્ધના પુરાવા અંગે આંખ આડા કાન કરનારા અમેરિકાએ પોતેજ એકસમયે ખાતરપાણી આપીને પોસેલા આ દહેશતવાદીઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો સમય આવ્યો છે.


  આ લેખમાળાનો વિષય ફક્ત દહેશતવાદ અથવા દહેશતવાદ વિરુદ્ધ યુદ્ધ પૂરતો જ સિમિત નથી પરંતુ આવનારા સમયમાં જે વૈશ્વિક ઉથલપાથલો થવાની શક્યતાઓ છે તેનો અંદાજ અત્યાર સુધીમાં ઘડેલી ઘટનાઓના અભ્યાસના આધારે મેળવવો એ છે.

  આવાનારા લગભગ વીસ તે પચ્ચીસ વરસોમાં વિશ્વને ભારે સંઘર્ષનો સામનો કરવો પડવાનો છે એ બાબતમાં શંકાને બીલકુલ સ્થાન નથી. ખાસ કરીને આ સંઘર્ષ દરમ્યાન સૈદ્ધાંતિક અને તાત્વિક મૂલ્યો માટે કોઈ સ્થાન નહીં રહે. ઉલટાનું ’બળી તો કાન પીળી’ એ જ એકમાત્ર સિદ્ધાંત કામ કરતો હશે. જેને કારણે રાજકીય દાવપેચ અને કૂટનીતીનો ભરપૂર ઉપયોગ થવાની શક્યતા હોવાછતાં આક્ર્મક, હિંસક અને આત્યંતિક ક્રૂરતાનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરી શકનારા અસંખ્ય પરિબળો લાંબા કાળ સુધી આ સંઘર્ષ દરમ્યાન યશસ્વી થતાં જોઈ શકાશે. એકવાર યુદ્ધ શરુ થાય અને તેમાં બંન્ને પક્ષ તરફથી મિત્ર રાષ્ટ્રો જોડાવા માંડે પછી તેમાં અત્યંત ઝ્ડપથી એકેક નીતીમૂલ્યોનું અને મર્યાદાઓનું ઉલ્લંઘન થવાનું શરુ થઈ જાય છે. જેમાં સ્વક્રુત્યોનું નૈતીક સમર્થન કરવાની આવશ્યકતા સુદ્ધાં કોઈ પક્ષને મહત્વની લાગતી નથી. આ બધાની શરુઆત ક્યારની થઈ ચૂકી છે અને આવનારા વરસોમાં તેનું પ્રમાણ પ્રચંડ રીતે વધવાનું છે.

  સામાન્ય જનતા અને કંઈક અંશે રાજકીય નેતાઓની પણ એવી ગેરસમજ હોય છે કે યુદ્ધની ચર્ચા કે યુદ્ધમિંમાસા એ જાહેરમાં વાત કરવાની બાબત નથી કારણકે યુદ્ધ એટ્લે ગુપ્ત કાવાદાવાઓ નો આકસ્મિક પ્રગટતો આવિષ્કાર હોય છે. ફક્ત ભારતીયો જ નહીં પરંતુ સમગ્ર જગતની ૯૦%થી વધારે જનતાને યુદ્ધ, યુદ્ધ પાછળના રાજકીય કારણો અને તે કારણોની પરિપૂર્તિ આ બધા વિશે માત્ર જૂજ માહિતિ જ હોય છે જેના આધારે તેઓ યુદ્ધનો વિચાર કરતા હોય છે. પરંતુ આ જ સામાન્ય જનતાના ભાગ્યમાં માત્ર યુદ્ધના ભયંકર પરિણામો ૧૦૦% ભોગવવાના આવે છે.

   શુદ્ધ લોકશાહી જ ફક્ત યુદ્ધનું ભીષણ સ્વરુપ સૌમ્ય કરી શકનારી એકમાત્ર શક્તી હોય છે. પરંતુ આજની તારીખમાં વિશ્વના કેટલા રાષ્ટોમાં આવી ખરેખરી લોકશાહી છે? પોતાને સંસદીય લોકશાહીના જનક માનનારા બ્રિટનની લોકશાહી પણ વધતા ભ્રષ્ટાચાર અને આંતરિક ક્લેશોને કારણે કમજોર થવા લાગી છે. લોકશાહીના મૂળ જ્યાં મજબૂત છે તે ભારત જેવા અખંડિત દેશમાં પણ અસંખ્ય નાનાનાના પક્ષોના મેળાવડાને કારણે લોકશાહી દિશાહીન થવા લાગી છે ઉપરાંત ખદબદતા ભ્રષ્ટાચારને કારણે ’ભીના દુષ્કાળ’ નું દુ:ખ ભોગવી રહી છે.  રશિયા અને ચીન આ બે મહાસત્તા પાસે તો લોકશાહીનો સંશોધન કરવા પુરતો પણ અંશ અસ્તિત્વમાં નથી. એના પ્રમાણમાં અમેરિકાની લોકશાહી જોકે સશક્ત અને સક્ષમ લાગે છે પરંતુ ત્યાં અત્યંત વેગથી યુવાનોમાં વધતુ વ્યસનનું પ્રમાણ અને ત્યાંના મૂળ અમેરિકન નાગરિકોમાં ઉચ્ચશિક્ષણનું ઘટતુ પ્રમાણ, આ સમસ્યાની સાથે સાથે નાગરિકોનો ઘટતો જતો સહકાર આવા બધા વિવિધ કારણોસર અમેરિકન લોકશાહી પણ મજબૂત રહી નથી.  વધારામાં પૂરુ અમેરિકન ગુપ્તચર સંઘટને ઉભી કરેલી પ્રચંડ અને વ્યાપક પ્રસાર અને પ્રચાર શાખા અમેરિકાની સાથેસાથે વિશ્વના અનેક દેશોનાં પ્રસાર માધ્યમો ઉપર તાબો મેળવવામાં સફળ રહી છે. ભારતનો જન્મજાત શત્રુ દેશ પાકિસ્તાન જ દહેશતવાદી ગ્રંથનું ’અમંગલાચરણ’ છે. આવનારા કાળમાં પાકિસ્તાન ખુલ્લેઆમ આ યુદ્ધનાટકનો પડદો દહેશતવાદના માધ્યમથી સજાવવાની શરુઆત કરશે.

  આવનારા કાળમાં રોજબરોજ નવાં સમીકરણો રચાશે. ત્યાં સુધીકે સવારે સાત વાગે બનાવેલુ સમીકરણ મૂળ હેતુ સાધ્ય થતાં જ સાત ને પાંચ મિનીટે ઉખાડીને ફેંકી દીધેલું હશે.

  આ કોઈ ભવિષ્યવાણી નથી. આ ઈતિહાસના અને વર્તમાન પરિસ્થિતીના અભ્યાસનું તારણ છે. આ સંશોધન છે જગતના રંગમંચ ઉપરના વિવિધ પાત્રોના મનોગતનું. આવનારા વીસ વરસોમાં લગભગ શેંકડો ઠેકાણે હજારો ઘટનાઓ ઘટશે. આ વાતનો અહેસાસ દરેક બુદ્ધીમાન અને અભ્યાસુ વિચારવંતોને થઈ ચૂક્યો છે. આ ક્ષણે પણ સો ઘટનાઓ ઘટી રહી હોવાછતાં અહીં માત્ર દસ ઘટનાઓનો સૂચક ઉલ્લેખ કરેલો છે. તેને લીધે જ બાકીની નેવું ઘટનાઓની નોંધ કરી નથી એટલુ જ, બાકી તેઓનો અંતર્ભાવ આ અભ્યાસમાં નક્કી થયેલો જ છે.
   
  દરવરસે કેલેંડર (દિનદર્શિકા) બહાર પડે છે. કારણ તેની પાછળ એક ચોક્ક્સ પ્રકારની ગણીતીક રચના અને સૂત્ર હોય છે. પરંતુ આ આવનારા ત્રીજા મહાયુદ્ધનું કેલેંડર દરરોજ નવું હશે.

  મારી જેવા મારા સાધારણ મિત્રોને આ ત્રીજા મહાયુદ્ધની કમસેકમ બે ટકા પણ ઓળખાણ થાય તે માટે કરેલો આ લેખપ્રપંચ.


મારા મિત્રોનો,
અનિરુદ્ધ
Tags: ,

Written by

ગુજરાતી બાંધવામાટે ખાસ સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂ નો માહિતી નો બ્લોગ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com