AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

શનિવાર, 28 જૂન, 2014

શ્રીગંગા ત્રિવેણી અલ્ગોરિધમ

Share & Comment
૧૯ સપ્ટેંબર ૨૦૧૩ના દિવસે સદગુરુ બાપુએ ’શ્રી ગંગા ત્રિવેણી અલ્ગોરિધમ (સમીકરણ)’ સર્વ શ્રદ્ધાવાનોને સમજાવ્યુ. એ વખતે બાપુએ ’પાસ્કલ ત્રિકોણ’ નો પણ આ અલ્ગોરિધમ સાથેનો સંદર્ભ આપ્યો. શ્રી ગંગા ત્રિવેણી અલ્ગોરિધમ વીશે બોલતી વખતે બાપુએ કહ્યું, ”ગંગા - યમુના - સરસ્વતી આ ત્રણ નદીઓનો જ્યાં સંગમ થાય છે તેને ત્રિવેણી સંગમ કહેવાય છે. ગંગા, યમુના અને સરસ્વતી આ નદીઓ આપણા દેહમાં ઈડા, પિંગલા અને સુષુમ્ના નાડીઓના રુપમાં હોય છે.” મનુષ્યના કપાળના મધ્ય ભાગમાં એટલેકે આગ્ન્યાચક્રમાં આ ત્રણ નાડીઓનો ત્રિવેણી સંગમ થાય છે. સુષુમ્નામાં હનુમંતનો સંચાર હોય છે એટલે કે તેનામાં મહાપ્રાણનું સામ્રાજ્ય હોય છે.

આપણા મનમાંના ગંગા, યમુના સરસ્વતીના સંગમ વીશે આપણે જાણવુ આવશ્યક છે. આ ત્રણ નદીઓના ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી આપણા બધા પાપોનું ક્ષાલન થાય છે એવો સિદ્ધાંત છે. પરંતુ ત્રિવેણી સંગમમાં ખરુ સ્નાન કરવુ એટલે આપણા મનમાંના ગંગા, યમુના સરસ્વતીના સંગમમાં એટલે જ ઈડા, પિંગલા અને સુષુમ્નાના સંગમમાં સ્નાન કરવુ, અને આ તક દરેકને મળી શકે છે. 






ઉપર દર્શાવેલ આકૃતિ આપણા દેહમાંના ઈડા, પિંગલા અને સુષુમ્ના એટલેકે ગંગા, યમુના અને સરસ્વતીનું કાર્ય દર્શાવે છે. આ ત્રિકોણમાં ૧ થી ૯ અને ૦ આ અંક એક નક્કી કરેલા ક્રમ મુજબ આવે છે. ફક્ત સુષુમ્ના નાડી ઉપર આપણને શૂન્ય દેખાય છે. આ શૂન્યાવસ્થા એટલેકે શાંત-તૃપ્ત અવસ્થા એટલેકે પૂર્ણત્વ. હનુમંત પૂર્ણ છે એટલે તેની સુષુમ્ના નાડીમાં સંચાર હોય છે. આ સુષુમ્નાને જ ’જ્યોતિષમતિ’ પણ કહેવામાં આવે છે કારણ એ ભવિષ્ય જોઈ શકે છે. 

પણ આ ગંગા-ત્રિવેણીના ત્રિકોણમાં સ્નાન કેવી રીતે કરવુ? આપણા પૂજ્ય દેવતાની પ્રતિમાને(મૂર્તિ/ફ્રેમ) અભિષેક કરતી વખતે તરભાણાની નીચે આ શ્રીગંગા ત્રિવેણી અલ્ગોરિધમ કાઢેલો કાગળ મૂકવો. જેને કારણે ગંગા-ત્રિવેણી સંગમની પવિત્રતા અભિષેકના તીર્થમાં અવતરે છે. એ પછી ભગવાનની અભિષેક કરેલી પ્રતિમા ખૂબ જ પ્રેમપૂર્વક અને કાળજીપૂર્વક લૂછી નાંખવી. અભિષેક કર્યા પછી આ તીર્થ ગંગા, યમુના, સરસ્વતીનું સ્મરણ કરતા કરતા પ્રાશન કરવુ. આ જળ ગંગા, યમુના, સરસ્વતીનું જ છે આ ભાવ મનમાં રાખવો. એ સાથે જ જે કોઈ આપણને સાચો પ્રેમ કરે છે એ દરેકને માટે આ તીર્થ આપણે પ્રાશન કરી રહ્યા છે એવો ભાવ રાખવો. તીર્થ પ્રાશન કર્યા બાદ આપણો ભીનો હાથ આપણી બન્ને આંખો, આગ્ન્યાચક્ર અને માથાની પાછળના ભાગમાં એટલે કે સર્કલ ઓફ વીલીસ ઉપર લગાવવો. આવો અભિષેક જો આપણે રોજ કરીએ તો આપણે આ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા બરાબર જ છે.

એ ચિન્હ કાઢતી વખતે ઉપર શ્રીગંગા ત્રિવેણી લખવુ. તેની નીચે મધ્યભાગમાં અલ્ગોરિધમનું ચિન્હ કાઢવુ. ચિન્હની નીચે આપણા આરાધ્ય દેવતાનું નામ લખવુ. કાગળ ઉપર કે કપડા ઉપર લખીને મંદિરમાં આ અલ્ગોરિધમ મુકવામાં આવે તો સૌથી ઉત્તમ. સમજોકે ભૂલથી આપણે આ પ્રતિમાને હળદર-કંકુ લગાડવાનું ભૂલી ગયા તોપણ ચાલશે. ફકત આપણે જે કંઈ કરીએ તે પ્રેમપૂર્વક થવુ જોઈએ. આ અલ્ગોરિધમની પ્રતિમા પોતાની ગાડીમાં મૂકશો તો પણ ચાલશે કારણકે તેમ કરવાથી આ પ્રતિમા ઉપર સૂર્યકિરણોનો અભિષેક થાય છે. ભારતીય સંસ્કૃતિમાં સૂર્યકિરણોનો અભિષેક અતિશય પવિત્ર અને સર્વોત્તમ માનવામાં આવે છે. આ અલ્ગોરિધમ આપણે રંગોળી રુપે પણ કાઢી શકીએ છીએ અને તેનામાં પોતાને મનગમતા રંગ પણ ભરી શકાય છે. આ ગંગા-ત્રિવેણીનું ચિન્હ આપણે જે વસ્ત્ર ઉપર દેવતાઓને મૂકીએ છીએ એ વસ્ત્રની નીચે મૂકવાથી દેવપૂજાના સમયે આપણા હાથે કોઈ ભૂલ થઈ જાય તો પણ તેનો ભય રાખવાની જરુર નથી.




      

Tags:

Written by

ગુજરાતી બાંધવામાટે ખાસ સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂ નો માહિતી નો બ્લોગ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com