AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

સોમવાર, 29 જૂન, 2015

વાયરલેસ ઈલેક્ટ્રિસિટી (ભાગ-૨)

Share & Comment
ડો. નિકોલ ટેસલાનો ૧૮૯૨ની સાલનો આ અતિશય દુર્ગમ ફોટોગ્રાફ. જેમાં ડો. ટેસલા એમની વિશાળ પ્રયોગશાળામાં ટેસલા કોઈલની સામે બેઠા છે. એ જ સમયે ટેસલા કોઈલમાંથી ’સફેદ-ભૂરા’ રંગના તણખા (સ્પાર્ક) ઝરી રહ્યા છે. એનો વર્ષાવ ચાલૂ હોવા છતાં, ડો. ટેસલા પોતાના સ્વભાવ પ્રમાણે શાંતીથી વાંચન કરવામાં મગ્ન છે.   સંદર્ભ : www.teslasociety.com / teslacoil.htm

’ઈંપલ્સ’નું વૈજ્ઞાનિક તત્વ ડો. નિકોલ ટેસલાને પોતાના સંશોધનમાંથી કેવી રીતે સાંપડ્યુ, એના વીશે આપણે પાછલા લેખમાં જોઈ ગયા. ’હાય ફ્રિક્વન્સી અલ્ટરનેટિંગ કરંટ’ માં તેનો ઉપયોગ થાય તો ’કરંટ’ હવામાંથી પસાર થાય છે, આ રહસ્ય ટેસલાને પોતાના સંશોધનમાંથી સમજાઈ ગયુ હતુ, એ વીશે પણ આપણે જાણ્યુ.
Wireless Electricity: Part 2

’વાયરલેસ ઈલેક્ટ્રિસિટી’ની દ્રષ્ટીએ ટેસલાએ માંડેલુ આ પ્રથમ પગલુ હતુ. આગળ જતાં આ વાયરલેસ ઈલેક્ટ્રિસિટી અર્થાત વાયરના માધ્યમ વગર વીજપુરવઠાની સંકલ્પના ડો. ટેસલાએ કેવીરીતે વિકસીત કરી, એની માહિતી આપણે આ લેખમાળામાં લેવાના છીએ. એ માટે ટેસલાએ પોતાની પ્રયોગશાળામાં કરેલા એ જ પ્રયોગની માહિતી આપણે વિસ્તારપૂર્વક લઈએ.

ઈંપલ્સના તત્વાનુસાર કરંટ હવામાંથી પસાર થાય છે એ જાણ્યા પછી ટેસલા એના ઉપર જાતજાતના પ્રયોગ શરુ કર્યા. સર્કિટમાં બદલાવ લાવીને ટેસલાએ એમાં રોટરી સ્વિચ નાંખી. જેનો ચાલૂબંધ થવાનો વેગ ૬ હજાર પ્રતિમિનિટ જેટલો હતો અને ટેસલાએ આ પ્રયોગમાં વાપરેલો વીજપ્રવાહ ૧૫ હજાર વ્હોલ્ટ જેટલો હતો. પાછળ એક પ્રયોગ દરમ્યાન ટેસલાએ પોતાના શરીરમાં અસંખ્ય સોયો ભોંકાતી હોવાનું અનુભવ્યુ હતુ એ આપણે જોઈ ગયા છીએ. આ વખતના પ્રયોગમાં રોટરી સ્વિચને કારણે આ અનુભવની તીવ્રતા અધિક જ વધી ગઈ હતી.

જેને લીધે અધિક ઈંપલ્સેસ નિર્માણ થયા અને વ્હોલ્ટેજ અધિક પ્રમાણમાં વધ્યો. ઈંપલ્સેસ વધવાથી વ્હોલ્ટેજમાં પણ વધારો થાય છે એ ટેસલાના ધ્યાનમાં આવ્યુ. આ પ્રયોગ ચાલૂ હતો એ દરમ્યાન સફેદ-ભૂરા રંગના તણખા (સ્પાર્ક) ઝરી રહ્યા હતા. આ પ્રયોગ વખતે ટેસલાના શરીરમાં અસંખ્ય સોયો ભોંકાતી હોય એવો એમને અનુભવ થઈ રહ્યો હતો. પરંતુ આ મહાન સંશોધકે આ બધી વેદના, શારીરિક કષ્ટ હસતામોઢે સહન કર્યા. કારણકે એમને પોતાના સંશોધન ઉપર અને પરમેશ્વર ઉપર અડગ વિશ્વાસ હતો.

આ સંશોધન યશસ્વી ઠરશે તો સમગ્ર માનવજાતીને ’વાયરલેસ ઈલેક્ટ્રિસિટી’નું વરદાન પ્રાપ્ત થશે. એ માટે ડો. ટેસલા ગમે તેટલો ત્રાસ સહન કરવા માટે તૈયાર હતા. આ પ્રયોગ માટે એમણે રાતદિવસ એક કરીને અથાગ પરિશ્રમ કર્યા. આ પ્રયોગ માટે એમણે પોતાના જીવની પણ પરવા કરી નહીં. એમની પાસે મદદનીશો પણ હતા છતાં આ પ્રયોગો એમણે પોતાના જીવના જોખમે જાતે જ કર્યા એ વાત આપણે ખાસ યાદ રાખવી જોઈએ.

આ પ્રયોગમાં હજી વધુ સુધારાવધારા કરતી વખતે ટેસલાએ જાતે મેકેનિકલ રોટરી સ્વિચ તૈયાર કરી. જેની ક્ષમતા એક સેકંડના દસ હજાર રોટેશન જેટલી હતી. જેનાથી સેકંડના દસ હજાર ઈંપલ્સેસ નિર્માણ થતા હતા. જેના દ્વારા લગભગ એક લાખ વ્હોલ્ટ જેટલી વીજળીનું ઉત્પાદન થવા લાગ્યુ. આ પ્રયોગમાંથી એમણે એક અલગ જ શોધ કરી. જેને ટેસલાએ ’ઈલેક્ટ્રિક સોના ઈફેક્ટ’ એવું નામ આપ્યુ. આ શોધમાંથી જ આગળ ’ઈલેક્ટ્રો થેરેપી’ નો જન્મ થયો.

Wireless Electricity: Part 2
આ પ્રયોગમાં ટેસલાએ ’મેગ્નેટિક આર્ક ગેપ’નો ઉપયોગ કર્યો. ’પ્રાયમરી’ અને ’સેકેંડરી કોઈલ’ની રચના કરી. હવે આ પ્રયોગમાંથી તૈયાર થનારી વિજળીનું પ્રમાણ દસ લાખ વ્હોલ્ટ્સથી પણ આગળ નીકળી ગયુ. વગર વાયરે વિજળીનો પુરવઠો અધિક દૂર સુધી કરી શકાય છે, એ વાત ડો. ટેસલાના આ પ્રયોગમાંથી સાબિત થઈ.  

આ પ્રયોગ ચાલૂ હતો એ વખતે સફેદ-ભૂરા રંગના સ્પાર્ક મોટા પ્રમાણમાં બહાર પડી રહ્યા હતા. પરંતુ આ સ્પાર્ક દરેક પદાર્થમાંથી પ્રવાસ કરી રહ્યા હતા. આશ્વર્યની વાત એ હતી કે આ સ્પાર્ક તણખા જેવા દેખાતા હોવા છતાં, તેના માનવી શરીર પર અથવા વસ્તુ પર કોઈપણ પ્રકારના વિઘાતક પરિણામ જોવા મળતા નહતા. ઉલટાનું આ સ્પાર્ક શરીરમાંથી પ્રવાસ કરતા હતા ત્યારે હલકી ઠંડકનો અહેસાસ શરીરને થતો હતો.

આ પ્રયોગની શરુઆતમાં ઓછી ફ્રિક્વન્સીમાં ટેસલાના શરીરમાં સોયો ભોંકાવાનો જે અનુભવ થતો હતો, એ હાય ફ્રિકવન્સીમાં બિલકુલ જણાતો નહતો. એને બદલે આ ’કુલિંગ ઈફેક્ટ’ હાય ફ્રિક્વન્સીમાં પ્રયોગ કરતી વખતે ટેસલાએ અનુભવ્યો.

અમુક વિશિષ્ટ ફ્રિકવન્સીમાં આ સફેદ-ભૂરા રંગના સ્પાર્ક પોતાની કક્ષામાં આવનારા અમુક પ્રકારના બલ્બ્ઝ અને ટ્યુબ્ઝને પણ પ્રકાશીત કરતા હતા. એ પછીના સમયગાળા દરમ્યાન આ જ સંશોધન દ્વારા ડો. ટેસલા પોતાના હાથમાંના બલ્બ અને ટ્યુબ વાયરલેસ વિજળીના પ્રવાહ દ્વારા પેટાવીને દેખાડતા હતા.

આ સંશોધનને વધુ આગળ વધારતી વખતે, જે કોઈલમાંથી વધુમાં વધુ સ્પાર્ક બહાર પડતા હતા, એ કોઈલ ઉપર ટેસલાએ તાંબાનો ગોળો જોડ્યો. આ તાંબાના ગોળામાંથી એ સ્પાર્ક ભેગા થઈને બહાર પડવા લાગ્યા. આકાશમાં જેમ વિજળીના કડાકા થાય એ જ પ્રમાણે ધ્વની ઉત્પન્ન કરીને આ સફેદ-ભૂરા રંગના સ્પાર્ક માત્ર આ તાંબાના ગોળામાંથી બહાર ફેંકાવા લાગ્યા. આગળના પ્રયોગમાં એ ગમે ત્યાંથી બહાર પડતા હતા પરંતુ તાંબાના ગોળાના ઉપયોગ બાદ એ માત્ર એમાંથી જ બહાર પડવા લાગ્યા.

Wireless Electricity: Part 2
આ તાંબાના ગોળાનો ઉપયોગ કરવાથી હજી એક બાબત ધ્યાનમાં આવી કે ઓછામાં ઓછી વિજળી વાપરીને વધુમાં વધુ ઉર્જા આ રચનાની મદદ વડે નિર્માણ થઈ શકે છે. આ રચનાને આજે આપણે ટેસલા કોઈલના નામથી ઓળખીયે છીએ. આ ’ટેસલા કોઈલ’ને લીધે ડો. ટેસલા વાયરલેસ ઈલેક્ટ્રિસિટીનો પ્રયોગ સફળતાપૂર્વક બતાવી શક્યા. આ વાયરલેસ ઈલેક્ટ્રિસિટી માનવો માટે અતિશય સુરક્ષિત હતી. અમુક વિશિષ્ટ સર્કિટ વાપરીને દૂરના અંતર સુધી પણ આ વાયરલેસ ઈલેક્ટ્રિસિટી જઈ શકતી હતી. આ રીતે ડો. ટેસલાએ વાયરલેસ ઈલેક્ટ્રિસિટીની સંકલ્પના હકિકતમાં ઉતારી.

આજકાલના ઘણા એનિમેશન એકસ્પર્ટસ અને અમુક કમ્પ્યુટર ગેમ્સમાં ટેસલા કોઈલ અતિશય ઘાતક અસ્ત્ર હોવાનુ ચિત્ર ઉભુ કરાયછે. ટેસલા કોઈલમાંથી નીકળતા સ્પાર્ક જે વસ્તુ ઉપર પડે છે, એ વસ્તુ બળીને ખાખ થઈ ગયેલી દેખાડાય છે. પરંતુ ટેસલાએ પોતાના પ્રયોગ દ્વારા ટેસલા કોઈલ  ઘાતક નથી પરંતુ અતિશય ઉપયોગી છે એ સાબિત કરી દેખાડ્યુ છે.

પરંતુ ટેસલા કોઈલને લગતા કોઈપણ પ્રયોગ એના વિશેના ઉંડા અભ્યાસ અને વિશેષજ્ઞના માર્ગદર્શન વગર કરવા નહીં.
           
આ બાબતનું ઉંડુ જ્ઞાન મેળવીને એનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી ટેસલા કોઈલ દ્વારા વગર વાયરે વીજળીનું વહન કરી શકાય છે, તેમજ વાયર વગર અમુક વિશિષ્ટ પ્રકારના બલ્બ પ્રકાશમાન કરી શકાય છે.

૨૧મી સદીમાં વિજ્ઞાન-તંત્રજ્ઞાનની અતિશય વેગપૂર્વક પ્રગતિ થતી હોવાછતાં, ડો. ટેસલાએ આપણને વિશ્વાસ બેસે નહીં એવા વિસ્મયકારક પ્રયોગ યશસ્વી રીતે કરી બતાવ્યા છે. આ વીશેની વધુ માહિતી આપણે આગળના લેખમાં જોવાના છીએ.

                                                                ક્રમશ :

http://www.aniruddhafriend-samirsinh.com/wireless-electricity-part-2/
Tags:

Written by

ગુજરાતી બાંધવામાટે ખાસ સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂ નો માહિતી નો બ્લોગ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com