AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

યુગપ્રવર્તક

Aniruddha_Bapu
 વર્ષ ૨૦૦૮ - અનિરુધ્ધ પૂર્ણિમા... ત્રિપુરારી પૂર્ણિમા... આ સુવર્ણ અવસરના દિવસે લગભગ ૨૪ થી ૨૫ લાખ શ્રધ્ધાવાનોએ મુંબઇમાં સદગુરુ શ્રી અનિરુધ્ધ બાપૂના દર્શન કર્યા હતાં.  માત્ર મુંબઇ, મહારાષ્ટ્ર અને ભારતના વિભિન્ન રાજ્યોમાંથી જ નહીં, પરંતુ દુનિયાના કેટલાય દેશોમાંથી શ્રધ્ધાવાનો  આવેલા હતા.  આ શ્રધ્ધાવાનોમાં સામાન્ય લોકોની  સાથે સાથે સહભાગી થયેલા હતા ડોકટરો, વકીલો, એન્જિનિયરો, પ્રધ્યાપકો, વ્યાવસાયિકો...અને સમાજના અલગ-અલગ ક્ષેત્રનાં લોકો.  સદગુરુ બાપુને  ‘હરિ ૐ’  કહીને બધાએ અભિવંદન કર્યુ હતું.  બાપુજીની  માત્ર એક ઝલક મળતા જ, બાપૂનાં દર્શન માટે  દૂર દૂરથી આવેલા  શ્રધ્ધાવાનોનાં આનંદની કોઇ સીમા નહોતી રહેતી.
 
નથી કેસરી વસ્ત્ર પહેર્યા... નથી હાથમાં દંડ -કમંડળ....
નથી ગળામાં કોઇ માળા.... નથી હાથમાં જપ માળા..... 
નથી કપાળે ચંદન તિલક...
 
એટલું જ નહીં... ‘ચમત્કાર માત્ર જાદૂની રમત છે.’  એવું સહજતાથી કહેનાર બાપુજીને લાખો સુશિક્ષિત ઉચ્ચવિદ્યાવિભૂષિત ભાવિકો  સદગુરુ  કેમ માને છે ?  વિભિન્ન પરિસ્થિતીમાં આ શ્રધ્ધાવાનોને થયેલા અનુભવોને કારણે તેઓ બાપુને પરમાત્મા જ માને છે.  મોટી સંખ્યામાં શ્રધ્ધાવાનોની હાજરી - ઉપસ્થિતી હોવા છતાં આ સમારોહ સંપૂર્ણ અનુશાસન તેમજ ભાવપૂર્વક વાતાવરણમાં  સંપન્ન  થાય છે.  સંસ્થાના વર્ષભરના દરેક સમારોહની જેમ જ...  બાપુજીની એક ઝલક મેળવવા માટે સાત થી આઠ કલાક સુધી શાંતિપૂર્વક તેમજ શિસ્તબદ્ધ રીતે લાઇનમાં ઉભા રહી રામનામની બુક લખનાર... મંત્ર-સ્તોત્રનું પઠન કરનાર... આ શ્રધ્ધાવાનોને જોઇને કોઇ પણ અપરિચિત વ્યક્તિના મનમાં નક્કી બાપુજી વિષે જાણવાની જિજ્ઞાસા જાગૃત થાય છે.

કોણ છે આ અનિરુધ્ધ બાપુ ?  બાહ્ય રૂપે એક પણ આધ્યાત્મિક ચિહ્ન બાપુ ધારણ નથી કરતા,  તેમ છતાં આ બધા લોકો તેમને સદગુરુ કેમ માને છે?  બાપુજીના માર્ગદર્શનમાં સંસ્થાના સ્વયંસેવકો પોતાનું ઘર, નોકરી, ધંધો સંભાળીને ભક્તિ-સેવા કાર્યમાં સહભાગી થાય છે... ખરેખર આ  જોઇને આશ્ચર્ય થાય છે.  વિશિષ્ટતા એ છે કે પ્રચાર - જાહેરાત વગર બાપુજી પાસે આટલી મોટી સંખ્યામાં શ્રધ્ધાવાનોનો જનસમુદાય કેમ છે ?  બાપુજીની   કઈ વિચારસરણી છે ?  તેઓ શું કરવા માંગે છે? આ બધા  શા માટે  કામ  કરે છે ?  આવા કેટલાય પ્રશ્ર્નો અજાણી... વ્યક્તિના મનમાં થાય છે.
 
ડો. અનિરુધ્ધ જોષી એટલે કે સદ્‍ગુરુ શ્રી અનિરુધ્ધ બાપુ મુંબઇ વિશ્વવિદ્યાલયમાંથી એમ.ડી. મેડીસીન થયા છે અને વૈદકીય વ્યવસાય કરતા હતા.  સ્વયં પોતે એક આદર્શ ગૃહસ્થાશ્રમી છે. ઘરે રહીને પણ પરમાર્થની પ્રાપ્તિ કરી શકાય છે.  બાપુ પોતાના આચરણ દ્વારા  આ વાત સરળતાથી સમજાવે છે.  અધ્યાત્મનો અર્થ પોતાની જવાબદારીથી દૂર ભાગી જવાનું  નથી,  પોતાની જવાબદારી નેવે મૂકી ઘર છોડી...શરીર પર વિભૂતી... રાખ લગાવીને ફરવું - આ કંઇ પરમાર્થ નથી.
 
‘જેની ગૃહસ્થીમાં ખોટ, એના પરમાર્થમાં પણ ખોટ.’ આ વચનને બાપુજી ‘શ્રી સાઇ સચ્ચરિત’ના માધ્યમથી સ્પષ્ટ કરે છે અને મનુષ્યને પુરુષાર્થી બનાવે છે.
 
                 વ્યવહારી  પાઉલ ઠેવીતા ચૌકસ
                 પરમાર્થ પાવેલ અપ્રયાસ
                મ્હણૂનિ પ્રપંચિ નસાવા આળસ
પુરુષાર્થી ઉદાસ અસૂ નયે.
                 (શ્રી સાઈ સચ્ચરિત અ. ૧૪/૨૭)

(અર્થ... વ્યવહારમાં ચોક્કસ રહેવાથી  પરમાર્થની પ્રાપ્તિ અનાયાસે જ થાય છે એટલે જ ગૃહસ્થીની જવાબદારીથી દૂર ભાગવાનું નથી, પુરુષાર્થ કરતા રહો.)

બાપુજી શું કરવા માંગે છે?  આપણી પાસેથી કેવી અપેક્ષા રાખે છે ?  એ પ્રશ્ર્નોનાં જવાબ અહીં મળે છે.  બાપુજી દરેક માનવીને ઓજસ્વી પુરુષાર્થી બનાવવા માંગે છે.  ધર્મ, અર્થ, કામ, મોક્ષ, ભક્તિ, અને મર્યાદા - આ છ પુરુષાર્થને સિધ્ધ કરવા, એ જ મનુષ્ય જન્મનું ઈતિ કર્તવ્ય છે.  ગૃહસ્થધર્મનું પાલન કરવાથી ગૃહસ્થી અને પરમાર્થ બંનેને એક સાથે સફળ બનાવવા માટે એટલે કે માનવીને પુરુષાર્થી બનાવવા માટે બાપુજીએ  "ગ્રંથરાજ શ્રીમદ્પુરુષાર્થ"ની રચના કરી છે.
 
ગ્રંથરાજ શ્રીમદપુરુષાર્થમાં પોતાના જીવનકાર્યની દિશા સ્પષ્ટ કરતા શ્રી અનિરુદ્ધે   કહ્યુ  છે કે..

મારા વ્હાલા મિત્રો હું તમારો મિત્ર... સખા...અનિરુધ્ધ,  સ્વયંનુ માત્ર એક જ જીવનકાર્ય માનું છું, ‘સંપૂર્ણ વિશ્વમાં આ મર્યાદા પુરુષાર્થની સાધના, ઉપરાંત તેને સિધ્ધ કરી, મર્યાદા શીખવવાનું અને  તેની સ્થાપના કરવાની’, એ જ મારું  ધ્યેય છે.  મર્યાદા પુરુષાર્થની સિધ્ધિ ઉપરાંત સ્થાપના વગર મર્યાદા પુરષોત્તમનું રાજ્ય... ‘રામરાજ્ય’ આવી જ નહીં શકે.
 
    ... અને એટલે મર્યાદા પુરુષાર્થનું રોપણ કરીને, તેની સંભાળ કરતા કરતા અમર્યાદિત વૃધ્ધિ કરવી જ મારો સત્યસંકલ્પ છે.
 
   બાપુજીના સંવાદ દરેક શ્રધ્ધાવાનની સાથે સદૈવ એક મિત્રની ભૂમિકામાં જ હોય છે.  બાપુજી સ્વયંને ક્યારેય પણ કોઇનો અવતાર નથી માનતા કે નથી  કહેતા... ગ્રંથરાજ શ્રીમદ્પુરુષાર્થમાં પોતાના જ હસ્તાક્ષર સાથે સ્પષ્ટ કહ્યું છે...
   
    "હું તમારો મિત્ર છું....

    હું કોઇનો પણ અવતાર નથી.  હું પહેલા પણ અનિરુધ્ધ જ હતો, આજે પણ અનિરુધ્ધ જ છું. અને કાલે પણ અનિરુધ્ધ જ રહીશ.

     હું યોદ્ધા છું અને જેને પોતાના પ્રારબ્ધ સાથે  લડવું છે, તેને યુધ્ધકળા શીખવવી  એ મારો શોખ છે."
    
ગ્રંથરાજ શ્રીમદ્પુરુષાર્થના ‘સત્યપ્રવેશ’,  ‘પ્રેમપ્રવાસ’,  ‘આનંદસાધના’  આ ત્રણ ખંડ પ્રકાશિત થઇ ચૂક્યા છે અને તેના દ્વારા એક મિત્રની ભૂમિકામાં સંવાદ કરતા...  પરમેશ્વરી માર્ગ પર ચાલીને આપણે આપણો સમગ્ર જીવનવિકાસ કેવી રીતે કરી શકાય...  એ બાપુજીએ સરળ શબ્દોમાં કહ્યું છે.  ‘તમે મને કોઇ પણ નામ આપો, પણ હું તમારો મિત્ર છું - એવો મિત્ર કે જે ક્યારેય પણ દગો ના કરે.  જે હંમેશા તમને ખુશ જોવા માંગે છે.’

આ જ બાપુજીની ભૂમિકા છે.

ધર્મ...  આ પુરુષાર્થને સ્પષ્ટ કરતા હંમેશા બાપુજી કહે છે કે ‘પવિત્રતા એ  જ પ્રમાણ છે’ આ પાયા પર સત્ય, પ્રેમ, આનંદના પરમેશ્‍વરી મૂલ્યો જ ધર્મ છે.  ‘મર્યાદામાર્ગ જ માનવધર્મને પરમેશ્વરીય ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે છે.’ શ્રી અનિરુધ્ધજીએ શ્રીમદ્પુરુષાર્થમાં  આ વાત સુંદર રીતે સમજાવી છે.

બધા ભારતીય સંતોએ પ્રાચીન સંસ્કૃતિના સમન્વયશીલ ભક્તિમાર્ગનો જ ઉપદેશ કર્યો છે.  આત્યંતિક નિવૃત્તિવાદ ઉપરાંત ઐહિક સ્વાર્થ સાથેના પ્રવૃત્તિવાદ આ બંને એકાંતિક વાતોથી વ્યક્તિગત જીવન અને સમાજમાં અસામંજસ્ય નિર્માણ થાય છે.  વિજ્ઞાન અને અધ્યાત્મ પરસ્પર વિરોધી નથી પરંતુ એકબીજાના પૂરક જ છે.  એના સમન્વયથી જ માનવસમાજનો વિકાસ થાય છે.  આ જ વાત બાપુજી  ભારપૂર્વક સમજાવે છે.  શ્રી સાઇસચ્ચરિત જેવા શ્રેષ્ઠ ગ્રંથ પર આધારિત  ‘પંચશીલ પરીક્ષા’ની શરૂઆત બાપુજીએ કરી...  તેમાં પણ ભક્તિતત્વને વિજ્ઞાનના પ્રેકટીકલ્સ દ્રારા સ્પષ્ટ કરીને ‘સમન્વયનો મધ્યમમાર્ગ’ તેમણે પોતે જ દિગ્દર્શિત કર્યો છે.

પંચગુરુ
શ્રીમદ્પુરુષાર્થમાં શ્રી અનિરુધ્ધજીએ તેમનાં પંચગુરુ વિશે સ્પષ્ટ રીતે કહ્યું છે કે...‘દત્તગુરુ એ મારા કરવિતા ગુરુ છે... ગાયત્રીમાતા મારી વાત્સલ્ય ગુરુ છે...  શ્રી રામ મારા કર્તા ગુરુ છે...  શ્રી હનુમાનજી મારા રક્ષક ગુરુ છે... અને શ્રી સાઇનાથ મારા દિગ્દર્શક ગુરુ છે... સમર્થ રામદાસ સ્વામીના મનોબોધ, શ્રી હનુમાનજીનું ભીમરૂપી મહારુદ્રા સ્તોત્ર, દાસબોધ - આ રચનાઓની સાથે સંતશ્રેષ્ઠ શ્રીતુલસીદાસજીનું સુંદરકાંડ, હનુમાન ચલીસા, સંકટમોચન હનુમાનાષ્ટકના મહત્વને શ્રી અનિરુધ્ધ વારંવાર પ્રતિપાદિત કરે છે.  બાપુજી સાથે શિરડી, અક્કલકોટ (શ્રી સ્વામી સમર્થ મહારાજની પાવન ભૂમિ), દેહૂ (સંત તુકારામજીની પાવનભૂમિ), આળંદી (સંત જ્ઞાનેશ્ર્વરની પાવનભૂમિ), ગોવા (મંગેશ - શાંતાદુર્ગા ) ... આ રસયાત્રા તથા પંઢરપુરની ભાવયાત્રામાં  શ્રધ્ધાવાનોને ભક્તિની અવિસ્મરણીય અનુભૂતિ કરાવી છે.  બાપુજીના ઘરના ગણેશોત્સવમાં લાખો ભાવિકો સહભાગી થાય છે અને ગણપતિવિસર્જનની ભવ્ય શોભાયાત્રા તો ભક્તિરસની વહેતી ગંગા જ હોય છે.

પવિત્ર તીર્થસ્થળોની યાત્રા કરવી,  ત્યાં વિભિન્ન ઉપાસના કરવી...  આ બધાનું ભારતીય સમાજને પ્રાચીન સમયથી આકર્ષણ રહ્યુ છે.  આદર્શ તીર્થક્ષેત્ર તરીકે બાપુજીએ જૂઇનગરમાં ગુરુકુલ, કર્જતમાં ગોવિધાપીઠમ્‌, રત્નાગિરીમાં અતુલિતબલધામ, ધૂળે-નિમ્બગાવમાં સદ્‌ગુરુ પુણ્યક્ષેત્ર... આ તીર્થક્ષેત્રોની સ્થાપના કરી છે.  સાઈનિવાસમાં બાપુએ શ્રી સાઇસચ્ચરિતકાર હેમાડપંતના પૌત્ર સધપિપાદાદા અને એમના પત્ની મીનાવૈનીના હાથે શ્રી સાઇનાથજીની ધ્યાનમૂર્તિની સ્થાપના કરી છે. મુંબઇમાં ખાર સ્થિત શ્રીઅનિરુધ્ધગુરુક્ષેત્રમ્‌ તો શ્રધ્ધાવાનોનું પરમોચ્ચ તીર્થસ્થળ છે... જાણે કે તીર્થોનું મુકુટમણિ.
 
‘નિ:સ્વાર્થ પ્રેમ’ જ શ્રી અનિરુધ્ધજીનો મૂળભૂત ગુણધર્મ છે.  આ વાતનો અનુભવ તેમના સંપર્કમાં રહેતી દરેક વ્યક્તિને થાય છે.  શ્રી અનિરુધ્ધ ક્યારેય કોઇની પણ  પાસેથી  કોઇ પણ પ્રકારની અપેક્ષા રાખતા નથી.  અન્ય કોઇ પણ અવસર સહિત ગુરુપૂર્ણિમાના અવસરે પણ બાપુજી કોઇ પણ પાસેથી ભેટનો સ્વીકાર કરતા નથી. ગૃહસ્થધર્મનું પાલન કરીને પણ ભક્તિમાર્ગ પર પ્રગતિ કેવી રીતે કરી શકાય તેનું માર્ગદર્શન સરળ શબ્દોમાં સહજતાથી કરે છે.
 
દર ગુરુવારે બાપુજી ગુરુચરિત્રનાં ૧૪મા અધ્યાયનું પઠણ કરતા સમયે શ્રી દત્તાત્રેયજીનું પૂજન કરે છે.  એ પછી બધાની સાથે ‘આરાધના જ્યોતી’ ઉપાસના  કરે છે અને શ્રધ્ધાવાનોની સાથે સામૂહિક ગજર પણ કરે છે. આવનાર વિપરિત સમયમાં શ્રધ્ધાવાન યશસ્વીરૂપે પોતાનો જીવનવિકાસ કરી શકે એ હેતુથી સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધે ‘આરાધના જ્યોતી’  ઉપાસનાની શરૂઆત કરી, કારણ કે બાપુજીનું કહેવું છે ભક્તિ જ પરમોચ્ચશક્તિ છે.  આવનાર  વિક્ટ સમય વિષે પોતાના મિત્રોને સમયસર સર્તક કરીને  તેમને સુસજ્જીત બનાવવાના હેતુથી બાપુજીએ ‘તૃતિય મહાયુધ્ધ’ પુસ્તક લખ્યુ છે.  આ પુસ્તક કોઇ ભવિષ્યકથન નથી પણ  ઇતિહાસ તથા વર્તમાન સમયના અધ્યયન દ્વારા એક દૂરદર્શી અધ્યયનકર્તાએ પ્રસ્તુત કરેલું ભવિષ્યકાળનું લખાણ જ છે. 
Third World War by Aniruddha Bapu

આ પુસ્તકમાં પહેલા બે વિશ્વયુધ્ધના સમીકરણ મિમાંસા... યુધ્ધ સંકલ્પનાનુ સ્પષ્ટીકરણ, વર્તમાન ઘટનાક્રમના આધાર પર તૃતીય વિશ્વયુધ્ધનુ પર્યવેક્ષણ, જૈવિક અને રાસાયણિક શસ્ત્રો, વિભિન્ન યુધ્ધપ્રકાર વગેરેનો સમાવેશ કર્યો છે.  ઇ.સ. ૨૦૦૬ની દત્તજયંતીના દિવસે  આ પુસ્તક મરાઠી, અંગ્રેજી, હિન્દીમાં પ્રકાશિત થયેલ છે.  આ પુસ્તક વાંચનારને સમજાય છે કે  તેમાં દર્શાવેલી કેટલીક ઘટનાઓ અમૂક મહિનામાં બની હતી. પછી એ ચીનની કપટી ચાલ હોય કે અખાતી દેશની ઘટના હોય કે અન્ય ઘટનાક્રમ...
 
‘અનિરુદ્ધાઝ એકેડમી ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ’(એ.એ.ડી.એમ.)
તૃતીય વિશ્વયુધ્ધના ભયાનક કાલખંડનો સામનો કરવા માટે દરેક શ્રધ્ધાવાને દરેક સ્તરે સમર્થ બનવુ અત્યંત આવશ્યક છે.  "બચાવ અર્થાત પરાભવ, અને આક્રમણ જ સ્રર્વોચ્ચ બચાવ છે."  આ સૂત્ર અને પ્રાચીન ભારતીય બલવિદ્યાને કેન્દ્રબિન્દુ માનીને શ્રી અનિરુધ્ધજીએ પ્રાચીન ભારતીય બલવિદ્યા, મુદ્‍ગલવિદ્યા ઉપરાંત સૂર્યભેદનવિદ્યાને પુન:જીવીત કરી છે. તૃતીય વિશ્વયુધ્ધના કાલખંડમાં વિભિન્ન પ્રકારની માનવસર્જીત  તથા પ્રાકૃતિક આપત્તિઓનો સામનો કરવો પડશે અને આવા સમયે પોતાના અને બીજાના રક્ષણ  માટે  પ્રશિક્ષણ મારા દરેક મિત્રોએ લેવુ જ જોઇએ.  આ હેતુથી શ્રી અનિરુધ્ધજીએ ‘અનિરુદ્ધાઝ એકેડમી ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ’ (એ.એ.ડી.એમ.) - ની સ્થાપના કરી છે. શ્રી અનિરુધ્ધજી દ્રારા ૩જી ઓકટોમ્બર ૨૦૦૨ના પ્રસ્તુત કરેલ ૧૩ કલમી યોજનામાંથી આ એક યોજના છે.  જેનું બધાને વિના મૂલ્યે પ્રશિક્ષણ આપવામાં આવે છે. આમાં વિભિન્ન બચાવ પધ્ધતિ જેવીકે સી.પી.સી.આર. ટેકનીક અને આપત્તિના સમયે વિભિન્ન બચાવ પદ્ધતિઓ શિખવવામાં આવે છે. આ કાર્યમાં સ્વયંસેવકોએ અમૂલ્ય ફાળો આપ્યો છે.  ૨૬ જુલાઇ ૨૦૦૫ના દિવસે મુંબઇમાં પડેલા ભારે વરસાદના સમયે સાકીનાકાની ઘટનામાં, ૧૧ જુલાઇ ૨૦૦૬ના મુંબઇની લોકલ ટ્રેનમાં થયેલ બોમ્બ ધમાકામા, ૨ ડિસેમ્બર ૨૦૦૨ના ઘાટકોપરમાં થયેલ બોમ્બ વિસ્ફોટ સમયે  બચાવ કાર્યમાં એ.એ.ડી.એમ.ના સ્વયંસેવકો જ અગ્રેસર રહ્યા છે. દર વર્ષે મુંબઇનાં ગણેશોત્સવ વિસર્જનમાં, માંઢરાદેવીની સેવામાં, જ્યોતિબા યાત્રામાં, નાસિકમાં કુંભમેળા વખતે ભીડ નિયંત્રણ માટે એ.એ.ડી.એમ.ના સ્વયંસેવકોએ અમૂલ્ય ફાળો આપ્યો છે. 

૧૩ કલમી યોજનાની સાથે શ્રી અનિરુધ્ધજીના માર્ગદર્શન હેઠળ કેટલીય ભક્તિપૂર્ણ સેવા કરવામાં આવે છે.  છેલ્લા પાંચ વર્ષોથી કોલ્હાપુર-કરંજફેણમાં મેડિકલ કેમ્પ ચાલે છે.  ૨૦૦૮માં લગભગ ૧૬,૩૦૦ વિદ્યાર્થીઓ તેમજ ગામનાં લોકોના  સ્વાસ્થ્યનું  પરિક્ષણ કરીને દવા આપવામાં હતી અને જરુરિયાતવાળા લોકોને ચશ્મા પણ આપવામાં આવ્યા હતા. આ શિબિરમાં  એક્સરે, સોનોગ્રાફી, ઈ.સી.જી. તેમજ દાંતનું પરિક્ષણ વિના મૂલ્યે કરવામાં આવે છે.  એક સાથે ૭,૬૩૪ વિદ્યાર્થીના સ્વાસ્થ્યનું પરિક્ષણ કરીને તેમને શાળાનાં યુનિફોર્મ (દરેક વિદ્યાર્થીને  બે સેટ... કુલ ૧૫,૨૬૮), રમકડા, ટોપી, સ્લીપર્સ વગેરે વસ્તુનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.  તેથી તેમને શાળાએ જવા માટે  કોઇપણ જાતની મુશ્કેલી પડે નહિ. ચરખા યોજના દ્વારા બનાવેલ સૂતરમાંથી યુનિફોર્મ બનાવવામાં આવતા હોય છે.  ૪૦૦૦ ચરખામાંથી બનાવેલ ૧,૫૮,૭૦૦ મીટર કપડામાંથી ૭૧,૩૭૬ યુનિફોર્મ બનાવીને ૩૫,૬૮૩ જરૂરિયાતમંદ વિદ્યાર્થીને સંસ્થા દ્રારા વિના મૂલ્યે  આપવામાં આવે છે.  અન્નપૂર્ણાપ્રસાદમ્‌ યોજનાથી આ ગામના લોકોને...અને  વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવે છે.  સ્વયંસેવકો સ્વંય ખાવાનું બનાવીને પ્રેમથી પીરસે છે.  આ યોજનાનો ગામના લોકો.. વિદ્યાર્થીઓ મળીને કુલ ૪૦,૦૦૦ લોકોએ લાભ લીધો હતો.
 
પર્યાવરણ સુરક્ષા માટે ‘ઇકો ફ્રેન્ડલી ગણપતિ’  માટે, શ્રધ્ધાવાનો દ્વારા લખાયેલી  રામનામ બુકના કાગળમાંથી ગણપતિજીની મૂર્તિ સ્વયંસેવકો જાતે બનાવે છે.  ૨૦૦૮ માં લગભગ ૩૨૦૦ ભક્તોએ એનો લાભ લીધો હતો.
ઇકો ફ્રેન્ડલી ગણપતિ

અન્ય સેવામાં... કુષ્ઠરોગીની વસ્તીમાં અનાજ, કપડા, દવા, સ્કુલ સાહિત્ય, રોજબરોજના વ્યવહારમાં વપરાતી વસ્તુઓનું વિતરણ કરીને એના ઉપયોગ વિશે પણ માહિતી આપવામાં આવે છે.  એ ઉપરાંત મંદ બુધ્ધિના બાળકોની સંસ્થામાં તેમજ ઉપેક્ષિત પ્રદેશોમાં આ રીતનુ‘ વિતરણ સંસ્થા દ્રારા કરવામાં આવે છે.  ઇ.સ. ૨૦૦૫-૨૦૦૬માં પુનાના પુરન્દર તાલુકાની ધોરપડે વસ્તીમાં ૪૦૦ - ૫૦૦  દુકાળ પિડીત  ઢોરો અને જાનવરોને  સળંગ ચાર મહિના સુધી એક ટ્રક ભરીને ઘાસચારો ‘ચારા યોજના’  મારફતે  પૂરો પાડવામાં આવ્યો હતો  કે જેના કારણે  ભૂખમરાનું સંકટ ટાળી શકાયુ હતું. ફરીવાર આ પરિસ્થિતિનો સામનો ના કરવો પડે તે માટે  સંસ્થાના સ્વયંસેવકોએ મહેનત કરીને ‘વનીય બ‘ધ’ બાંધ્યો તેથી ગામના લોકોને રાહત મળી હતી.  ૧૩ કલમી યોજનામાં ‘જૂનૂ તે સોનુ‘’  યોજનાથી જરુરિયાતમંદોને વિભિન્ન પ્રકારની જીવનાવશ્યક વસ્તુઓનું વિતરણ પણ કરવામાં આવ્યુ હતું.  આ સેવામાં કામ કરતા સ્વયંસેવકોને બાપુજીએ સ્પષ્ટ કહ્યુ છે કે ભક્તિ જ સેવાનું હ્રદય છે.  ભક્તિ બીજ ‘ભજ સેવાયમ્‌’ ધાતુથી બનેલ છે.  ભક્તિ એટલે પ્રેમપૂર્વક... આત્મીયતા સાથે કરેલી સેવા.  સેવા ભક્તિ વગર પૂર્ણ નથી થતી અને ભક્તિ વગર સાચી  સેવા પણ કરી શકાતી નથી.  ભક્તિથી સેવા કરવામાં અહંકાર નથી આવતો. આ તત્વ શ્રી અનિરુધ્ધજી પ્રતિપાદિત કરે છે.

પહેલા પોત કરવું અને પછી બીજાને સમજાવવું - આ વાત પ્રમાણે બાપુજી  પહેલાં પોતે કરીને પછી બીજાને કહેતા હોય છે.  બાપુજી દરરોજ પોતે ચરખો ચલાવે છે... રામનામ બુક લખે છે... એક કલાક ચાલવાની કસરત કરે છે... તેમના બાળકોને ભણાવે છે... શ્રી સાઇ સચ્ચરિતના એક અધ્યાયનું અને ગુરુચરિત્રના બે અધ્યાયનું પઠણ કરે છે... વિષ્ણુસહસ્ત્રનામનું અને શ્રી રામચરિતમાનસના સુંદરકાંડનું,... શ્રી રામરસાયન ગ્રંથનું... દત્તબાવનીનું... વાસુદેવાનંદ સરસ્વતી વિરચિત - દત્તમાહત્મયના એક અધ્યાયનું... રામરક્ષાસ્તોત્રનું પઠન કરે છે.
 
બાપુજી વારંવાર સ્પષ્ટતાપૂર્વક કહે છે કે "જો તમારે મને કંઇક આપવું જ હોય તો, મને રામનામના જાપ આપો.  રામરક્ષાસ્તોત્ર આપો.  હું આપની અમાનત મારા દત્તગુરુની બેંકમાં રાખીશ,  મારા માટે નહીં પરંતુ તમારા માટે જ...  તમને જ્યારે ખરેખર જરુરિયાત હશે  ત્યારે આપના કામમાં આવી શકે એ માટે.  આપનો સમય આપો... આપનો પરિશ્રમ આપો... જરુરિયાતમંદોની સેવા માટે, ભગવાનની ઉપાસના માટે. ચોવીસ કલાકમાંથી ઓછામાં ઓછી ચોવીસ મિનિટ તો ભગવાનની ભક્તિ કરવી જ જોઇએ.  અંતમાં આ જ કામમાં આવવાનુ છે.  આવનાર તૃતીય વિશ્ર્વયુધ્ધના ભયંકર કાલખંડમા‘ ભક્તિ અને સેવાની જમા પૂ‘જી જ તારશે.  ભક્તિ કરવી એ વીરોનુ‘ કામ છે.  અમે ભક્તિમાર્ગીય છીએ એટલે અવ્યવસ્થિત રહીશુ, દુનિયાદારીની અમને કોઇ જરૂર નથી..  આમ કહેવુ કે આવી સમજ રાખવી ખોટી  છે.  આધુનિક ત‘ત્રજ્ઞાન, વિજ્ઞાન દુનિયાદારી તથા આધુનિક યુગની માંગ પ્રમાણે રહેણીકરણી અને સમય સાથે આગળ વધવું પણ જરુરી છે.

તૃતીય વિશ્ર્વયુધ્ધની પ્રસ્તાવનામાં શ્રી અનિરુધ્ધજી સ્પષ્ટ કરે છે કે આવનાર  ૨૦ - ૨૫ વર્ષો સુધી સંઘર્ષ જ પૃથ્વી પરનો દૈનિક વ્યવહાર બનશે.  તેમાં શંકાને કોઇ  સ્થાન નથી.  આ આવનાર  સમયમાં, આજનું સમીકરણ આવતીકાલ નહી રહે. સવારના સાત વાગ્યાનું સમીકરણ સવારના સાતને પાંચ મિનિટે  તેનો  મુળ હેતુ પૂર્ણ થતા જ ઉખેડીને ફેંકી દેવામાં આવશે. દર વર્ષે કેલેન્ડર પ્રકાશિત થાય છે કારણ કે તેની પાછળ નિશ્ર્ચિત ગણિતના સૂત્રની રચના હોય છે.  પરંતુ આ આવનાર તૃતીય મહાયુધ્ધનું કેલેન્ડર દરરોજ નવું જ હશે.

ત્રીજા વિશ્ર્વયુધ્ધમાં ભારતની ભૂમિકા ઘણી જ મહત્વની રહેશે.   શ્રી અનિરુધ્ધજીએ તૃતિય વિશ્ર્વયુધ્ધ પુસ્તકમાં આ વિષેની સ્પષ્ટતા કરી છે.  શ્રી અનિરુધ્ધજીના કહેવા પ્રમાણે, સૌથી વધુ મહત્વની વાત એ છે કે ત્રીજા મહાયુધ્ધ પછી બચેલા જગતને બધી  બાજુએથી તારવાનું કામ અને તેના પુન:વર્સનનું કામ કુદરતે કદાચ ભારતની કુંડલીમાં જ લખ્યું છે...  એવું લાગે છે.
 
 શ્રી અનિરુધ્ધજીને સંપૂર્ણ વિશ્ર્વાસ છે કે વિઘાતક શક્તિ ગમે તેટલી મોટી  કેમ ના હોય પરંતુ તે પવિત્ર વિધાયક શક્તિની  સામે કંઇ જ નથી અને પરમેશ્ર્વરી મૂલ્યો પ્રમાણે નિતીમાન વિધાયક કાર્ય કરવા માટે એ હંમેશા કટિબધ્ધ હોય છે.  દરેક શ્રધ્ધાવાનને સાચા માર્ગ પર સાથે લઇને  આ સંઘર્ષમાંથી પસાર  થવા માટે એક મિત્રની ભુમિકામાં શ્રી અનિરુધ્ધજી નિરંતર કાર્યરત  રહે છે ....
 
એક નવા યુગની  શરુઆત કરવા માટે .... એ યુગ હશે... પ્રેમનો....માનવધર્મનો.....મિત્રતાનો...
નવા યુગના સોનેરી સપનાને પોતાની અનિમેષ આંખોમાં જતન કરીને અને તેનું હકીકતમાં રૂપાંતર કરવા માટે અથાગ પરિશ્રમ કરનાર  આ યુગપ્રવર્તકનું નિદિધ્યાસ જ છે....

     "આ સંપૂર્ણ વિશ્ર્વને સુખી બનાવીશ ...
      આન‘દથી ભરીશ ત્રણેય લોક ..."

-ડો. યોગીન્દ્રસિંહ જોષી.

5 ટિપ્પણી(ઓ):

 1. Superb..ambadnya..very informative apt and detailed..thanks for The valuable Notes..it will help all gujarati people to understand who is Bapu and what HE Does..very meaningful which shows Bapu's practical approach to live in This crucial era..indeed a YUG PRAVARTAK FOR HUMAN MANKIND..HARIOM BAPURAYA..shree ram..

  જવાબ આપોકાઢી નાખો
 2. ANIRUDDHA THY GRACE !

  Why do we need to pray to God ?
  He has a Grand Plan for each and every individual persons progress in life. We need to pray to HIM, so that we are able to receive HIS Grace and be able to follow this Plan of HIS and be successful in life...
  maANIRUDDHA LOVES ME. And this love is irrespective of how much I have prayed to HIM...
  HIS love for me is not going to change come what may !!!

  You and I firm together
  Nothing can stand in the way ever
  This He pledges open and forthright;
  ANIRUDDHA, the Ultimate Ruler.

  જવાબ આપોકાઢી નાખો
 3. હરિ ૐ બાપુ...
  ખરેખર અમે ખૂબ જ અંબજ્ઞ છીએ... આજે અમને ગર્વ થાય છે કે અમે અનિરુદ્ધબાપુનાં સંતાન છીએ... હકીકતમાં યુગપ્રવર્તક એકમેવ આપણાં બાપુ જ છે...આજે કળિયુગની ચરમસીમાએ પણ બાપુનાં શ્રદ્ધાવાનમિત્રો ખૂબ જ નિશ્ર્ચિંતાથી અને આનંદમય જીવન જીવી રહ્યાં છે..."યુગપ્રવર્તક" એક એવો આયનો છે કે જ્યાં આપણને સહજતાથી જ ઝાંખી થાય છે કે આપણાં જીવનવિકાસ અર્થે આપણાં બાપુ સતત અથાગ પરિશ્રમ કરી રહ્યાં છે... લવ યુ લોટ બાપુ....

  જવાબ આપોકાઢી નાખો
 4. જવાબો
  1. You are the most special person in my life. You are my friend, philosopher, guide and lot more. Thanks for coming in my life.

   I pr of my sadguru BAPU.

   કાઢી નાખો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com