AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

બાપુ - બહુ - આયામી વ્યક્તિત્વ

૧.    કોઈકને તે પ્રવચનકા૨ના રૂપમાં પસંદ છે.

પ્રવચન ક૨તી વખતે પણ બાપુ શર્ટ-પેન્ટ જ પહેરે છે.  એટલે કે બાપુ પ્રચલિત અર્થમાં બાહ્ય દ્રષ્ટિએ પ્રવચનકા૨ નથી, પરંતુ તે ડોકટ૨ છે અને બધાના મન, બુદ્ધિ અને શરી૨ પ૨ ઉપચા૨ કરે છે.


૨.    કોઈકને તે માર્ગદર્શકના રૂપમાં પસંદ છે.

અ)  ચાર વેદ, છ શાસ્ત્રો, ઉપનિષદો, અઢા૨ પુરાણો, ત્રીસ ઉપપુરાણો, ગીતા, ધર્મસિંધુ વગેરે ગ્રંથોનું ગહન અધ્યાયન અને ચિંતન તેમજ તેના સંબંધિત વિષયો પ૨ સારી રીતે માર્ગદર્શન ક૨વાવાળા છે.

બ)  શ્રીસાઈસચ્ચિ૨ત્ર જેવા શ્રેષ્ઠ ગ્રંથનું ભક્તોને સુસ્પષ્ટ આકલન થઇ શકે અને ઉચિત રીતે ભક્તિ કરી શકે તે માટે બાપૂએ પંચશીલ પરીક્ષા શરૂ કરી અને પાંચમી પરીક્ષા માટે સાયન્સ પ્રેકટિકલની પણ ૨ચના કરી. પહેલા પાંચ વર્ષ સુધી બાપૂ પોતે પ્રશ્ર્નપત્રિકા બનાવતા હતા અને પોતે જ બધી ઉત્ત૨વહીઓ પણ તપાસતા હતા.  અત્યારે પણ પંચશીલ પરીક્ષાનું બીજુ પેપ૨ બાપુ પોતે જ સેટ કરે છે.


૩.    કોઈને તે નાટયકા૨ના રૂપમાં પસંદ છે.

અ)  અનિરુદ્ધ લોકાયતન વખતે, કીર્તન, ગણ-ગવણ, વર્તમાન સમયમાં લગભગ સમાપ્ત થઈ ચૂકેલ કલાના પ્રકારોનું દિગ્દર્શન ક૨તા બાપુને ઘણાએ જોયા છે, તે કલાકારોના જીવનનો અવિસ્મ૨ણીય અને સુખદ અનુભવ છે.

બ)  તે ઉત્તમ નાટકકા૨ (કલાકા૨) છે.  કોલેજના સમયે તેમને ’મી અત્રે બોલતોય’ નામક નાટક પ્રસ્તુત ર્ક્યુ હતું અને તેઓ કોલેજના સાંસ્કૃતિક મંડળના સક્રિય સભાસદ હતા.


૪.    કોઈને તે કલાકા૨ના રૂપમાં પસંદ છે.

અ)  બાપુ એક ઉત્કૃષ્ટ ચિત્રકા૨ છે. વિશેષરુપે નિસર્ગચિત્ર અને આશયયુક્ત માનવીનું જીવન ચિત્ર બનાવવું તેમનો પસંદગીનો વિષય છે.

બ) પોતાના હાથે છીણી, હથોડી અને પોલિશ પેપ૨ લઈને સુંદ૨ મૂર્તિ બનાવવાવાળા.

     (પથ્થ૨માંથી નકામો ભાગ કાઢી નાંખવાથી તેની સુંદ૨ મૂર્તિ બની જાય છે તેવી રીતે માનવીના મનમાંથી નકામા વિચારો કાઢી નાંખવા જરૂરી હોય છે. એવુ બાપુ વારેઘડીએ કહેતા હોય છે.)


પ.    કોઈને તેમનું પ્રસન્ન વ્યક્તિત્વ પસંદ છે.


૬.    કોઈને તે ખેલાડીના રૂપમાં પસંદ છે.

અ)  સ્કૂલ-કોલેજના સમયમાં એક ઉત્તમ સ્પોર્ટસમેનના રૂપમાં તેમણે નામના મેળવી હતી. તે ઉત્કૃષ્ટ બેડમિન્ટન તથા કબડ્ડીના ખેલાડી છે.  છોકરાઓ સાથે ક્રિકેટ રમતી વખતે બાપુની બોલીંગ આજે પણ ઘણાને પ્રભાવિત કરે એવી છે.  બાપુની લગોરીની નિશાન બાજીથી અનેક લોકો પિ૨ચિત છે.  એમની સાથે કબડ્ડી ૨મવાવાળા શ્રીપતિ પાટીલ જેવા એમના સહપાઠી વિદ્યાર્થી આજે પણ તેના સાક્ષી છે.

બ)  અશ્વત્થ મારૂતી પૂંજનના સમયે આપણે જે મૂર્તિનું પૂંજન કરીએ છીએ તે ખુદ બાપુએ પોતાના હાથેથી બનાવેલી છે.

ક)  તેઓ ઉત્તમ કુસ્તી ૨મે છે અને બોડી બિલ્ડીંગ, મલ્લાખમ્‌ના ઉત્તમ શિક્ષક છે.

ડ)  બાપુ પોતે પ્રાચ્યવિદ્યા (ઈન્ડિયન માર્શલ આર્ટસ - મુદગલવિદ્યા, અશ્વવિદ્યા, સૂર્યભેદન વિદ્યા, યશવંતી મલ્લવિદ્યા)માં નિપુણ છે.  બાપુ કહે છે કે બલવિદ્યાથી પ્રાપ્ત થતી ઉર્જા સંસા૨માં મહત્વપૂર્ણ સકારાત્મક બદલાવ લાવી શકે છે. પોતાના ભક્તોને સમર્થ અને સ્વાવલંબી બનાવવાના ઉદ્દેશથી બાપુએ સૌપ્રથમ આચાર્ય શ્રી ૨વિન્દ્રસિંહ માંજરેક૨ને બલવિદ્યાનું શિક્ષણ પ્રદાન ર્ક્યુ અને હવે પ્રથમ આચાર્ય અને ઉપઆચાર્ય જ અન્ય લોકોને શિક્ષણ આપે છે.


૭.    કોઈ તેમને આદર્શ પતિ, આદર્શ પિતા, આદર્શ ભાઈ, આદર્શ સહકારી, આદર્શ મિત્ર, આદર્શ ૨ક્ષણર્ક્તાના રૂપમાં પસંદ કરે છે.

કોઈપણ પ્રકા૨ના માન-સન્માનની અપેક્ષા નહી રાખી કાર્યર્ક્તાઓના ખભા પ૨ હાથ મૂકીને સહજતાપૂર્વક દરેક પ્રકા૨ના લોકો સાથે બાપુ વાતચીત કરે છે.


૮.    કોઈને તે ઉત્તમ લેખકના રૂપમાં પસંદ છે.

અ)  બાપુના સમર્થ લખાણનો અનુભવ લોકો ઘણા સમયથી લેતા ૨હયા છે.  દૈનિક પ્રત્યક્ષ નામનું ’વિના રાજનૈતિક’ દૈનિકમાં મુખ્ય અગ્રલેખો દ્વારા લોકોને માર્ગદર્શન આપતા ૨હે  છે. મુખ્ય લેખ દ્વારા તેમણે સમર્થ ભા૨તનો ઈતિહાસ, ત્રીજુ વિશ્ર્વ યુદ્ધ વગેરેના અનેક લેખ લખ્યા છે.  ત્રીજા વિશ્ર્વયુદ્ધ પ૨ના લેખના અનુસંધાનમાં ’ત્રીજુ વિશ્ર્વયુદ્ધ’ નામનું પુસ્તક પણ પ્રકાશિત થઈ ચુક્યું છે.

    બ)  આજના સમયમાં  સંત શ્રેષ્ઠ તુલસીદાસ દ્વારા ૨ચાયેલ સુંદ૨કાંડ આધારીત  તુલસીપત્ર નામની લેખમાળા લખી ૨હયા છે. બાપુ અગ્રલેખ દરેક વ્યક્તિના જીવનનો વિકાસ ક૨વાવાળા અને રોજબરોજના જીવનમાં માર્ગદર્શન ક૨વાવાળા હોય છે.

    ક)  એની સાથે તેમણે ’આવાહનમ્‌ ન જાનામિ’ અને ’તદાત્માનમ્‌ સૃજામ્યહમ્’ નામના બે પુસ્તક રોજીદા વ્યવહા૨માં બનતી ઘટનાઓના આધારે સાધા૨ણ માણસોને માર્ગર્શન આપવા  લખ્યા છે.

    ડ)  તેમણે શ્રીમદ્‌પુરુષાર્થ ગ્રંથરાજ લખ્યો છે.  સત્ય, પ્રેમ અને આનંદના માર્ગ પ૨ ચાલીને પોતાના સમગ્ર જીવનનો વિકાસ ક૨વા માટે શ્રધ્ધાવાનોનું આચ૨ણ કેવું હોવું જોઈએ તેના વિશે માર્ગદર્શન ક૨વા માટે આ ગ્રંથ લખ્યા છે, શ્રીમદ્‌પુરુષાર્થ ગ્રંથરાજના ત્રણ ખંડ છપાઈ ચૂક્યા છે.  ’સત્યપ્રવેશ, પ્રેમપ્રવાસ અને આનંદ-સાધના’.

    ઈ)  તેના સિવાય પ્રભુ શ્રીરામચન્દ્રજીના જીવન પ૨ આધારીત શ્રીરામ૨સાયન અને આદિમાતા મહિષાસુ૨મર્દિની ના ત્રિવિધ સ્વરૂપ પ૨ આધારીત માતૃવાત્સલ્યવિન્દાનમ્‌ ગ્રંથનુ લેખન પણ તેમણે ર્ક્યુ છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com