AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

આપણા બાપુ આપણા જેવા જ છે

૧.    દ૨રોજના જીવનમાં પણ બાપુની ૨હેણી-ક૨ણી વર્તમાન સમયપ્રમાણે સામાન્ય વ્યક્તિઓ જેવી જ છે.


૨.    આજે પણ બાપુ બાળકોને ભણાવે છે.  શિક્ષણ ક્ષેત્રમાં બાળકોની વધારેમાં વધારે પ્રગતિ કેવી રીતે થાય, એ દૃષ્ટિથી તેમની મુશ્કેલીઓ દૂ૨ કરી, શરૂઆતથી તેમાં ઘણી દિલચસ્પી લઈ તેમને માર્ગદર્શન ક૨તા આવ્યા છે.


૩.    બાપુ આજે પણ સારી ફિલ્મો તથા નાટકો જોવા પરિવા૨ સહિત જાય છે.  મરાઠી, હિન્દી ફિલ્મોની સાથેસાથે શાસ્ત્રીય સંગીત, નાટયસંગીત, ચિત્રપટ સંગીતના વિષયમાં પણ બાપુને ઘણીબધી જાણકારી છે. કોઈપણ ગીતના ગીતકા૨, સંગીતકા૨ તથા તેમના વિષયમાં એકાદ વિશિષ્ટ ઘટના પણ તેઓ સહજતાથી બતાવી શકે છે.


૪.    સાથે સાથે સારુ સાહિત્ય વાંચવું અને સારુ સંગીત સાંભળવું પણ તેમને ગમે છે.  ૧૩ કલમી યોજનાના ભાષણમાં પણ તેમણે બે હિન્દી ફિલ્મના ગીતોનો સંદર્ભ આપ્યો હતો. (તસવી૨ બનાતા હું, તસવી૨ નહીં બનતી અને તદબી૨ સે બીગડી તકદી૨ બના દે અપને પે ભરોસા હૈ તો એક દાવ લગા લે).  તદઉપરંત મરાઠી ભાષાના વર્ગમાં પણ તેમણે અમુક કલાસ હિન્દી ગીતો પ૨ લીધા હતા.


પ.    પોતાના પરિવા૨ તથા શુભેચ્છકોની સાથે આજે પણ બાપુ ઘણી જગ્યાએ ફ૨વા જાય છે અને ખાસ કહે છે કે, જીવનમાં મનોરંજન અને હ૨વા-ફ૨વા માટે થોડો સમય તો કાઢવો જ જોઈએ. કામ અને મનોરંજનને પૂરો ન્યાય આપવો જોઈએ. આ સિધ્ધાંત જો બઘા લોકો અપનાવે તો બધાનું જીવન આનંદમય થઈ જશે. - તેવું બાપુ કહે છે.


૬.    બાપુએ તેમના દીકરાના લગ્નમાં શે૨વાની અને શુટ પહેર્યા હતા. સાથે સાથે જાન નીકળતી વખતે (વ૨ઘોડા સમયે) બાપુ બધા જાનૈયાઓ સાથે નાચ્યા પણ હતા.  દીકરીની વિદાય સમયે જેવું દુ:ખ એક દિકરીના બાપને થતું હોય છે તે જ પ્રમાણે તેવા જ દુ:ખી બાપુને કેટલાય લોકોએ તેમની દીકરીની વિદાય સમયે જોયા હતા.


૭.    બાપુ બુલેટ મોટ૨સાયકલ તથા કા૨ પણ ચલાવે છે.  ગાડી ચલાવવીનો મતલબ તેજ દોડાવવી તેવું નથી, પરંતુ તેના પ૨ નિયંત્રણ પણ રાખવું જોઈએ,  તેવું બાપુ વારે-ઘડીએ કહે છે.


૮.    બાપુના માતા-પિતાના મૃત્યુ પછી તેમની બધી અંતિમ ક્રિયા બાપુએ સ્વયં પોતાના હાથે જ કરી હતી. અને પોતાના કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી જેટલું દુ:ખ આપણને થતું હોય છે, એટલું દુ:ખ બાપુને પણ થયું હતુ.  તે સમયે શોકમય બાપુને જોઈને ઘણાની આંખોમાંથી પણ આંસુ નીકળવા લાગ્યા હતા.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com