AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

બુધવાર, 1 જુલાઈ, 2015

મહત્વનું સન્માન

Share & Comment
રાજા ઓબ્રેનેવ્હિકે પોતે આગળ પડીને ટેસલાના માર્ગદર્શન હેઠળ બેલગ્રેડ શહેરમાં માત્ર એક જ વરસમાં વીજળી લાવીને બતાવી. બેલગ્રેડ શહેરમાં વીજળી આવવી એ આ શહેર માટે ખૂબ મોટી ઘટના હતી. અહીંની જનતાએ ખૂબ જલ્લોષપૂર્વક વીજળીનું સ્વાગત કર્યુ. સર્બિયાના રાજા ઓબ્રેનેવ્હિકે ટેસલાને ’મેડલ ઓફ સેંટ સાવા’ આ સન્માન બહાલ કર્યુ. વિજ્ઞાન તેમજ બીજા ક્ષેત્રોમાં અતુલનીય કામગીરી બજાવનારાનું સન્માન આ મેડલ આપીને કરવામાં આવતુ.   સ્વાગત માટે ટેસલાએ ઉપસ્થિતો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી.

સ્વાગત માટે ટેસલાએ ઉપસ્થિતો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. ઉપરાંત અત્યારસુધી પોતાને પોતાની અમુક સંકલ્પનાઓ હકિકતમાં ઉતારવા માટેની તક મળી એ માટે પોતાને ભાગ્યશાળી માને છે એમ પણ તેઓ બોલ્યા. છતાં ’હજીપણ હું મારા ધ્યેય સુધી પહોંચ્યો નથી. આ ધ્યેય હજી ઘણુ દૂર છે. જો મારી બધી જ સંકલ્પનાઓ હકિકતમાં પલટાઈ અને એમાંથી માનવજાતીનું કલ્યાણ થયુ તો જ હું સર્બિયાના સુપૂત્ર તરીકે ભાગ્યશાળી સાબીત થયો એમ માનીશ.’ એમ તેઓ વિનમ્રતાપૂર્વક બોલ્યા.

ડો. નિકોલ ટેસલા ન્યુયોર્ક પાછા ફર્યા અને સંશોધન શરુ કર્યુ. એ જ વરસમાં એટલે કે ૧૮૯૨ની સાલમાં એમને બે મોટા સન્માન મળ્યા હતા. એમાંનુ એક હતુ ’મેડલ ઓફ સેંટ સાવા’. આ સન્માન એમને યુરોપની સફરે હતા ત્યારે મળ્યુ હતુ. ટેસલા યુરોપ પહોંચ્યા ત્યારે એમને ’બેલગ્રેડ’ શહેરના પ્રશાસન તરફથી આમંત્રણ મળ્યુ હતુ. બેલગ્રેડ સર્બિયાની રાજધાની હતી. અહીંના નાગરિકોને ડો. ટેસલાના સંશોધન વીશે માહિતી મળે એ હેતુથી આ આમંત્રણ મોકલવામાં આવ્યુ હતુ.

૧ જૂન, ૧૮૯૨ના દિવસે ડો. ટેસલા રાત્રે ૧૧ વાગે બેલગ્રેડના રેલ્વે સ્ટેશને ઉતર્યા. એમના સ્વાગત માટે હજારોની મેદની જામી હતી. એ બધા ડો. ટેસલાને મળવા માટે આવ્યા હતા. એ બધાને ટેસલાના અસામાન્ય સંશોધનો વીશે ખૂબ જ ગૌરવ થતુ હતુ. આપણા સર્બિયા દેશના આ મહાન સુપુત્રએ કરેલી મોટી કામગીરીને લીધે આપણા દેશનું નામ રોશન થયુ છે એવુ એ દરેક જણ કહી રહ્યા હતા. આ જ કારણ હતુ એ આટલી મોટી માનવ મેદની એમના સ્વાગત માટે જલ્લોષપૂર્વક અહીં એકઠી થઈ હતી.

આ પ્રસંગે લોકોએ ટેસલાને અનેક પુષ્પગુચ્છ અને ભેટવસ્તુઓથી નવાજીને પોતાનો આદર વ્યક્ત કર્યો. ટેસલા આ બધાના અભિવાદનને સ્વીકારતા અને દરેક પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા ધીમે ધીમે સમૂદાયની વચ્ચેથી આગળ વધી રહ્યા હતા. ’તમે સર્બિયાના મહાન સુપુત્ર છો.’ એમ આ મેદનીમાંથી દરેકજણ ટેસલાને કહી રહ્યું હતુ. ટેસલાનું વિશેષ સન્માન કરવા માટે ખાસ ઘોડાવાળી બગી પણ સજાવવામાં આવી હતી. પોતાના દેશબાંધવોએ કરેલુ આ સ્વાગત જોઈને ટેસલા ખૂબ જ ભાવવિભોર થઈ ગયા. એમણે પોતાના સ્વાગત માટે આવેલા જનસમૂદાયને સંબોધિત કર્યો.

સ્વાગત માટે ટેસલાએ ઉપસ્થિતો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. ઉપરાંત અત્યારસુધી પોતાને પોતાની અમુક સંકલ્પનાઓ હકિકતમાં ઉતારવા માટેની તક મળી એ માટે પોતાને ભાગ્યશાળી માને છે એમ પણ તેઓ બોલ્યા. છતાં ’હજીપણ હું મારા ધ્યેય સુધી પહોંચ્યો નથી. આ ધ્યેય હજી ઘણુ દૂર છે. જો મારી બધી જ સંકલ્પનાઓ હકિકતમાં પલટાઈ અને એમાંથી માનવજાતીનું કલ્યાણ થયુ તો જ હું સર્બિયાના સુપૂત્ર તરીકે ભાગ્યશાળી સાબીત થયો એમ માનીશ.’ એમ તેઓ વિનમ્રતાપૂર્વક બોલ્યા.

એના બીજા જ દિવસે ટેસલાની સર્બિયાના યુવાન રાજા એલેક્ઝાંડર ઓબ્રેનોવ્હિક સાથે મુલાકાત થઈ. બેલગ્રેડ શહેરને વિજળીની આવશ્યકતા છે આ વાત ટેસલાએ રાજા ઓબ્રેનોવ્હિકને ગળે ઉતારી. ટેસલાના વિચારો જાણી અને એમણે સર્વ નાગરિકની સામે પ્રદર્શિત કરેલા અલ્ટરનેટિંગ કરંટના પ્રયોગો જોઈને રાજા ઓબ્રેનોવ્હિક અચંબિત થઈ ગયા. પરિણામે રાજા ઓબ્રેનેવ્હિકે પોતે આગળ પડીને ટેસલાના માર્ગદર્શન હેઠળ બેલગ્રેડ શહેરમાં માત્ર એક જ વરસમાં વીજળી લાવીને બતાવી. બેલગ્રેડ શહેરમાં વીજળી આવવી એ આ શહેર માટે ખૂબ મોટી ઘટના હતી. અહીંની જનતાએ ખૂબ જલ્લોષપૂર્વક વીજળીનું સ્વાગત કર્યુ. સર્બિયાના રાજા ઓબ્રેનેવ્હિકે ટેસલાને ’મેડલ ઓફ સેંટ સાવા’ આ સન્માન બહાલ કર્યુ. વિજ્ઞાન તેમજ બીજા ક્ષેત્રોમાં અતુલનીય કામગીરી બજાવનારાનું સન્માન આ મેડલ આપીને કરવામાં આવતુ.



Some more honours for Dr. Nikola Tesla

૧૮૯૨ની સાલમાં યુરોપથી ન્યુયોર્ક પાછા ફર્યા બાદ ડો. નિકોલ ટેસલાને ’એઆયઈઈ (AIEE) - અમેરિકન ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈલેક્ટ્રિકલ ઈંજિનિઅર્સ’ ના ઉપાધ્યક્ષપદ ભૂષણ તરીકેનું સન્માન આપવામાં આવ્યુ. ’એઆયઈઈ’ આ સંસ્થા ૧૮૮૪ની સાલમાં સ્થાપન થઈ હતી. વાયર કમ્યુનિકેશન, લાઈટ અને પાવર સિસ્ટમ અર્થાત વીજળીના ઉપયોગથી ધ્વની અને પ્રકાશ દૂરના અંતર સુધી પહોંચાડવા માટે સંશોધન કરવુ એ આ સંસ્થાનું ધ્યેય હતુ. એ માટે અમુક નામાંકિત ઈંજિનિઅર્સ એ ભેગા થઈને આ સંસ્થાની સ્થાપના કરી હતી. એ સમયમાં ઈલેક્ટ્રિકલ ઈંજિનિઅર્સની આ અતિશય પ્રતિષ્ઠિત અને અગ્રગણ્ય સંસ્થા માનવામાં આવતી હતી.

આજે પણ આ સંસ્થા એક જુદા નામથી કાર્યરત છે તેમજ આ સંસ્થાને આજે પણ એટલુ જ સન્માન આપવામાં આવે છે. ૧૯૬૨ની સાલમાં ’એઆયઈઈ’ અને ’ઈન્સ્ટિટ્યુટ ઓફ રેડિયો ઈંજિનિઅર્સ’ અને નવી જ સ્થાપન થયેલી ઈલેક્ટ્રોનિક્સ ઈંજિનિઅરિંગની શાખાએ એકઠા થઈને ’આયઈઈઈ’ (ieee) (ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈલેક્ટિકલ એંડ ઈલેક્ટ્રોનિક્સ ઈંજિનિઅર્સ) અથવા ’આય ટ્રિપલ ઈ’ એવુ નામ ધારણ કર્યુ. ડો. ટેસલાએ ૧૮૯૨ થી ૧૮૯૪ સુધી ’એઆયઈઈ’નું ઉપાધ્યક્ષપદ વિભૂષિત કર્યુ.

Some more honours for Dr. Nikola Tesla

આ માનસન્માન મળતુ હતુ એ દરમ્યાન એમના ’અલ્ટરનેટિંગ કરંટ’ અને ’વાયરલેસ ઈલેક્ટ્રિસિટી’ના સંશોધનને માન્યતા મળવા લાગી હતી. તેમજ અલ્ટરનેટિંગ કરંટનો ધીમે ધીમે વપરાશ પણ શરુ થઈ ગયો હતો.

૧૮૯૩ના વરસમાં ’વલ્ડ કોલંબિયન એક્સ્પો’ નામનું વિશ્વનું સૌથી મોટુ પ્રદર્શન ભરાવાનું હતુ. એના એક વરસ પહેલા આ ’એક્સ્પો’ના ’ઈલેક્ટ્રિકલ ક્રોન્ટ્રેક્ટ’ની નીલામી શરુ થઈ. થોમસ અલ્વા એડિસનની જનરલ ઈલેક્ટ્રિક કંપનીએ આ ’એક્સ્પો’ ના વિવિધ પ્રદર્શન માટે વીજપુરવઠો પૂરો પાડવાના હેતુથી નિવેદન મોકલ્યુ હતુ. આ નિવેદનમાં વીજપુરવઠા માટે ૧૮ લાખ ડોલર્સનો ખર્ચ ’જનરલ ઈલેક્ટ્રિક કંપની’ એ બતાવ્યો હતો. પરંતુ જોર્જ વેસ્ટિંગહાઉસની ’વેસ્ટિંગહાઉસ ઈલેક્ટ્રિક કંપની’એ પોતાના નિવેદનમાં આ ખર્ચો માત્ર ૪ લાખ ડોલર્સ જ બતાવ્યો હતો. ’જનરલ ઈલેક્ટ્રિક અને ’વેસ્ટિંગહાઉસ ઈલેક્ટ્રિક કંપની’ તરફથી આવેલા નિવેદનમાં આટલો મોટો તફાવત હતો. તેનું કારણ ’વેસ્ટિંગહાઉસ ઈલેક્ટ્રિક કંપની’ ડો. નિકોલ ટેસલાનો અલ્ટરનેટિંગ કરંટ વાપરતી હતી.

પોતાના કરતા ખૂબ ઓછા દર આપવાને કારણે આ કોન્ટ્રાક્ટ ’વેસ્ટિંગહાઉસ ઈલેક્ટ્રિક કંપની’ ને મળી જશે અને જેને કારણે ’અલ્ટરનેટિંગ કરંટ’ વધુ લોકપ્રિય થઈ જશે એ ડરથી ’જનરલ ઈલેક્ટ્રિકે’ પોતાના નિવેદનની રકમ લગભગ ૭૦% ઓછી કરીને ૫.૫ લાખ ડોલર્સ સુધી કરી નાંખી. પરંતુ એમના આ બધા દાવપેચ અસફળ રહ્યાં. ’વેસ્ટિંગહાઉસ ઈલેક્ટ્રિક કંપની’ ને જ ’વલ્ડ કોલંબિયન એક્સ્પો’ને વીજપૂરવઠો પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો.      

Some more honours for Dr. Nikola Tesla

’જનરલ ઈલેક્ટ્રિક કંપની’ અને ’વેસ્ટિંગહાઉસ ઈલેક્ટ્રિક કંપની’ જે ’વલ્ડ કોલંબિયન એક્સ્પો’ ના કોન્ટ્રાક્ટ માટે હરિફાઈ કરી રહ્યા હતા એ એક્સ્પો એટલે નક્કી શું હતુ ? એને આટલુ મહત્વ શામાટે આપવામાં આવી રહ્યુ હતુ ? આ બધુ જાણવા માટે શિકાગોમાં ભરાનારા આ એકસ્પોની ક્રમબદ્ધ માહિતી કરી લેવી જરુરી છે. આ એક્સ્પો ડો. ટેસલાના સંશોધનના સર્વોચ્ચ પ્રદર્શન માટે વ્યાસપીઠ સાબિત થયો. જેથી ૧૮૯૩ની સાલનો ’વલ્ડ કોલંબિયન એક્સ્પો’ અમેરિકાના ઈતિહાસમાં અત્યંત સંસ્મરણિય ઘટના સાબિત થઈ. આની સવિસ્તર માહિતી આપણે આગળના લેખમાં જોવાના છીએ.

                                                                    ક્રમશ:
Tags:

Written by

ગુજરાતી બાંધવામાટે ખાસ સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂ નો માહિતી નો બ્લોગ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com