AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

સોમવાર, 29 જૂન, 2015

ડો. નિકોલ ટેસલા યુરોપના પ્રવાસે

Share & Comment
’ટેસલા કોઈલ’ના સંશોધનનો મુખ્ય આધાર ’ઈંપલ્સ’ એ જ હતો. તેના ઉપર ડોક્ટર ટેસલા વધુમાં વધુ વિચાર કરવા લાગ્યા. વિદ્યુતપ્રવાહ વાયરના માધ્યમ વગર પ્રવાસ કરી શકે છે એ ઈંપલ્સને લીધે જ એ વાતની ખાતરી ટેસલાને થઈ ચૂકી હતી. એ જ સમયે બીજી પણ એક મહત્વની વાત એમના ધ્યાનમાં એ આવી કે આ ઈંપલ્સને લીધે વિદ્યુતપ્રવાહ હવામાંથી લહેરો દ્વારા પ્રવાસ કરવાને બદલે કિરણોના રુપમાં સીધી રેખામાં પ્રવાસ કરે છે. આ સંશોધનને કારણે ડો. ટેસલા આગળ ઘણી મહત્વની શોધો કરી શક્યા. આ વીશેની માહિતી આપણે આગળ લેવાના જ છીએ.

નિસર્ગનું ગહન નિરિક્ષણ, અભ્યાસ અને ચિંતન એ ટેસલાના મનગમતા વિષય હતા એ આપણે આગળ જોઈ જ ગયા છીએ. ’મધર નેચર’ એવો ઉલ્લેખ નિસર્ગની બાબતમાં કરનારા આ મહાન સંશોધકને નિસર્ગના કાર્યો પણ ઈંપલ્સ દ્વારા થાય છે એ બાબતની જાણ થઈ. આકાશમાં ચમકનારી વિજળી, મગજમાં અચાનક ઉદભવતા વિચારો, કલ્પનાઓ સુઝવી, નૈસર્ગિક ઉથલપાથલ, આ બધુ એ નિસર્ગદેવતાના ’ઈંપલ્સ’ નો જ એક ભાગ હોવાના વિચારો ટેસલાના મનમાં ઘર કરવા લાગ્યા હતા. સજીવ-નિર્જીવ સૃષ્ટી સાથે પરમેશ્વરનો જે સંબંધ છે એ ઈંપલ્સ વડે જ જોડાયેલો છે. આખા વિશ્વમાં ઈંપલ્સનું તત્વ વ્યાપેલુ હોવાથી અધ્યાત્મમાં પણ આ જ તત્વ કામ કરતુ હોવાનો ટેસલાને ખ્યાલ આવ્યો.  

અથાગ પ્રયત્નો બાદ પોતાના સંશોધનમાંથી મળેલુ જ્ઞાન ટેસલા બધા માટે મુક્તપણે ખુલ્લુ કરતા. ઉપરાંત એના વીશે છૂટથી ચર્ચાઓ પણ કરતા. પોતાના નવા સંશોધનો વીશેની માહિતી તેઓ વિવિધ જર્નલ્સ અને પરિષદો દ્વારા જાહેર કરતા. એને કારણે ટેસલાના સંશોધનની, એમના પ્રયોગની માહિતી વિજ્ઞાન-તંત્રજ્ઞાનને સમર્પિત લગભગ દરેક સામાયિકમાં આવવા લાગી. એને કારણે ટેસનાનું નામ ધીરે ધીરે વિજ્ઞાનના ક્ષેત્રમાં પસરવા લાગ્યુ. ભવિષ્યકાળનો વેધ ધરાવનારી ટેસલાની વૈજ્ઞાનિક દ્રષ્ટી જોઈને વિજ્ઞાન-તંત્રજ્ઞાનના ક્ષેત્રના લોકો ખૂબ પ્રભાવિત થઈ જતા.

૩૦ જુલાઈ, ૧૮૯૧ના દિવસે અમેરિકન સરકારે ડો. નિકોલ ટેસલાને અમેરિકાનું નાગરિકત્વ બહાલ કર્યુ. સાત વરસ પહેલા ટેસલા માત્ર ચાર સેંટ જેટલુ નાણું લઈને આ દેશમાં આવ્યા હતા. એ દેશે માત્ર સાત વરસમાં ટેસલાને નાગરિકત્વ બહાલ કર્યુ, એ ધ્યાનમાં રાખવા જેવી વાત છે. પોતાના મિત્રો સાથેની વાતચીત દરમ્યાન ડો. ટેસલા અમેરિકન નાગરિકત્વ મળવુ એ પોતાના માટે ખૂબ મોટી બાબત છે એમ કહેતા. પોતાને મળેલા કોઈપણ પુરસ્કાર કરતા અમેરિકાનું નાગરિકત્વ એ સૌથી મોટી બાબત છે એમ ટેસલા માનતા હતા.

Dr. Nikola Tesla’s Journey to Europe!
આ પ્રવાસ ચાલૂ હતો એ દરમ્યાન વિખ્યાત શાસ્ત્રજ્ઞ લોર્ડ કેલ્વિને ટેસલાને ’રોયલ સોસાયટી ઓફ લંડન’ માં વ્યાખ્યાન આપવા માટે આમંત્રિત કર્યા. ’રોયલ સોસાયટી’ ના સર્વ સભાસદોને ટેસલા અને એમના સંશોધનો વીશે જાણવાની ખૂબ જ ઉત્સુકતા હતી. અલ્ટરનેટિંગ કરંટ અને વાયરલેસ ઈલેક્ટ્રિસિટી આ બન્નેના પ્રસારની પણ ઉત્તમ તક પોતાને સામે ચાલીને મળી છે એમ ટેસલા માનતા હતા. એ દ્રષ્ટીએ ટેસલાએ આ વ્યાખ્યાનની તૈયારીઓ શરુ કરી દીધી. એમણે આ પ્રાત્યક્ષિક માટે આવશ્યક એવા બધા જ જરુરી સાધનો પોતાની સાથે રાખ્યા હતા. એનું એક કારણ એ પણ હતુ કે ’રોયલ સોસાયટી’ માં થનારો આ પ્રયોગ એમની દ્રષ્ટીએ ખૂબ જ મહત્વનો હતો.

’રોયલ સોસાયટી’ સામે વ્યાખ્યાન આપતી વખતે ટેસલાએ સૌથી પહેલા ’અલ્ટરનેટિંગ કરંટ સિસ્ટમ’ વીશે પ્રાથમિક માહિતી આપી. એ પછી એમણે ’હાય ફ્રિકવન્સી’ અને ’હાય વ્હોલ્ટેજ અલ્ટરનેટિંગ કરંટ’ વીશેની માહિતી આપીને એના ફાયદાઓ સમજાવ્યા. ત્યારબાદ ટેસલાએ વાયરલેસ ઈલેક્ટ્રિસિટી વીશે કરેલા સંશોધનો અને એને લગતા પ્રયોગો પ્રદર્શિત કર્યા. ફ્લુરોસંટ બલ્બ અને ટ્યુબ્સ પોતાના હાથમાં પકડીને એ વાયર વગર ટેસલાએ પેટાવીને બતાડ્યા. અમુક ફૂટના અંતરે ઉભેલી નાની મોટરો પણ ટેસલાએ વાયરલેસ ઈલેક્ટ્રિસિટી દ્વારા ચલાવીને બતાવી. આની પાછળના વૈજ્ઞાનિક કારણોની માહિતી પણ એમણે એ સમયે છૂટથી લોકો સામે માંડી.

ખૂબ જ ઉત્સાહપૂર્વક ટેસલા આ બધી માહિતી ’રોયલ સોસાયટી’ના સદસ્યોને આપી રહ્યા હતા. ત્યાં હાજર દરેક જણ આ બધુ જોઈ સાંભળીને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. ટેસલાના આવિષ્કાર વીશે જાણીને દરેકજણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. એ સમયે ત્યાં હાજર ઈંગ્લિશ ઈંજીનિઅર્સમાંથી અમુક જણે એમને આની પાછળના શાસ્ત્રીય કારણો વીશે પ્રશ્નો પૂછ્યા ત્યારે ટેસલાએ કશું જ છુપાવ્યા વગર પોતાના સંશોધનની સવિસ્તર માહિતી આપી. પરંતુ એમના આ સંશોધનો એટલા ઉચ્ચ દરજ્જાના હતા કે એમણે બધુ જ મુક્તપણે જાહેર કરી દીધા છતાં એમણે પોતે કરેલા સંશોધનો જેવા પરિણામ બહુ ઓછા લોકો સાધી શક્યા. આ વ્યાખ્યાન બાદ ટેસલા અમુક મહિના યુરોપમાં જ રહ્યા. આ સમય દરમ્યાન એમણે અલ્ટરનેટિંગ કરંટ સિસ્ટમની માહિતી આપવા માટે અનેક વ્યાખ્યાનો કર્યા. ઉપરાંત તેઓ પોતે પણ યુરોપના અનેક શાસ્ત્રજ્ઞોને મળ્યા. એ લોકો પાસેથી પણ ટેસલાએ એ લોકોએ કરેલા સંશોધનો વીશે માહિતી મેળવી અને તેઓ સાથે ચર્ચાઓ પણ કરી.

પોતાના સંશોધનોને ખૂબ જ સફળતા પ્રાપ્ત થતી હોવાછતાં ટેસલા બીજા સંશોધકો પ્રત્યે અપાર આદર ધરાવતા હતા. બીજા સંશોધકોએ કરેલી શોધો વીશે જાણવાની પણ એમને ખૂબ ઉત્સુકતા રહેતી. એમનું મન કેટલુ વિશાળ હતુ એનો અહીં આપણને ખ્યાલ આવે છે. પોતે કરેલા સંશોધનો શ્રેષ્ઠ અને બીજાના નીચલા દરજ્જાના એવો ભાવ એમના મનમાં ક્યારેપણ હતો નહીં. બીજા શાસ્ત્રજ્ઞોના કામને પણ તેઓ એટલાજ આદરપૂર્વક જોતા હતા.
  
એક રાત્રે તેઓ પેરિસમાં હતા એ દરમ્યાન એમને એક ટેલિગ્રામ મળ્યો. એમના માતા ખૂબ જ બિમાર હોવાના સમાચાર આ ટેલિગ્રામ દ્વારા એમને મળ્યા. પોતાની યાત્રા અડધેથી ટૂંકાવીને તેઓ તાબડતોબ પેરિસથી સ્મિલિયાન પોતાના જન્મસ્થળે પાછા ફર્યા અને સીધા પોતાની માતાના બીછાના પાસે જઈ બેઠા. એ સમયે એમની માતા મૃત્યુશૈયા પર હતા. ટેસલાને જોઈને તેઓ ખૂબ જ આનંદિત થઈ ઉઠ્યા અને ’છેવટે તુ આવ્યો મારા દિકરા’ એવુ બોલીને એમણે ટેસલાનું સ્વાગત કર્યુ. ટેસલા લાંબા સમય સુધી માતા પાસે જ બેસી રહ્યા. આખી રાત તેઓ જાગતા રહ્યા.

Dr. Nikola Tesla’s Journey to Europe!
ટેસલાના પોતાના શબ્દોમાં કહીએ તો... ’એ વખતે મારા મગજની દરેક પેશીઓ તણાવગ્રસ્ત હોવાનો મને અહેસાસ થતો હતો. હવે શું થશે એનો કશો જ ખ્યાલ આવતો નહતો.’ છેક પરોઢિયે ટેસલાની જરા આંખ મળી. એ સમયે એમને એક અદભૂત સ્વપ્ન આવ્યુ. આ સ્વપ્નમાં એમને અમુક દેવદૂત દેખાયા. આ દેવદૂત સફેદ-શુભ્ર વાદળોમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દેવદૂતમાંથી એકજણ ટેસલા તરફ ખૂબ પ્રેમથી જોઈ રહી હતી. એ એમની માતા જ હોવાનો એમને અહેસાસ થતો હતો અને તેઓ ઝબકીને જાગી ગયા. એક ક્ષણ એમને પોતાની માતાને સ્વપ્નમાં વાદળમાંથી પ્રવાસ કરતી જોઈ એ બાબત ઉપર વિશ્વાસ જ બેસતો નહતો. એ પછી અમુક જ મિનિટોમાં એમની માતા આ જગ છોડી ગયા. ૧ જૂન, ૧૮૯૨ના દિવસે એમની માતાનું નિધન થયુ.

માતા ઉપર અતિશય પ્રેમ ધરાવતા ટેસલા આ ઘટનાથી શોકસાગરમાં ડૂબી ગયા. ૧૮૭૯ની સાલમાં એમના પિતાનું અવસાન થયુ હતુ. એ વખતે ટેસલા માત્ર ૨૩ વર્ષના હતા. આ ઘટનાના ૧૩ વરસ બાદ એમની માતાનું અવસાન થયુ. એમને માટે આ દુ:ખ અસહ્ય થઈ પડ્યુ. નાનપણથી જ ટેસલા પોતની કલ્પનાઓ પોતાના નાના ભાઈ-બહેન અને મિત્રો સામે માંડતા. એ સાંભળીને તેઓ બધા એમની મજાક ઉડાવતા. પરંતુ એક એમના માતા જ હતા જેઓ એમને સમજી શકતા હતા અને એમને પ્રોત્સાહન પૂરુ પાડતા હતા. એમની માતા એમનો ખૂબ મોટો અને મજબૂત આધાર હતા. એમની અંત્યેષ્ટી કરવા માટે ટેસલા અઠવાડિયુ પોતાના વતનમાં રોકાયા. આ સમય એમના માટે ખૂબ કઠિણ સાબિત થયો. એ જ સમયમાં તેઓ માંદગીમાં પટકાયા અને એમાંથી બહાર નીકળતા એમને બે થી ત્રણ અઠવાડિયા લાગ્યા.

પોતાની જન્મદાત્રી માતાનો આધાર ગુમાવેલા ટેસલાને હવે માત્ર એક જ આધાર બચ્યો હતો. એક પરમેશ્વરનો અને બીજા મધર મેરીનો. ટેસલાને એમના પરમેશ્વરે ક્યારેય તરછોડ્યા નહીં. અત્યંત કઠિન પરિસ્થિતીમાં પણ પરમેશ્વરે ટેસલાને સંઘર્ષ કરવા માટે જરુરી સામર્થ્ય અવિરતપણે પૂરુ પાડ્યુ. આ મક્કમ આધારને કારણે ટેસલા ધીમે ધીમે પોતાના માતૃશોકમાંથી બહાર આવ્યા.

તેઓ પોતાની ન્યુયોર્ક ખાતેની પ્રયોગશાળામાં પરત ફર્યા અને પોતાની જાતને સંશોધન કાર્યમાં ઝોંકી દીધી.

                                                                (ક્રમશ :)

http://www.aniruddhafriend-samirsinh.com/dr-nikola-teslas-journey-to-europe/
Tags:

Written by

ગુજરાતી બાંધવામાટે ખાસ સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂ નો માહિતી નો બ્લોગ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com