AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

શુક્રવાર, 21 ડિસેમ્બર, 2018

‘અલ્ટરનેટીંગ કરંટ’ અને ડો. નિકોલ ટેસલા

Share & Comment

ઘમંડખોરીનું પ્રદર્શન એટલે સામર્થ્ય નહીં. પરંતુ ઘમંડ એટલે દુર્બળતા છૂપાવવા માટે વાપરવામાં આવતો મુખવટો હોય છે, એવુ કહેવાય છે. ડો. નિકોલ ટેસલાના જીવનના આગળના પ્રવાસ વીશે જાણકારી મેળવતી વખતે આ વાક્ય તંતોતંત સાચુ પડતુ જણાય છે. ખરુ ધૈર્ય, સામર્થ્ય અને અપાર સંયમનું માનવી પ્રતીક એટલે નિકોલ ટેસલા. ઘમંડપણાની આડમાં પોતાની દુર્બળતા છુપાવતા ડો. ટેસલાના વિરોધીઓ કાયમ તેને બદનામ કરવાના પ્રયત્નો કરતા રહ્યા.

Three-phase AC system with rotating
magnetic fields
થોડા દિવસો પહેલા જ આપણે એક સમાચાર વાંચ્યા હશે. આપણી રેલ્વે અત્યાર સુધી ’ડાયરેક્ટ કરંટ’ એટલે ’ડિસી’ વિદ્યુતપ્રવાહ વાપરતા હતા. પરંતુ હવે તેમાં ફેરફાર કરીને રેલ્વે ’અલ્ટરનેટીંગ કરંટ’ એટલેકે ’એસી’નો ઉપયોગ કરવાના છે. વિદ્યુતપ્રવાહમાં થયેલો આટલો મોટો ફેરફાર એટલે આમ જોતા આપણને ખૂબ સામાન્ય બાબત લાગી શકે. વીજળીના પ્રવાહ માટે ડીસી વાપર્યુ કે એસી વાપર્યુ એનાથી પ્રવાસીઓને શું ફરક પડે છે? એવો પ્રશ્ન આપણને જરુર થાય. પરંતુ એવુ નથી. મુંબઈ શહેરની લોકલ દ્વારા દરરોજ લગભગ ૭૫ લાખ પ્રવાસી પ્રવાસ કરતા હોય છે. આટલી મોટી સંખ્યામાં પ્રવાસ કરનારા માટેની આ રેલ્વેના વિદ્યુતપ્રવાહની પદ્ધતીમાં થયેલો ફેરફાર એ જેટલી લાગે છે એટલી સામાન્ય બાબત નથી. પરંતુ આ બદલાવ અને ડો. નિકોલ ટેસલા વચ્ચે શું સંબંધ છે, એ આપણે સમજી લઈએ.

૧૮૮૨ની સાલમાં એટલે કે આજથી લઈને લગભગ સવ્વાસો વરસ પહેલા ડો. ટેસલાએ 'અલ્ટરનેટીંગ કરંટ' અર્થાત 'એસી'ની સંકલ્પના જગત સામે માંડી. એસી દ્વારા મળનારો વીજળીનો પુરવઠો અતિશય વ્યવહારુ અને નૈસર્ગિક ગણાય છે એમ એમનું માનવુ હતુ. એ પહેલા ડીસી પદ્ધતી વડે જ પુરવઠો આપવામાં આવતો. પરંતુ ટેસલાને ’એસી’ની સંકલ્પના સુજી એ પાછળની કથા પણ જાણવા જેવી છે. ૧૮૮૨ની સાલમાં 'બુડાપેસ્ટ'માં એક બપોરે પોતાના એક મિત્ર સાથે તેઓ વોક લઈ રહ્યા હતા અને સાથે સાથે તેઓ કોઈ કાવ્યપંક્તીઓ ગણગણી રહ્યા હતા. 'ગોએથ' નામના પ્રખ્યાત કવીની કાવ્યપંક્તી તેઓ ગણગણતા જ, એમના મગજમાં ચમકારો થયો અને 'એસી' વિદ્યુતપ્રવાહની સંકલ્પનાએ જન્મ લીધો.

આ રીતે મને આ સંકલ્પના સુજી એની પાછળ પરમેશ્વરની જ કોઈ લીલા છે એવો એમનો પાક્કો વિશ્વાસ હતો. માત્ર આ સંકલ્પના કે સંશોધન જ નહીં પરંતુ પોતાની દરેક વૈજ્ઞાનિક શોધ પાછળ આ પરમેશ્વરની લીલા જ કામ કરે છે એવો એમને દ્રઢ વિશ્વાસ હતો. 'એસી'ની સંકલ્પના સુજ્યા બાદ તરત જ એમણે રેતીમાં હાથમાંની લાકડી વડે તેનો ગ્રાફ તૈયાર કર્યો. આ 'ડાયગ્રામ' હતો 'રોટેટીંગ મેગ્નેટિક ફિલ્ડ' નો. છ વરસ પછી આ જ 'ડાયગ્રામ' એમણે ’અમેરિકન ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈલેક્ટ્રીકલ ઈંજીનિઅર્સ’ની બેઠકમાં એવો ને એવો રજુ કર્યો.

ટેસલાને બુડાપેસ્ટમાં સુજેલી ’એસી’ ની કલ્પના એટલી ક્રાંતીકારી હતી કે આજે પણ આપણા રોજીંદા જીવનમાં ટેસલાની આ થ્રી ફેજ (પોલીફેજ) ’અલ્ટરનેટીંગ કરંટ સિસ્ટમ’ નો ઉપયોગ કરવામાં આવે છે. આ જ 'અલ્ટરનેટીંગ કરંટ''સ્ટેપ-અપ, સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મર, એસી મોટર આ બધા ઉપર આધારીત લગભગ ૪૦ પેટંટ ટેસલાએ મેળવી. આજે પણ આ સિસ્ટમ કોઈપણ ફેરફાર વગર એવી ને એવી જ વાપરવામાં આવે છે. આ ઉપરથી ટેસલાની વૈજ્ઞાનિક પ્રતિભાની દિવ્યતાનો અનુભવ આપણને થાય છે. ૧૮૮૮ની સાલમાં જ્યારે ટેસલાએ આ બધી સિસ્ટમ્સ 'અમેરિકન ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈલેક્ટ્રીકલ ઈંજિનિઅર્સ' સામે માંડી ત્યારે ત્યાં હાજર રહેલા ઈંજિનિઅર્સ, પત્રકાર અને બધા જ ખૂબ અચંબીત થઈ ગયા હતા.

દરેક ઘર અને ઉદ્યોગક્ષેત્રને ઉજાળનારી વીજળી પર કરેલુ આ સંશોધનનું શ્રેય બીજા કોઈને નહીં પરંતુ ટેસલાને ફાળે જ જાય છે. બીજી ઔદ્યોગિક ક્રાંતીના જનક તરીકે એમનો ઉલ્લેખ કરવામાં આવે છે. કારણ કે ઈલેક્ટ્રિફિકેશન, માસ પ્રોડક્શન, પ્રોડક્શન લાઈન વગેરેનો વિકાસ થયો એ પાછળ ટેસલાએ તૈયાર કરેલી 'અલ્ટરનેટીંગ કરંટ સિસ્ટમે' પાયાની ભૂમિકા ભજવી છે. પરંતુ ટેસલાના સંશોધનને જોઈને આ ક્ષેત્રના લોકો અચંબીત ભલે થઈ ગયા હતા છતાં એમના સંશોધનોને માન્યતા મેળવી આપવા માટે, ટેસલાએ ખૂબ મોટો સંધર્ષ કરવો પડ્યો. આ પાછળના કારણો ઘણા અલગ હતા. જેનો વિજ્ઞાન કે સંશોધન સાથે કોઈ સંબંધ ન હતો.

AC polyphase system
'થોમસ અલ્વા એડિસન' આ મહાન ગણાતો સંશોધક 'ડાયરેક્ટ કરંટ'નો પુરસ્કર્તા હતો. પેરિસથી ખાસ પોતાને મળવા આવેલા ટેસલાને એડિસન મળ્યા. ત્યાં સુધી એડિસન માટે ટેસલાને અપાર આદર હતો. એડિસન એ જમાનામાં 'કિંગ ઓફ ઈલેક્ટ્રીસિટી' તરીકે પ્રખ્યાત હતા. પરંતુ એડિસન માટેનો આદરભાવ કાયમ રાખીને પણ ટેસલાએ પહેલી મુલાકાતમાં એડિસનને 'ડાયરેક્ટ કરંટમાં રહેલી ખામીઓ વીશે વાકેફ કર્યા. એટલુ જ નહીં પરંતુ તેના વધુ ઉત્તમ પર્યાય તરીકે 'અલ્ટરનેટીંગ કરંટ સિસ્ટમની સંકલ્પના પણ એમની સામે માંડી.

આ બધુ સાંભળીને એડિસનને ખૂબ આઘાત લાગ્યો. મૂળમાં ટેસલાએ માંડેલી 'અલ્ટરનેટીંગ કરંટ સિસ્ટમની સંકલ્પના એડિસનને સમજાઈ જ નહતી. ટેસલાએ ડીસી પદ્ધતી દ્વારા દૂર સુધી વીજપુરવઠો અથવા વીજળીનું વહન કરવાના માર્ગમાં આવતા અવરોધોની કલ્પના એડિસનને આપી. ડીસી દ્વારા આખા ન્યુયોર્ક શહેરને વીજપુરવઠો પૂરો પાડવો હશે તો એ માટે સેંકડો 'પાવર સ્ટેશનની આવશ્યકતા હતી. પણ ’એસી’ દ્વારે આ વીજપુરવઠો કરવામાં આવે તો માત્ર ન્યુયોર્ક શહેર જ નહીં પરંતુ આખા ન્યુયોર્ક રાજ્યને વીજળીનો પુરવઠો કરવા માટે માત્ર એક જ પાવર સ્ટેશન પુરતુ થઈ રહેશે. આ વાત એમણે એડિસનના ગળે ઉતારવાની કોશીશ કરી.

એડિસનને આ બધુ સાંભળીને જબરો આઘાત લાગ્યો. તેઓ ખૂબ જ અસ્વસ્થ થઈ ગયા. ’કિંગ ઓફ ઈલેક્ટ્રીસિટી’ની ઉપાધી મેળવી ચૂકેલા એડિસનના પગ તળેથી જમીન સરકતી હોય એવુ લાગ્યુ. આ બધાને કારણે મારો વ્યવસાય ખતરામાં પડી જશે એવો ડર એમના મનમાં પેસી ગયો. આ બધા કારણોસર ટેસલાએ તૈયાર કરેલી 'એસીના તેઓ કટ્ટર વિરોધી બન્યા. ટેસલા એકલા જ ’એસી’નો આગ્રહ કરી રહ્યા હતા કારણકે આ પદ્ધતી વધુ વૈજ્ઞાનિક, વધુ નૈસર્ગિક અને સહજ હતી માટે. એની પાછળ કોઈપણ જાતનો વૈયક્તિક લાભ મેળવવાનો મોહ નહતો. માત્ર વૈજ્ઞાનિક દ્રષ્ટીકોણ રાખીને જ તેઓ આ ’એસી’ સિસ્ટમનો આગ્રહ કરી રહ્યા હતા.

ડીસી પદ્ધતી વડે વીજળીનો પુરવઠો કરવાથી વીજળીનો ખૂબ મોટો અપવ્યય થતો હતો ઉપરાંત આ પદ્ધતી દ્વારા વીજપુરવઠો કરવાનું અતિશય અનૈસર્ગિક અને અવ્યવહારી પણ હતુ. એના કરતા ’એસી’ પદ્ધતી વધુ સુલભ અને વ્યવહારુ તો હતી જ પરંતુ મહત્વની વાત એ હતી કે એ નિસર્ગની સાથે સુસંગત પણ હતી. આ મુલાકાતમાં ટેસલાએ એડિસન સામે ડીસીમાંથી એસી સિસ્ટમમાં પરિવર્તન કરવાની સંકલ્પના પણ માંડી હતી.   આ બાબત જગત માટે ખૂબ ક્રાંતીકારી સાબીત થશે એમ ટેસલાનું કહેવુ હતુ. કારણ માનવના જીવનમાં આને કારણે અમુલાગ્ર ફેરફારો થવાની શક્યતા હતી. પરંતુ એડિસને ટેસલાની આખી વાતને ધુતકારી કાઢી. એટલુ જ નહીં પણ એડિસને ટેસલાને તેઓ ખોટા માર્ગે આગળ વધી રહ્યા છે એમ પણ સંભળાવી દીધુ.

એડિસન એ સમયે ખૂબ ઉંચાઈએ પહોંચેલા સંશોધક હતા. એમના માટે ટેસલાને પણ ખૂબ જ આદર હતો જ. એ છતાં ટેસલાની વિજ્ઞાનનિષ્ઠા અને પરમેશ્વર પ્રત્યે વિશ્વાસ અપરંપાર હતો. એ કારણથી જ એડિસનની ડીસી સિસ્ટમની ખામીઓ એમના સામે માંડવાનું ધૈર્ય ટેસલા દાખવી શક્યા હતા. એટલુ જ નહીં તો ટેસલાએ અત્યાર સુધી થયેલી બધી જ શોધોને પડકારતુ સંશોધન આત્મવિશ્વાસપૂર્વક જગત સામે માંડ્યુ. આ મહાન સંશોધકને પોતાના સંશોધનમાં વિશ્વાસ હતો અને આ સંશોધન સાબીત કરવા માટે લાગનારુ અપાર ધૈર્ય પણ એમની પાસે હતુ.

'ઘમંડખોરીનું પ્રદર્શન એટલે સામર્થ્ય નહીં. પરંતુ ઘમંડ એટલે દુર્બળતા છૂપાવવા માટે વાપરવામાં આવતો મુખવટો હોય છે.' ટેસલાના વિરોધીઓને આ મુખવટો કાયમ વાપરવો પડ્યો. માત્ર ટેસલાની ધીરજ કદી ખૂંટી નહીં. કારણકે પરમેશ્વર ઉપર એમને અડગ શ્રદ્ધા હતી, દ્રઢ વિશ્વાસ હતો. એટલે જ ડો. નિકોલ ટેસલા ધૈર્યપૂર્વક પોતાનું સંશોધન જગત સામે માંડતા રહ્યા અને એ સંશોધનો દ્વારા એમણે માનવીજીવન અધિક સુલભ કર્યુ. કારણ એ જ એમના સંશોધન પાછળની મૂળ પ્રેરણા હતી.
Tags:

Written by

ગુજરાતી બાંધવામાટે ખાસ સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂ નો માહિતી નો બ્લોગ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com