AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

શનિવાર, 18 જુલાઈ, 2015

ડો. નિકોલા ટેસ્લાની પ્રયોગશાળામાં ભીષણ આગ

Share & Comment
ડો. નિકોલા ટેસ્લાની કથા આસ્થા, આશા અને વિશ્ર્વાસ પર આધારિત છે. આ વાત એ વ્યક્તિની છે કે જે પોતાનાં બળ અને તાકાતથી સર્વ કંઇ પ્રાપ્ત કરવા ઇચ્છે છે. તેમને પોતાનાં પરમ પરમેશ્ર્વર પ્રત્યે એટલી બધી શ્રદ્ધા છે કે તેઓ ઉંચામાં ઉંચા પહાડો પર પણ વિજય પ્રાપ્ત કરી શકે છે અને પોતાની તાકાત અને બળથી આ વિશ્ર્વને પણ બદલી શકે છે.

ડો. ટેસ્લા વિષે આપણે કોલંબિયન પ્રદર્શનમાં જોયું કે તેમણે અહીં પોતાનું એસી ટ્રાન્સમીશન સીસ્ટમ આવિષ્કારને રજૂ કર્યું હતું. આ પ્રદર્શનની મુલાકાત લેવા માટે ડો. કેલવિન જૈલે જેવા મહાન વૈજ્ઞાનિક પણ આવ્યા હતાં અને તેમણે આ સિસ્ટમનાં સંભવિત લાભ વિષે જાણવા માટે પ્રયાસ કર્યા હતાં. કારણ કે આ સમય સુધી ડીસી ટ્રાન્સમીશન સિસ્ટમ જ પ્રચલિત હતી.

વિશ્ર્વ કોલંબિયન પ્રદર્શનની અપૂર્વ સફળતા બાદ ડો. ટેસ્લા સામાન્ય પ્રજાજનોમાં પ્રસિદ્ધ થઈ ગયા હતાં અને ત્યારબાદ તેમની મુલાકાત થોમસ કમરફોર્ડ મારટિન સાથે થઈ હતી કે જે અમેરિકાનાં પ્રસિદ્ધ ઇલેક્ટ્રીકલ એન્જીનિયર હતાં અને આ સાથે તેઓ એક ઇલેક્ટ્રીકલ વર્લ્ડ મેગેઝિનનાં સંપાદક પણ હતાં. તેમણે ૧૮૮૩ - ૧૯૦૯ દરમ્યાન ઘણાં પુસ્તકો પણ લખ્યાં હતાં અને આ પુસ્તકો પ્રકાશિત પણ થયાં હતાં. તેઓ લોર્ડ કેંલવિનનાં પુત્ર હતાં. તેથી ડો. ટેસ્લાનાં મિત્ર બની ગયા હતાં. ત્યારબાદ થોમસ મારટિને ડો. ટેસ્લાનાં આવિષ્કારો વિષે પણ એક પુસ્તક લખ્યું હતું અને તેને સુંદરતાથી પ્રકાશિત પણ કર્યું હતું. આ પુસ્તક ડો. ટેસ્લાનાં વિભિન્ન આવિષ્કારો વિષે લિખિત એક યાદગાર ભેટ સ્વરુપે પ્રસિદ્ધ થયું હતું. આ પુસ્તકનાં માધ્યમથી ડો. ટેસ્લા અને મારટિનને બહુ માનસન્માન પ્રાપ્ત થયું હતું અને તેનો તેમને લાભ પણ થયો હતો. ડો. ટેસ્લા આ પુસ્તક વિનામૂલ્યે વહેંચવા ઇચ્છતા હતાં, તેમને આ પુસ્તકથી પ્રાપ્ય લાભની કોઇ ચિંતા નહોતી.

આ એ સમયની વાત છે કે જ્યારે બધા પોતાનાં કાર્યોની પેંટન્ટ કરાવતા હતાં અને તેની કોઇપણ નકલ કરી શકતુ નહોતું. આવી રીતે આ વ્યક્તિને પોતાનાં કાર્યોનો પૂર્ણ લાભ મળતો હતો. પરંતુ ડો. ટેસ્લા બિલકુલ વિપરીત વર્તન કરતા હતાં. કારણ કે તેમને પોતાની પ્રસિદ્ધીની બિલકુલ ચિંતા નહોતી. તેમણે આ પુસ્તકનાં વેચાણનાં વળતર પ્રત્યે પણ મહત્ત્વ દાખવ્યું નહોતું. તેમની ખરેખર એવી ઇચ્છા હતી તેમનાં આવિષ્કારોથી દરેક વ્યક્તિને લાભ થાય અને બધા પોતાનું જીવન સુખ-શાંતિથી વ્યતિત કરી શકે.

Fire at Dr. Nikola Tesla’s Laboratory
આ સમય દરમ્યાન ડો. ટેસ્લાનાં વિશિષ્ટ અધિકાર પત્રો - પેંટન્ટસની સહાયતાથી વૌશિંગ્ટનહાઉસ કંપનીને નાયગરફોલ પર પાવરપ્લાન્ટ બનાવવા માટેનું ટેન્ડર પાસ થયું હતું. આ એક સુવર્ણ અવસર હતો અને આ માધ્યમથી ડો. ટેસ્લાનાં આવિષ્કારોનું પ્રાયોગિક ધોરણે પાવરપ્લાન્ટ તૈયાર કરી શકાય એમ હતું. આ સમયે તેઓ પોતાની કોઇલનો પ્રયોગ કરતા હતા કે જે સંચાર વ્યવસ્થામાં સફ્ળતા માટે મૂકી શકાય એમ હતી. આવી રીતે ડો. ટેસ્લાએ આ ધરતી પર ઇલેક્ટ્રીક ઇમપલ્સેસ દ્વ્રારા વાઇરની મદદ વગર મૌખિક શબ્દોને એક સ્થાનથી બીજા સ્થાને પહોંચાડવાનું સ્વપ્ન સેવ્યું હતું. ૧૮૯૩માં ડો. ટેસ્લાનાં સિદ્ધાંતો આધારિત રેડિયો સંકેત દ્વ્રારા એક સ્થાનથી બીજા સ્થાને પહોંચાડવા માટે પૂર્ણ સફળતા મળી હતી અને મિડિયા દ્વ્રારા આ વાતની ઘણી પ્રશંસા પણ કરવામાં આવી હતી. આશરે ૧૮૯૫ સુધી ડો. ટેસ્લા  કમ સે કમ ૫૦ માઇલ સુધી વાઇર વગર સંદેશ પહોંચાડવા માટે સફળ થયા હતાં અને આ આવિષ્કારનો વિશ્ર્વભરનાં લોકોને લાભ થાય એવી તેમની ઇચ્છા હતી, પરંતુ કુદરતને કંઇક બીજું જ મંજૂર હોય એમ તેમની પ્રયોગશાળામાં એક વિસ્ફોટ થયો અને બધુ બળીને ભષ્મ થઈ ગયુ હતું.

આ દુર્ઘટના પાછળ કોનો હાથ હશે એ વિષે આજે પણ સંદેહ છે. એક એવી વ્યક્તિ કે જે વિશ્ર્વની બધી સંપદા પર પોતાનો અધિકાર જમાવવા ઇચ્છતા હતાં જેમ કે રેલ અથવા રોડ સેવા, વિધુત ઉત્પાદન, સ્ટીલ બનાવવાનાં કારખાના અને સંચાર વ્યવસ્થા વગેરે. આવી રીતે આ વ્યક્તિ પોતાનાં નિજી લાભને સૌથી વધારે મહત્વ આપે અને વિશ્ર્વનાં લોકોની ચિંતા નહિવત જેવી કરે અને જેની પાસે થોમસ એડિસન કંપનીનાં અધિકાર રહે.જેને ડો. ટેસ્લાનાં કારણે વર્લ્ડ કોલંબિયન પ્રદર્શન દરમ્યાન વિધુતકરણ કરવાનો અવસર પ્રાપ્ત થયો ના હોય અને નાયગરાફોલ પર પાવરપ્લાન્ટ બનાવવ માટે કામ મળ્યું ના હોય એવી વ્યક્તિ કેવી રીતે શાંતિથી બેસી શકે અને આ વ્યક્તિનું નામ હતું જે.પી. મોરગન.

જે.પી. મોરગન અમેરિકાનાં ધનવાન વ્યક્તિ હતાં. તેમનાં ઘણી મોટી મોટી કંપનીઓમાં લાખો શેર હતાં અને તેમની કુલ સંપતિ ૪૧.૫ બિલિયન ડોલર હતી કે જેની કિંમત આજે ૨.૬ ટ્રિલિયન ડોલર બરાબર હશે. આ પ્રભાવથી લોકો તેમનાથી ગભરાતા હતાં. અપવાદ સ્વરુપે માત્ર ડો. ટેસ્લા હતાં કે જે તેમનાથી ગભરાતા નહોતાં.

જે.પી. મોરગન ઇચ્છતા હતાં કે ડો. ટેસ્લા પોતાની નિજી સંપત્તિ તથા પેંટન્ટસ બધુ તેમને વેંચી દે જેથી મોરગનની સંપત્તિ વધારે અધિક થાય. પરંતુ ડો. ટેસ્લાને આ વાત મંજૂર નહોતી. કરણ કે  તેઓ નહોતા ઇચ્છાતા કે તેમનાં આવિષ્કાર અને પેંટન્ટસ કોઇ એવી વ્યક્તિનાં હાથમાં જાય કે જેનાથી સામાન્ય પ્રજાજનોને લાભ થાય નહિં. તેથી તેમણે તેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહિં અને આ વાતનો મોરગનને આંચકો વાગ્યો હતો કે જે તેનાથી સહન થાય એમ નહોતું. પરિણામ સ્વરુપે તેની અંદર બદલાની ભાવના જન્મી હતી.

Fire at Dr. Nikola Tesla’s Laboratory
ડો. ટેસ્લા સામાન્ય રીતે મોડી રાત સુધી તેમની પ્રયોગશાળામાં કામ કરતા હતાં અને એટલાં બધા વ્યસ્ત રહેતા હતાં કે ખાવાપીવાનું પણ ભૂલી જતા હતાં. આવી રીતે એકદિવસ મોડી રાત્રિનાં સમયે તેઓ કામ કરતા હતાં અને અચાનક તેમને જમવાનું યાદ આવ્યું, તેથી તેઓ પ્રયોગશાળામાંથી બહાર નીકળીને ઘરે જમવા માટે ગયા હતાં. તેઓ ઘરે આવીને જમવા માટે બેઠા હતાં અને એટલામાં દરવાજા પર ટકોરા વાગ્યાં હતાં. એક માણસ તેમને કહેવા માટે આવ્યો કે તેમની પ્રયોગશાળામાં વિસ્ફોટનાં કારણે ભયંકર આગ લાગી છે અને બધુ બળીને ભષ્મ થઈ ગયુ છે. તેઓ જમવાનું પડતુ મૂકીને દોડતા પ્રયોગશાળા પહોંચ્યાં ત્યારે જોયું કે  સંપૂર્ણ પ્રયોગશાળામાં આગ લાગી છે અને તેમનાં સ્વપ્નો પર પાણી ફરી વળ્યું છે. તેઓ કંઇ જ કરી શક્યા નહોતાં કારણ કે આગ ખરેખર બહુ જ ભયાનક હતી. અગ્નિનાસક ગાડીઓ પણ આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે ઘણાં પ્રયાસ કરતા હતાં, પરંતુ કંઇ જ બચાવી શક્યા નહોતાં. આ આગમાં ડો. ટેસ્લા શિવાય બધુ જ બળીને ભષ્મ થઈ ગયુ હતું.

આગ લાગવા માટે ઘણા કારણો જવાબદાર હોય શકે  એમ હતાં, જેવી રીતે કે મોરગન સાથેની તેમની દુશ્મની કારણ કે તેમણે પોતાનાં પેંટન્ટસ તેમને વેંચ્યા નહોતાં. અથવા આ કોઇ દુર્ઘટના પણ  હોઇ શકે. પરંતુ આ આગનું સાચુ કારણ જાણવા મળ્યું નહોતું. સમય જતાં બધી વાતો ભૂલાઈ ગઈ હતી.

આટલી મોટી દુર્ઘટનાએ ડો. ટેસ્લાનું  બધુ જ લૂંટી લીધુ હતું. તેઓ માનસિકતાથી બિમાર પડી ગયા હતાં. કારણ કે તેમનાં ઘણા આવિષ્કારોનાં પેપર્સ, અનેક લેખો, પુસ્તકો, રેકોર્ડસ બધુ બળી ગયુ હતું. હવે તેમની પાસે બિલકુલ પૈસા પણ નહોતાં. આમ છતાં તેમનો પરમ પરમેશ્ર્વર પ્રત્યેનો અતૂટ વિશ્ર્વાસ અકબંધ જ રહ્યો હતો અને તેમણે પરમેશ્ર્વરને એક પણ વાર એવુ પૂછ્યું નહિં કે આ બધુ શા માટે બન્યું? તેમણે તો પરમેશ્ર્વરનો આભાર માન્યો કે તેઓ પોતે બચી ગયા હતાં. કારણ કે જો દરરોજની જેમ તેઓ પ્રયોગશાળામાં કાર્યરત રહ્યાં હોત તો તેમનું શરીર પણ અસ્તિત્ત્વમાં રહ્યું ના હોત. પરમેશ્ર્વરની અપાર કૃપાથી જ તેઓ જીવંત છે, એવુ તેઓ માનતા હતાં. તેમણે સ્વયંને, પોતાના મનને અને પોતાના હાથને સંભાળવા માટે શક્ય એટલાં બધા પ્રયાસ કર્યા હતાં. કારણ કે તેમનાં પરમેશ્ર્વર તેમની સાથે હતાં. તેમને આ આઘાતમાંથી ઉગરવા માટે આવશ્યક સમયની જરુર હતી અને આ માટે ડો. ટેસ્લા એકાંતમાં રહેવા ઇચ્છતા હતાં.


Tags:

Written by

ગુજરાતી બાંધવામાટે ખાસ સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂ નો માહિતી નો બ્લોગ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com